SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. સંજ્ઞી-અસંજ્ઞી - એક બીજી વિવક્ષા અનુસાર સંસારી જીવોને બે ભાગોમાં વિભક્ત કરેલા છે. તે બે ભેદ છે - (૧) સંજ્ઞી અને (૨) અસંજ્ઞી જીવ. મનથી સંબંધ અથવા અસંબંધને લઈને આ ભેદ કરેલા છે. જે જીવોને મનન કરી શકવાની લબ્ધિ પ્રાપ્ત છે, તે સંજ્ઞી-સમનસ્ક છે. જે જીવોમાં દ્રવ્ય-મનના માધ્યમથી વિચાર કરી શકવાની લબ્ધિ નથી, તે અસંજ્ઞી-અમનસ્ક કહેવાય છે. મન બે પ્રકારના છે - દ્રવ્યમાન અને ભાવમન. જેનાથી વિચાર કરી શકે છે, તે આત્મિક શક્તિ ભાવમન છે. જે સૂક્ષ્મ પરમાણુ મનન કરવામાં સહાયક હોય છે, તે દ્રવ્યમન કહેવાય છે. સંજ્ઞી-અસંજ્ઞીનો ઉક્ત વિભાગ દ્રવ્યમનને લઈને કરેલો છે. ભાવમન તો બધા સંસારી જીવોને હોય છે. ભાવમન હોવા છતાં દ્રવ્યમન વગર સ્પષ્ટ વિચાર કરી શકાતો નથી. તેથી દ્રવ્યમનની પ્રધાનતા લક્ષ્યમાં રાખીને સંજ્ઞી-અસંજ્ઞીનો વિભાગ કર્યો છે. એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સંમૂચ્છિમ પંચેન્દ્રિય - આ બધી અસંશી જ હોય છે. એ પંચેન્દ્રિય જીવ જે ગર્ભજ છે અથવા ઔપપાતિક જન્મવાળા છે, તે સંજ્ઞી છે. ગર્ભજ પંચેન્દ્રિયના બે ભેદ છે - મનુષ્ય અને તિર્યચ. નારક અને દેવોના જન્મ ઉપપાતથી થાય છે, તેથી તેઓ ઔપિપાતિક કહેવાય છે. નારક અને દેવ સંજ્ઞી જ હોય છે. આ પ્રકારે સંજ્ઞી-અસંજ્ઞીના ભેદમાં પણ બધા સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે. સંજ્ઞા સંબંધમાં વિશેષ જાણકારી શ્રુતજ્ઞાનના પ્રકરણમાં આપવામાં આવી છે. ત્રિવિધ જીવ વેદની અપેક્ષાએ જીવ ત્રણ પ્રકારના છે - પુરુષ-વેદ, સ્ત્રી-વેદ અને નપુસંક-વેદ. સંસારી જીવ આ ત્રણ વેદોમાંથી એક અવશ્ય હોય છે. માત્ર સિદ્ધ જીવ જ અવેદી (વેદરહિત) હોય છે. કામભોગની અભિલાષાને વેદ કહે છે. વેદ મોહનીયના ઉદયથી વેદની પ્રવૃત્તિ થાય છે. જેના ઉદયથી સ્ત્રીની સાથે સહવાસ કરવાની ઇચ્છા હોય તેને પુરુષ-વેદ કહે છે. જેના ઉદયથી પુરુષ સાથે સહવાસ કરવાની ઈચ્છા થાય, તેને સ્ત્રી-વેદ કહે છે. જેના ઉદયથી સ્ત્રીપુરુષ બંનેના સહવાસની ઇચ્છા થાય, તે નપુંસક-વેદ છે. વેદનું બાહ્ય ચિહ્ન લિંગ કહેવાય છે. પુરુષવેદનો વિકાર શુષ્ક ઘાસના અગ્નિની સમાન છે, જે શીધ્ર પ્રગટ થઈ જાય છે અને શીધ્ર શાંત થઈ જાય છે. સ્ત્રીવેદનો વિકાર કરીષાગ્નિ(અંગાર)ના સમાન છે. જે જલદી પ્રગટ થતો નથી અને જલદી શાંત પણ થતો નથી. નપુંસકવેદનો વિકાર સંતપ્ત ઈંટ અથવા દાવાનળની સમાન હોય છે, જે ઘણી વાર શાંત થાય છે અને ઘણી વાર પછી જ પ્રગટ થાય છે. સ્ત્રીમાં કોમળ ભાવ મુખ્ય છે. જેને કઠોર તત્ત્વની અપેક્ષા રહે છે. પુરુષમાં કઠોર ભાવ મુખ્ય છે, જેને કોમળ તત્ત્વની અપેક્ષા રહે છે. નપુંસકમાં બંને ભાવોનું મિશ્રણ હોવાથી તેને બંને તત્ત્વોની અપેક્ષા હોય છે. નારક જીવ નપુંસક-વેદવાળા જ હોય છે. એકેન્દ્રિયથી લઈને ચતુરિન્દ્રિય જીવ અને અસંજ્ઞી પંચેન્દ્રિયોમાં માત્ર નપુંસક-વેદ મેળવી દૂ જીવના ભેદો છે જે છે જે છે જે છે જે છે (૩૧૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy