SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય છે. ગર્ભજ-તિર્યંચ અને ગર્ભજ-મનુષ્યોમાં ત્રણ વેદ હોય છે. દેવોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ જ વેદ હોય છે. દેવ નપુંસક હોતા નથી. બધા સંમૂચ્છિમ જીવ નપુંસક-વેદવાળા હોય છે. ઉક્ત ત્રણ વેદોમાં બધા સંસારી જીવોનો સમાવેશ થાય છે. વેદ મોહનીય ઉપશમ દશામાં તેની સત્તામાત્ર રહે છે, ઉદય રહેતો નથી. વેદનું સર્વથા ક્ષય થવાથી અવેદી અવસ્થા પ્રાપ્ત થાય છે. જેનાથી આત્મા મોહનીય કર્મ અને અલ્પ ઘાતી કર્મોનો ક્ષય કરતા ક્રમશઃ સિદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. ચતુર્વિધ જીવ: ગતિની અપેક્ષાએ જીવના ચાર ભેદ છે - નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ. ગતિ નામ કર્મની એક પ્રકૃતિ છે, જેના ઉદયથી જીવ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. નરક અને તિર્યંચ પાપપ્રધાન ગતિ છે અને મનુષ્ય અને દેવ પુણ્યપ્રધાન ગતિ છે. ચાર ગતિઓના સંબંધમાં ઘણું બધું પ્રતિપાદિત કરી શકાય છે, તેથી તેના અલગ શીર્ષકના અંતર્ગત વર્ણન કરવું સુવિધાજનક રહેશે, એ દૃષ્ટિથી તેની વિશેષ જાણકારી આગળ અપાશે. પંચવિધ જીવ ? - ઇન્દ્રિયોની અપેક્ષાએ જીવના પાંચ ભેદ કરવામાં આવે છે - એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. ઇન્દ્રિયને કરણ કહેવાય છે. કોઈ ક્રિયામાં જે સાધકતમ હોય, તેને કરણ કહેવાય છે. યથાસાધક તમ કરણમું આત્માને જ્ઞાન કરાવવામાં ઇન્દ્રિયો સહાયક થાય છે, તેથી તેમને કારણ કહેવાય છે. ઇન્દ્રનો અર્થ થાય છે - આત્મા. આત્માનો બોધ જેનાથી થાય તે ઇન્દ્રિય છે. જીવની ચેતના શક્તિ ઇન્દ્રિયોના માધ્યમથી પ્રગટ થાય છે. ઇન્દ્રિયના પાંચ ભેદ છે - સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર. આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. કેટલાક દર્શનકાર કર્મેન્દ્રિયના પાંચ ભેદ વધુ માને છે. જેમ કે વાક, પાણિ, (હાથ) પાદ, પાય અને ઉપસ્થ. પરંતુ શરીરથી તે ભિન્ન નથી. જો શરીરના અવયવ હોવાના કારણે તેને ઇન્દ્રિયો માની શકાય તો ઇન્દ્રિયોની સંખ્યા ઘણી બધી થઈ જાય. ઇન્દ્રિયોનું વર્ગીકરણ અન્ય પ્રકારથી પણ કરવામાં આવેલું છે. ઇન્દ્રિયના બે ભેદ છે - (૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય. પુગલો દ્વારા ઇન્દ્રિયોનો જે આકાર-વિશેષ બને છે, તે દ્રવ્યેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય નિર્માણ નામ કર્મ અને અંગોપાંગ નામ કર્મના ઉદયનું ફળ છે. મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી થનાર આત્મિક પરિણામ-વિશેષ ભાવેન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિયના ભેદ બે છે - નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિના બે ભેદ છે - આત્યંતર અને બાહ્ય. ઉપકરણના પણ બે ભેદ છે - આત્યંતર અને બાહ્ય. પુદ્ગલની રચના-વિશેષને નિવૃત્તિ કહે છે અને એ રચનાના ઉપઘાત ન થવા દેવું ઉપકરણ છે. નિવૃત્તિના ઉપકારક હોવાના કારણ, તેને ઉપકરણ કહે છે. ભાવેન્દ્રિયના બે ભેદ છે - (અ) લબ્ધિ અને (બ) ઉપયોગ. પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિને લબ્ધિ-ભાવેન્દ્રિય કહે છે. એ શક્તિનો પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત થવું [૩૧૨) . . . . . O જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy