SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) અરિહંત-વિનય ઃ જે રાગદ્વેષ શત્રુઓના વિજેતા છે, જે અઢાર દોષોથી રહિત થઈ ચૂક્યા છે એ અરિહંત દેવોનો વિનય કરવો. (૨) સિદ્ધ-વિનય : જે આઠ કર્મોને ક્ષીણ કરીને મોક્ષ પ્રાપ્ત કરી ચૂક્યા છે એવા સિદ્ધ-પરમાત્માનો વિનય કરવો. ક્યાંક-ક્યાંક સિદ્ધ-વિનયના સ્થાન પર અરિહંત પ્રરૂપિત ધર્મનો વિનય કરવાનો ઉલ્લેખ છે, ત્યાં અરિહંત-વિનયમાં જ સિદ્ધ-વિનયનો સમાવેશ સમજી લેવો જોઈએ. (૩) આચાર્ય-વિનય : જે સ્વયં પાંચ આચારોનું પાલન કરતા અન્ય સાધકોને પણ પંચાચારનું પાલન કરાવે છે, એવા સંઘનાયકનો વિનય કરવો. (૪) ઉપાધ્યાય વિનય : વિતરાગ પ્રરૂપિત આગમોના સ્વયં ગહન અધ્યયન અન્ય સાધકોને અધ્યયન કરાવે છે, એવા ઉપાધ્યાયનો વિનય કરવો. (૫) સ્થવિર-વિનય : જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ અને વયોવૃદ્ધ સાધકોનો વિનય કરવો. જેમની ઉંમર ૬૦ વર્ષ અથવા તેનાથી વધુ હોય તે ઉંમર સ્થવિર કહેવાય છે. જેમની દીક્ષા-પર્યાય ૨૦ વર્ષ અથવા તેનાથી ઉપર હોય તે પર્યાય-સ્થવિર કહેવાય છે. સ્થાનાંગ સમવાયાંગ સૂત્રોના જે જ્ઞાતા છે તે શ્રુત-સ્થવિર કહેવાય છે. આ સ્થવિરોનો વિનય કરવો સ્થવિર-વિનય છે. (૬) કુળ-વિનય એક ગુરુ દ્વારા દીક્ષિત શ્રમણોના વર્ગને કુળ કહે છે. આવા કુળનો વિનય અર્થાત્ કુળની મર્યાદાઓનું પાલન કરવો કુળ-વિનય છે. (૭) ગણ-વિનય : એક આચાર્ય પરંપરામાં સ્થિત સાધક વર્ગને ગણ કહે છે. આવા ગણ અર્થાત્ ગણની મર્યાદાઓનું પાલન કરવું ગણ-વિનય છે. (૮) સંઘ-વિનય : સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના સમુદાય રૂપ ચતુર્વિધ સંઘની યથાયોગ્ય વિનય-ભક્તિ અર્થાત્ ધર્મસંઘની મર્યાદાઓનું પાલન કરવું સંઘ-વિનય છે. (૯) સ્વધર્મી-વિનય જેનો શ્રુત-ચારિત્રરૂપ ધર્મ સમાન હોય અર્થાત્ સમાન ધર્મનું આચરણ કરનાર હોય, તેનો વિનય કરવો. (૧૦) ક્રિયાવાનનો વિનય : જે વીતરાગ પ્રભુ દ્વારા પ્રરૂપિત આત્મા, પરમાત્મા, નરક-સ્વર્ગ આદિ પર આસ્થા રાખતા હોય - એવા સમ્યગ્દષ્ટિનો અને ચારિત્રશીલ વ્યક્તિનો વિનય કરવો ક્રિયા-વિનય, ચારિત્ર-વિનય અથવા દર્શન-વિનય છે. ધર્મ-ધર્મીમાં અભેદ સંબંધ માનીને એવી વિવક્ષા કરી છે. ઉક્ત રીતિથી વિનયનું આચરણ કરવાથી દર્શન-શુદ્ધિ થાય છે. સમ્યકત્વની પ્રતીતિ આ દસ પ્રકારના વિનય દ્વારા પણ થાય છે. દૂ સમ્યકત્વના છઠ બોલો ન૧૩૦)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy