________________
જે ક્રિયા કષાય સહિત થાય છે તે સાંપરાયિક ક્રિયા છે અર્થાતુ પ્રથમ ગુણસ્થાનથી લઈને દસમા ગુણસ્થાનવાળા સકષાય જીવોની ક્રિયાને સાંપરાયિકી ક્રિયા કહે છે. એ પણ એવા જીવ-વ્યાપારથી થાય છે, છતાંય એમાં જીવ-વ્યાપારની વિવક્ષા ન કરીને અજીવ પુદ્ગલ રાશિ-કર્મ પરિણતિની પ્રધાન રૂપથી વિવક્ષા હોવાથી આને અજીવ ક્રિયા કહેવામાં આવી છે.
તાત્પર્ય એ છે કે કષાયવાળા જીવોને યોગની પ્રવૃત્તિ હોવાથી જે ક્રિયા લાગે છે તે સાંપરાયિક ક્રિયા છે અને ઉપશાંત મોહ, ક્ષીણ મોહ તથા સયોગી કેવળી નામના અગિયારમા, બારમા એ તેરમાં ગુણસ્થાનોમાં યોગની પ્રવૃત્તિથી જે ક્રિયા લાગે છે, તે ઈર્યાપથ ક્રિયા છે. ઈર્યાપથ ક્રિયા એક જ પ્રકારની છે અને સાંપરાયિક ક્રિયાના ૨૪ પ્રકાર છે. આમ ૨૫ ક્રિયાઓ છે. સાંપરાયિક ક્રિયાઓના ૨૪ ભેદ આ રીતે છે -
(૧) કાયિકી ક્રિયા દુષ્ટ ભાવથી યુક્ત થઈને પ્રયત્ન કરવો, અયતાનાપૂર્વક કાયની પ્રવૃત્તિ કરવી, વ્રત નિયમ વગેરેનું પાલન ન કરીને આરંભજનક કામોમાં લાગવું, કાયિકી ક્રિયા છે. આના બે ભેદ છે - અનુપરત કાયિકી ક્રિયા, દુષ્પયુક્ત કાયિકી ક્રિયા. વ્રત-પ્રત્યાખ્યાન દ્વારા આમ્રવનો નિરોધ ન કરવાના કારણે સમસ્ત આરંભ-સમારંભોનાં કાર્યોની, નિરંતર અવ્રતની ક્રિયા લાગતી રહે છે. એવા અવિરતની જે ઉલ્લેપ વગેરે કર્મ બંધનની કારણભૂત ક્રિયાઓ છે, તે અનુપરત કાયિકી ક્રિયા કહેવાય છે. જે સાધુ કે શ્રાવક વ્રત-પ્રત્યાખ્યાન લીધા પછી પણ અયતનાથી શરીરની પ્રવૃત્તિ કરે છે, ઇન્દ્રિયોના ઇષ્ટ-અનિષ્ટ વિષયોની પ્રાપ્તિઅપ્રાપ્તિથી હર્ષ-શોકનો અનુભવ કરે છે અને અશુભ મનઃસંકલ્પ દ્વારા અપવર્ગ-માર્ગના પ્રત્યે દુઃસ્થિત થાય છે, એવા પ્રમત્ત સંયતની કાય ક્રિયાને દુષ્પયુક્ત કાયિકી ક્રિયા કહે છે.
(૨) આધિકરણિકી ક્રિયાઃ તલવાર, બંદૂક વગેરે શસ્ત્રોનો સંગ્રહ કે પ્રયોગ કરવાથી અથવા કઠોર દુર્વચન બોલીને ઝઘડો પેદા કરવાથી લાગનારી ક્રિયા આધિકરણિકી ક્રિયા છે એના બે ભેદ છે - સંયોજના-ધિકરણિકી અને નિર્વર્તનાધિકરણિકી. પહેલાં તૈયાર કરેલા તલવાર વગેરેમાં મૂઠ (હાથો) લગાવવો, ઘંટીમાં ખીલો વગેરે બેસાડવો, બુઠ્ઠી ધારને તેજ કરવી, અધૂરાં શસ્ત્રો પૂરાં કરવાં વગેરે સંયોજનાધિકરણિકી ક્રિયા છે. અથવા જૂના પડેલા ઝઘડાને ફરીથી જાગૃત કરવો સંયોજનાધિકરણિકી ક્રિયા છે. (૨) નવાં શસ્ત્રો બનાવવાં, એમને એકઠાં કરવાં, વેચવાં વગેરેથી જે ક્રિયા લાગે છે, તે નિર્વર્તનાધિકરણિકી છે. આ શસ્ત્રો દ્વારા જગતમાં જેટલાં પાપ કરવામાં આવે છે, એમના ભાગ બનાવવાળાને પણ આવે (લાગે) છે. અથવા વચન દ્વારા નવા ઝઘડા પેદા કરવા નિર્વનાધિકરણિકી ક્રિયા છે.
(૩) પાટૅષિકી ઈર્ષા-દ્રષના નિમિત્તથી લાગનારી ક્રિયાને પ્રાષિકી ક્રિયા કહે છે. બીજાને ધનવાન, સુખી, વિદ્વાન, બળવાન અને ગુણી જોઈને દ્વેષ કરવો, બળવું, ઈર્ષા કરવી કે એનું ખરાબ ચાહવું પ્રાષિકી ક્રિયાનું કારણ છે. આ ક્રિયાના બે ભેદ છે - જીવ પ્રાષિકી અને અજીવ પ્રાષિકી. મનુષ્ય-પશુ વગેરે જીવો પર દ્વેષ કરવાથી જીવ પ્રાષિકી ક્રિયા લાગે છે અને ઠોકર વગેરે વાગવાથી પથ્થર વગેરે નિર્જીવ વસ્તુઓ પર દ્વેષ-ભાવ લાવવાથી અજીવ પ્રાષિકી ક્રિયા લાગે છે. (૪૮) છે
જિણધમો)