SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ઉકત કથન તો કુસંગત છે અને ર અસર-સંસઢ જજાર ખદેવ બધો તીર્થકરોમાં પ્રથમ છે, ગૌતમ સ્વામી ભગવાન મહાવીરના ૧૪ હજાર શિષ્યોમાં સૌપ્રથમ તથા પ્રમુખ શિષ્ય છે. અઢાર પાપોમાં સૌપ્રથમ પ્રાણાતિપાત છે અને પંચ આસ્ત્રવોમાં પહેલો, મિથ્યાત્વ આસ્રવ છે, તેથી એમની સાથે “આદિ' લગાવવાથી બધાનું ગ્રહણ થઈ શકે છે. પરંતુ તીર્થકર વગેરે પુણ્ય પ્રકૃતિ કહેવાથી બધા પુણ્ય પ્રકૃતિઓનું ગ્રહણ નથી થઈ શકતું, કારણ કે તીર્થકર નામ પ્રકૃતિ ૪૨ પુણ્ય પ્રકૃતિઓના આદિમાં નથી પણ બધાથી અંતમાં છે. જેમ બધા તીર્થકરોના અંતમાં થવાના કારણે મહાવીર વગેરે તીર્થકર કહેવાથી ચોવીસ જ તીર્થકરોનું ગ્રહણ નથી થઈ શકતું, એ જ રીતે બધી પુણ્ય-પ્રકૃતિઓના અંતમાં થવાના કારણે તીર્થકર નામ વગેરે પુણ્ય પ્રકૃતિ કહેવાથી ૪૨ પુણ્ય પ્રવૃતિઓનું ગ્રહણ નથી થઈ શકતું. “સ્થાનાંગ સૂત્રમા પુણ્ય પ્રકૃતિઓનો જે ક્રમ આપવામાં આવ્યો છે, એમાં તીર્થકર નામની પુણ્ય પ્રકૃતિ બધાથી અંતમાં છે. એના માટે “પુણ્યની ૪૨ પ્રકૃતિઓ' શીર્ષકમાં ઉધૃત ગાથાઓ જુઓ. ત્યાં બધાથી પહેલા સાતવેદનીય પુણ્ય પ્રકૃતિ બતાવી છે, અને અંતમાં તીર્થકર નામ પુણ્ય પ્રકૃતિનું નામ આવ્યું છે. - આચાર્ય ભીષણજીએ પોતાના “નવદુભાવ પદાર્થ નિર્ણય” નામના પુસ્તકમાં પુણ્યના ઢાળમાં ૪૨ પ્રકૃતિઓનું આ જ ક્રમથી વર્ણન કર્યું છે. તેથી આ ક્રમ ભ્રમ વિધ્વંસનકારને પણ માન્ય છે. તેથી તીર્થકર વગેરે પુણ્ય પ્રકૃતિ કહેવાથી બધી પ્રવૃતિઓનું ગ્રહણ બતાવવું અનુચિત છે. જો કોઈ એ પૂછે કે - “જ્યારે તીર્થકર નામની પુણ્ય પ્રકૃતિ બધાના અંતમાં છે ત્યાં અહીં તીર્થકર વગેરે પુણ્ય પ્રકૃતિ કહેવાનો શું અભિપ્રાય છે ?” આનો જવાબ એ છે કે - “અહીં તીર્થકર શબ્દના સાથે પ્રયુક્ત “આદિ' શબ્દનો અર્થ સાદેશ્ય છે, પ્રાથમ્ય નથી. તેથી તીર્થકર નામની પુણ્ય પ્રકૃતિના સદશ વિશિષ્ટ પુણ્ય પ્રવૃતિઓનું ગ્રહણ કરાવવા માટે જ અહીં ટીકા તથા ટબ્બામાં “આદિ' શબ્દનો પ્રયોગ થયો છે.” પૂર્વાચાર્યોએ “આદિ' શબ્દના નીચે પ્રમાણે અર્થ બતાવ્યા છે - समीप्ये च व्यवस्थायां प्रकारेऽवयवे तथा । चतुष्वर्थेषु मेधावी ह्याडि शब्दं तु लक्षयेत् ॥ બુદ્ધિમાને “આદિ' શબ્દના ચાર અર્થ સમજવા જોઈએ (૧) સામીપ્ય, (૨) વ્યવસ્થા, (૩) પ્રકાર-સાદેશ્ય અને (૪) અવયવ. ઉક્ત શ્લોકના પ્રકાશમાં ભ્રમ વિધ્વંસનકારક દ્વારા ઉલ્લેખિત “ટબ્બા” અર્થનું તાત્પર્ય એ છે કે પાત્રને આપવાથી તીર્થકર નામ સદેશ ઉચ્ચ પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે. બીજાને દાન આપવાથી બીજી પુણ્ય પ્રકૃતિનો બંધ થાય છે. આનો એ અભિપ્રાય કદી નથી કે પાત્ર સાધુને દાન દેવાથી બધી પુણ્ય પ્રકૃતિઓ બંધાય અને સાધુથી અલગ વ્યક્તિને દેવાથી એકાંત પાપનો બંધ થાય. બીજી વાત એ છે કે આ સંદર્ભિત પાઠમાં પુણ્યનું વર્ણન કરવામાં આવી રહ્યું છે, ન કે પાપનું. તેથી પ્રસ્તુત પાઠમાં પાપનું વર્ણન બતાવવું અપ્રાસંગિક અને અનુચિત છે. જ્યારે પ્રસ્તુત પાઠમાં પુણ્યનું પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે ટમ્બાકાર સાધુથી અલગ વ્યક્તિને દાન [ પુણ્ય તત્ત્વ : એક પરિશીલન DT0000000000000૪૬૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy