SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ‘“મોદ્દોપગમ સ્મિન્ ભવે, દ્વિઃ સ્થાત્ અંતત: । यस्मिन् भवे तूपशमः क्षयो मोहस्य तत्र न ॥ '' એક ભવમાં અલગ-અલગ બે વાર મોહનો ઉપશમ થઈ શકે છે. જે ભવમાં ઉપશમ થયો છે એ ભવમાં મોહનો ક્ષય થતો નથી. આ સૈદ્ધાંતિક મત છે. વિશેષાવશ્યક ભાષ્ય'માં કહ્યું છે - "तम्मि भवे निव्वाणं, न लभइ उवक्कोसओ व संसारं । पोग्गल परियट्टद्धं, देसोणं कोइ हिण्डेज्जा ॥" વિશેષાવશ્યક ભાષ્ય-૧૩૦૮ ઉપશમ શ્રેણીથી પડીને મનુષ્ય એ ભવથી મોક્ષમાં નહિ જઈ શકતો અને કોઈ કોઈ તો અધિકથી અધિક થોડું, ઓછું, અર્ધ-પુદ્ગલ પરાવર્તકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. કર્મગ્રંથિક મતાનુસાર જે એક વાર ઉપશમ શ્રેણી ચઢે છે તે બીજી વાર ક્ષેપક શ્રેણી ચઢી શકે છે. પરંતુ જે જીવ બે વાર ઉપશમ શ્રેણી ચઢે છે તે જીવ તે ભવમાં ક્ષપક શ્રેણી ચઢી શકતો નથી. જેમ કે પંચમ કર્મગ્રંથની ‘સ્વોપજ્ઞ ટીકા’-પૃ.૧૩૨ પર ‘સપ્તતિકા ચૂર્ણિ’ના ઉદ્ધરણ દેવામાં આવ્યું છે " जो दुवे वारे उवसम सेढिं पडिवज्जइ, तस्स नियमा तम्मि भवे खवगसेढी नत्थ । जो इक्कसि उपसम सेढिं पडिवज्जइ तस्स खवग सेढी हुज्जत्ति ।" અર્થાત્ જે બે વાર ઉપશમ શ્રેણી પર ચઢે છે તે નિયમથી એ ભવમાં ક્ષપક શ્રેણી ચઢી શકતા નથી. જે એકવાર ઉપશમ શ્રેણી પર ચઢે છે તે એ ભવમાં ક્ષપક શ્રેણી પર ચઢી શકે છે. કોદ્રવનું ઉદાહરણ : કોઈ જીવ અપૂર્વકરણમાં મિથ્યાત્વના ત્રણ પુંજ કરીને પહેલા ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, તે કાલાન્તરમાં પરિણામોની અશુદ્ધિથી મિશ્ર અથવા મિથ્યાત્વને પ્રાપ્ત થઈ શકે છે. કોઈ જીવ અપૂર્વકરણને કરતા પણ મંદ અધ્યવસાયોના કારણે મિથ્યાત્વના ત્રણ પુંજ કરવામાં અસમર્થ હોય છે, તે અનિવૃત્તિકરણમાં અંતરકરણ કરીને તેના પછી અંતર્મુહૂર્તને માટે ત્રણ પ્રકારના દર્શન-મોહનીયનું વેદન કરતા નથી, તેનું વેદન કરવાથી તે ઉપશમક-સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. ત્રિપુંજને સમજવા માટે કોદ્રવનું દૃષ્ટાંત ઉપયોગી છે. કોદ્રવ ત્રણ પ્રકારના હોય છે - (૧) મદન-કોદ્રવ, (૨) અર્ધશુદ્ધ-કોદ્રવ અને (૩) શુદ્ધ - કોદ્રવ. જે ખાવાથી માદકતા પેદા કરે છે તે મદન-કોદ્રવ કહેવાય છે. જે કોદ્રવોની માદકતાને આંશિક રૂપમાં ઓછું કરી દેવામાં આવે છે તે ઈષત્ (અલ્પ) શુદ્ધ-કોદ્રવ છે. જેની માદકતાને પૂર્ણ રૂપથી મટાવી દીધો છે તે શુદ્ધ-કોદ્રવ કહેવાય છે. આ રીતે મિથ્યાત્વના પુદ્ગલ મદન-કોદ્રવના તુલ્ય છે, જ્યારે એને આંશિક રૂપથી શોધિત કરી લેવામાં આવે છે ઔપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ ૧૨૩
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy