SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ એનું સમાધાન છે કે પૂર્વ પ્રજ્ઞાપનાની અપેક્ષાથી એવું કહેવાય છે, જેમ મદન કોદ્રવોને શુદ્ધ કરવા બનાવેલ ઓદન પણ મદનકોદ્રવદન કહેવાય છે. કારણ કે મદનકોદ્રવ પહેલા માદકતા લીધેલ હતા. એ જ રીતે જે પણ સમકિતના પુદ્ગલ છે, તે પહેલાં મિથ્યાત્વના પુદ્ગલ હતા અને દર્શનના આવારક હતા, તેથી પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષા તેને સમકિત-મોહ કહેવાય છે. સમ્યકત્વના નવ ભંગઃ ચારિત્ર-મોહની અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભારૂપ ચાર પ્રકૃતિઓ તથા દર્શન-મોહનીયના મિથ્યાત્વ, મિશ્ર અને સમકિત મોહનીય રૂ૫ ત્રણ પ્રકૃતિઓ - એમ સાત પ્રકૃતિઓના ઉદયમાં મિથ્યાત્વ રહે છે અને ક્ષય, ઉપશમ તથા ક્ષયોપશમમાં સમ્યકત્વ હોય છે. એના નવ ભંગ આ પ્રકાર છે : (૧) સાત પ્રકૃતિઓનો ક્ષય થવો ક્ષાયિક સમ્યકત્વ છે. (૨) સાત પ્રકૃતિઓનો ઉપશમ થઈ જવો ઔપશમિક સમ્યકત્વ છે. (૩) પ્રથમના ચારનો ક્ષય અને ત્રણનો ઉપશમ. (૪) પ્રથમના પાંચનો ક્ષય અને એના ઉપશમ ક્ષયોપશમ સમ્યકત્વ છે. (૫) પ્રથમના છનો ક્ષય અને એકનો ઉપશમ ક્ષયોપશમ સમ્યકત્વ છે. (૬) પ્રથમના ચારનો ક્ષય, બેનો ઉપશમ અને એકનો ઉદય ક્ષયોપશમ વેદક-સમ્યકત્વ છે. (૭) પ્રથમના પાંચનો ક્ષય, એકનો ઉપશમ અને એકનો ઉદય ક્ષયોપશમ વેદક-સમ્યકત્વ છે. (૮) પ્રથમ છનો ક્ષય, એકનો ઉદય ક્ષાયિક-વેદક છે. (૯) પ્રથમ છનો ઉપશમ, એકનો ઉદય ઔપશમિક-વેદક છે. - ઉક્ત નવ ભંગોમાંથી પ્રથમના બે ભંગોને છોડીને બાકી સાત ભંગોથી થનાર સમ્યકત્વને લાયોપથમિક સમ્યકત્વ પણ કહેવાય છે. ઉક્ત ભંગોમાંથી બીજા અને નવમા ભંગના સ્વામી અવશ્ય પ્રતિપાતી હોય છે. અર્થાત્ તે પડીને મિથ્યાત્વમાં ચાલ્યા જાય છે. સાયિક સમ્યક્ત્વના સંબંધમાં એ જિજ્ઞાસા થઈ શકે છે કે મિથ્યાત્વાદિ દર્શનત્રિકનો ક્ષપક શું નિદર્શનાતીત થઈ જાય છે ? આને મિથ્યાષ્ટિ તો કહી ન શકાય, કારણ તેનો મિથ્યાત્વ ક્ષીણ થઈ ચૂક્યો છે. તે મિશ્રષ્ટિ પણ નથી, કારણ મિશ્ર-મોહનીય પણ ક્ષીણ થઈ ચૂક્યું છે. તે સમ્યગુદૃષ્ટિ પણ ન કહી શકાય, કારણ સમકિત-મોહ પણ ક્ષીણ થઈ ચૂક્યો છે, તો શું તે ત્રિદર્શનાતીત છે ? આચાર્ય આનો ઉત્તર આપે છે કે – “દર્શનત્રિકના ક્ષીણ થવાથી તે વિશુદ્ધ સમ્યગૃષ્ટિ થાય છે. સમ્યક્તત્વ શ્રદ્ધાન રૂપ જીવનો ભાવ જ મુખ્ય રૂપથી સમ્યકત્વ છે, જે મિથ્યાત્વના શોધિત પુગલ છે, તે તત્ત્વતઃ મિથ્યાત્વ જ છે. તે અશુદ્ધ મિથ્યાત્વ પુજની જેમ આત્માના સમ્યકતત્ત્વ શ્રદ્ધાન રૂપ સ્વભાવના આવારક થતા નથી. તેથી તેમને ઉપચારથી સમકિત કહી (૧૧) છે , જે છે તે જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy