SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. શરદઋતુના જાજવલ્યમાન સૂર્યથી પણ બારગણું વધુ તેજવાળા અંધકારનો નાશક પ્રભામંડળ તીર્થંકર પ્રભુના પૃષ્ઠ ભાગમાં દેખાય છે.* ૧૩. તીર્થકર ભગવાન જ્યાં-જ્યાં વિહાર કરે છે, ત્યાંની જમીન ખાડા-ટેકરા વગેરેથી રહિત - સમતલ થઈ જાય છે. ૧૪. બાવળ વગેરેના કાંટા ઊલટા થઈ જાય છે, જેનાથી પગમાં વાગતા નથી. ૧૫. બધી ઋતુઓમાં શરીરને અનુકૂળ સોહામણું વાતાવરણ બની જાય છે. ૧૬. ભગવાનની ચારે તરફ એક-એક જોજન સુધી મંદ-મંદ શીતળ અને સુગંધિત પવન વાય છે, જેનાથી બધી અશુચિ વસ્તુઓ દૂર ચાલી જાય છે. ૧૭. ભગવાનની ચારે તરફ બારીક-બારીક સુગંધિત અચિત્ત જળની વૃષ્ટિ એક-એક જોજનમાં થાય છે, જેનાથી ધૂળ દબાઈ જાય છે. ૧૮. ભગવાનની ચારે તરફ દેવતાઓ દ્વારા વિક્રિયાથી બનાવેલ અચિત્ત પાંચેય રંગોના પુષ્પોની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય છે. એ પુષ્પોને ટેંટ (ડંઠલ) નીચેની તરફ અને મુખ ઉપરની તરફ હોય છે. ૧૯. અમનોજ્ઞ (સારા ન લાગનાર) વર્ણ, રસ, ગંધ અને સ્પર્શનો નાશ થાય છે. ૨૦. મનોજ્ઞ, વર્ણ ગંધ, રસ અને સ્પર્શનો ઉદ્ભવ થાય છે. ૨૧. ભગવાનની ચારેય બાજુ એક-એક જોજનમાં રહેલી પરિષદ બરાબર ધર્મોપદેશ સાંભળે છે અને એ ધર્મોપદેશ બધાને પ્રિય લાગે છે. ૨૨. ભગવાનના ધર્મોપદેશ અર્ધમાગધી (અડધી મગધ દેશની અને અડધી અન્ય દેશોની મિશ્રિત) ભાષામાં હોય છે.* ૨૩. આર્ય દેશ અને અનાર્ય દેશના મનુષ્ય, દ્વિપદ (પક્ષી), ચતુષ્પદ (પશુ) અને અપદ (સાપ વગેરે) બધા ભગવાનની ભાષાને સમજી શકે છે. એ ભાષા બધાને માટે સુખરૂપથી પરિણત થાય છે. ૨૪. ભગવાનના દર્શન કરતાં જ અને ઉપદેશ સાંભળતાં જ જાતિ-વેર (જેમ કે સિંહ અને બકરીનું, કૂતરા અને બિલાડીનું) તથા ભવાંતર (પાછલા જન્મો)નું વેર શાંત થઈ જાય છે. ૨૫. ભગવાનનું પ્રભાવપૂર્ણ અને ખૂબ જ સૌમ્ય સ્વરૂપ જોતાં જ પોત-પોતાના મતનું - અભિમાન રાખનાર અન્ય દર્શની-વાદી અભિમાનને ત્યાગી નમ્ર બની જાય છે. * ગ્રંથોમાં લખ્યું છે કે - પ્રભામંડળના પ્રભાવથી તીર્થકર ભગવાનના ચારેય દિશાઓમાં ચાર મુખ દેખાય છે. આ કારણે ઉપદેશ સાંભળનારને એવું લાગે છે કે ભગવાનનું મુખ આપણી તરફ જ છે. બ્રહ્મને ચતુર્મુખ કહેવાનું પણ કદાચ આવું જ કારણ છે. + “મવિં ગદ્ધમાદીમાસાથમ્પમફિલ્વતિ ” - ઉવવાઈ સૂત્ર [ પંચ પદનો અર્થ છે 0000000000000000(૧૩)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy