SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય પ્રમાણ અધ્યવસાય ઇચ્છા, સંકલ્પ-શક્તિ અને ભાવનાઓ માત્ર ભૌતિક મસ્તિષ્કની ઊપજ નથી કહી શકાતી. કારણ કે કોઈપણ ભૌતિક યંત્રમાં સ્વયં ચાલવા, તૂટવા પર સ્વયંને સુધારવા અને પોતાના સજાતીયને ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી જોઈ શકાતી. અવસ્થા અનુસાર વધવું, ઘાનું પોતાની રીતે જ ભરાઈ (રુઝાઈ) જવું, જીર્ણ થઈ જવું વગેરે એવી અવસ્થાઓ છે, જેમનું સમાધાન માત્ર ભૌતિકતાથી નથી થઈ શકતું. હજારો પ્રકારનાં યંત્રોનો આવિષ્કાર, જગતના વિભિન્ન કાર્યકારણ ભાવોને સ્થિર કરવું, ગણિત-જ્યોતિષ-સાહિત્ય-વિજ્ઞાન સંબંધી વિવિધ-વિવિધ નવી-નવી સ્થાપનાઓ કોઈ ચેતન્યશાળી દ્રવ્યનું જ કાર્ય થઈ શકે છે. કોઈ જડતત્ત્વ એ ક્રિયાઓ નથી કરી શકતી. પ્રત્યેક પ્રાણીને અહીં સુધી કે સદ્યઃ જીવ જંતુને પણ પોતાના શરીરની પ્રતિ મોટી મમતા હોય છે. આ મમતા અચાનક પેદા નથી થઈ શકતી. પુનઃ પુનઃ સંસર્ગ અને વારંવારના સંબંધના કારણે જ આ મમતા ઉત્પન્ન થાય છે. સદ્ય: જાત પ્રાણીમાં જે શરીર પ્રતિ મમતા જોવા મળે છે, તે પૂર્વ-અભ્યસ્ત હોવી જોઈએ. એક વારના સંસર્ગના કારણે તો એવું સંભવ નથી. એમાં જોવા મળતી મમતા આ વાતનું પ્રતીક છે કે એ જીવે પૂર્વમાં અનેક શરીર ધારણ કર્યા છે. જેમના અભ્યાસ અને સંસ્કારના ફળસ્વરૂપ એમાં શરીરની પ્રતિ મમતા પરિલક્ષિત થાય છે. આ આત્માના અસ્તિત્વ અને ભવાંતરગામિત્વનું પ્રમાણ છે. પેદા થનારા બાળકમાં સ્વાભાવિક રૂપથી સ્તન-પાનની ઇચ્છા જોવા મળે છે. આ ઇચ્છા અન્ય ઇચ્છાપૂર્વક છે. જે જે ઇચ્છા થાય છે, તે અન્ય ઇચ્છાપૂર્વક થાય છે. જેમ કે આપણી ઇચ્છા. તત્કાળ પેદા થયેલ બાળકની પ્રથમ વાર સ્તનપાન કરવાની ઈચ્છા પૂર્વભવકાલીન સ્તન-પાનની ઇચ્છાપૂર્વક છે. એનાથી પણ આત્માનું અસ્તિત્વ અને ભવાન્તરગામિત્વ સિદ્ધ થાય છે. સંસારના રંગમંચ પર વૈષમ્યના જે દૃશ્ય દૃષ્ટિગોચર થાય છે, તે કોઈ અદેશ્ય કર્મ શક્તિની સત્તાનો સ્વીકાર કરવા હેતુ પ્રેરિત કરનાર છે. વિશ્વમાં એક વ્યકિતની પાસે વગર પરિશ્રમે અખૂટ અને અપાર ધન-વૈભવ છે, એને એશો-આરામનાં બધાં સાધન આવશ્યકતાથી ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે, જ્યારે બીજી વ્યક્તિને ખૂબ જ વધુ પરિશ્રમ કરવાથી પણ બે ટાઇમનું ભોજન મળતું નથી. એક વ્યક્તિ બૌદ્ધિક ક્ષેત્રમાં વિલક્ષણ પ્રતિભાથી સંપન્ન છે, જ્યારે બીજી વ્યક્તિ નિરક્ષર ભટ્ટાચાર્ય છે. એકનાં ચરણોમાં વૈભવ સ્વયં આવી જાય છે, જ્યારે બીજો દર-દરનો ભિખારી છે. એ બધી વિચિત્રતાઓ પૂર્વકૃત અર્દષ્ટ કર્મના કારણે જોવા મળે છે. આત્મા તત્ત્વનો સ્વીકાર કર્યા વગર પૂર્વકૃત અદૃષ્ટ કર્મ સંગત નથી થઈ શકતો. તેથી પ્રત્યક્ષ અસ્તિત્વને સ્વીકાર કરવું જોઈએ. સંસારમાં અનેક વ્યક્તિઓમાં અનેક પ્રકારની વિશેષ પ્રતિભાઓ પરિલક્ષિત થાય છે. એ પ્રતિભાઓ આ જન્મના પ્રયત્નનું ફળ તો નથી થઈ શકતું. જેમ કે ડૉ. યંગ બે વર્ષની [ જીવ તત્ત્વ : એક વિવેચન છે ૨૮૦)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy