SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) सर्वज्ञ सर्वदर्शी च सर्वदेव नमस्कृतः । छत्रत्रयामि संयुक्तां पुज्यां मूर्तिमसौ वहन् ॥ आदित्य प्रमुखा सर्वे बध्यान्वलयईदृशं । ध्यायन्ति भावता नित्यं यदडिघ्रयुगनीरजम् ॥ परमात्मानमात्मानं लसत्केवल निर्मलम् । निरन्जन निराकारं ऋषभन्तु महाऋषम् ॥ - સ્કન્દ પુરાણ અર્થ : “ઋષભનાથ સર્વજ્ઞાતા, સર્વદ્રષ્ટા અને સમસ્ત દેવોથી પૂજિત છે. તે નિરંજન, નિરાકાર, પરમાત્મા, કેવળજ્ઞાની, ત્રણ છત્રયુક્ત, પૂજ્ય મૂર્તિધારક, મહાઋષિ ઋષભનાથના ચરણ-યુગલને હાથ જોડીને હૃદયથી આદિત્ય વગેરે સુરનર ધ્યાન કરે છે.” મહાભારત વગેરે અન્ય વૈદિક ગ્રંથોના ઉદ્ધરણ પણ પ્રસ્તુત છે : કૈલાસ પર્વત પર ભગવાન આદિનાથે (તીર્થકર ઋષભનાથે) યુગના આદિમાં મુક્તિ પ્રાપ્ત કરી તથા રૈવત પર્વત પર (ગિરનાર) જિનેન્દ્ર નેમિનાથે મુક્તિ પ્રાપ્ત કરી. આ કારણે એ બંને પર્વત ઋષિઓના આશ્રમ બન્યા અને આ જ કારણે એ મુક્તિમાર્ગના કારણ માનવામાં આવ્યાં છે.” - મહાભારત. રામચંદ્રજી કહે છે કે - “હું તો રામ છું. ના મને કોઈ ઈચ્છા છે કે ના મારું મન વિષયભોગોમાં લાગે છે. હું તો જિન (જિનેન્દ્ર ભગવાન)ની સમાન પોતાના આત્મામાં જ શાંતિ પ્રાપ્ત કરવા માગું છું.” - યોગ વશિષ્ટ, વૈરાગ્ય પ્રકરણ, સર્ગ-૧૫ અગ્નીન્દ્રના પુત્ર નાભિથી ઋષભ નામનો પુત્ર થયો, જે પોતાના સો ભાઈઓથી મોટો હતો. ઋષભદેવ પોતાના મોટા પુત્ર ભરતનો રાજ્યાભિષેક કરીને સ્વયં પ્રવજ્યા (સાધુદીક્ષા) ગ્રહણ કરી અને તપ કરવા લાગ્યા. ભગવાન ઋષભદેવે ભરતને હિમાલય પર્વતથી દક્ષિણનું રાજ્ય આપ્યું હતું. આ કારણે એ મહાત્મા ભરતના નામથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું.” - માર્કન્ડેય પુરાણ, અ. ૧૦-૩૯, ૪૦-૪૧ ભગવાન ઋષભદેવથી વીર ભરતનો જન્મ થયો, જે અન્યત્ર સો પુત્રોથી મોટા હતા. ભરતના નામથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું.” - વાયુ પુરાણ, અ.-૩૭-૧ર નાભિ રાજાથી મરુદેવી માતાના ઋષભનો જન્મ થયો. ઋષભથી ભારતની ઉત્પત્તિ થઈ અને ભરતથી આ દેશનું નામ ભારતવર્ષ પડ્યું.” - અગ્નિ પુરાણ, અ-૧૦/૧૦-૧૧ “પુરાતન સમયમાં ઋષભના પુત્ર મુનિશ્રેષ્ઠ ભરત નામના રાજા હતા. એના નામથી આ દેશનું નામ ભારત કહેવામાં આવે છે.” - નારદ પુરાણ, પૂર્વ ખંડ, અ-૪-૮-૫ “સો પુત્રોમાં સહુથી મોટા ભરત ઋષભદેવજીથી જે ઉત્પન્ન થયા, એ ભરતથી આ દેશનું નામ ભારતવર્ષ કહેવામાં આવ્યું છે.” - વિષ્ણુ પુરાણ અંશ ર, આ.-૧-૩૨ (૪૦૦ % જિણધર્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy