SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ આલંબનથી પ્રવર્તમાન યોગ. (૨) વચન યોગ અર્થાત્ મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ વગેરેના ક્ષયોપશમથી ઉત્પન્ન આંતરિક વાબ્ધિ હોવાથી ભાષા વર્ગણાના આલંબનથી ભાષા પરિણામના અભિમુખ આત્માનું પરિસ્પંદન. (3) મનોયોગ અર્થાત્ નવ ઇન્દ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમ રૂપ આંતરિક મનોલબ્ધિ હોવાથી મનોવર્ગણાના આલંબનથી મન પરિણામના અભિમુખ આત્માનું હોવું. આ ત્રણેય પ્રકારના યોગને જ આસ્રવ કહે છે, કારણ કે યોગ દ્વારા આત્મામાં કર્મવર્ગણાના આસ્રવણ (કર્મ રૂપથી સંબંધ) થાય છે. કર્માસ્ત્રવના નિમિત્ત હોવાથી યોગને આસ્રવ કહે છે. યોગ બે પ્રકારના કહેવામાં આવ્યા છે - શુભયોગ અને અશુભયોગ. શુભયોગથી મુખ્યત્વે પુણ્ય પ્રકૃતિનો આસ્રવ થાય છે અને અશુભ યોગથી પ્રધાનતઃ પાપ પ્રકૃતિનો આસ્રવ થાય છે. તેથી કોઈક-કોઈક આચાર્યોએ પુણ્યના શુભ આસ્રવ અને પાપને અશુભ આસ્રવ માનીને પુણ્ય-પાપ તત્ત્વને આસ્રવના અંતર્ગત સમાવિષ્ટ કરી લીધો છે. એમની દૃષ્ટિથી સાત જ તત્ત્વ છે. હિંસા, ચોરી, અબ્રહ્મ વગેરે કાયિક વ્યાપાર અશુભ કાયયોગ છે અને દયા-દાનબ્રહ્મચર્ય પાલન વગેરે શુભ કાય યોગ છે. સાવધ ભાષણ, મિથ્યા ભાષણ, કઠોર ભાષણ વગેરે અશુભ વાગ્યોગ છે અને નિરવધ સત્ય ભાષણ, મૃદુ તથા સત્ય વગેરે ભાષણ શુભ વાગ્યોગ છે. બીજાઓની બુરાઈ તથા એમના વધ વગેરેનું ચિંતન કરવું, અશુભ મનોયોગ છે અને બીજાઓની ભલાઈનું ચિંતન વગેરે કરવું તથા એમના ઉત્કર્ષથી પ્રસન્ન થવું શુભ મનોયોગ છે. કહ્યું છે કે - પહેલો પક્ષ આત્મ સાધકની વિકાસમાન સાધનામાં અથથી ઇતિ સુધી યોગોની સહાયકતા. અર્થાત્ સાધકના માટે એ યોગ પ્રશસ્ત રાગ વગેરેના સાથે પુણ્ય બંધના નિમિત્ત થવા છતાંય અહિંસા વગેરે વ્રત, પ્રત્યાખ્યાન, તપ-ધ્યાન, સ્વાધ્યાય, સાધના વગે૨ે શુભ અનુષ્ઠાનોમાં સહયોગી બનીને આત્મશુદ્ધિ, કર્મ નિર્જરા તથા કર્મ મુક્તિમાં પ્રબળ માધ્યમ બને છે - વગર યોગોના સહારે સાધક આત્મ વિકાસની કોઈપણ ભૂમિકાથી નથી નીકળી શકતા. આત્મ વિકાસની ચરમ દશા - જે અયોગી કૈવલ્ય દશાની છે, ત્યાં યોગોનું નિરુદ્ધન થઈ જાય છે, ત્યાં કોઈપણ પ્રકારના બાહ્ય યોગોની આત્મ સાધના માટે સક્રિયતા નથી હોતી. બીજા પક્ષમાં ચતુર્ગતિ સંસાર પરિભ્રમણનું માધ્યમ પણ યોગોથી બને છે. નર-અમર-દેવથી સંબંધિત સમગ્ર ભૌતિક ઐશ્વર્ય-સંપદા પણ યોગોની શુભ સક્રિયતાથી પ્રાપ્ત થાય છે તથા નારક વગે૨ેની ઘોર વેદનાઓ પણ યોગોની અશુભ સક્રિયતાથી પ્રાપ્ત થાય છે. કોઈક દૃષ્ટિબિંદુઓથી યોગોના કલ્પતરુની ઉપમાથી ઉપમિત કરવામાં આવ્યું. ‘ઉત્તરાધ્યયન’માં પણ શાસ્ત્રકારે યોગયુક્ત આત્માને વૈતરણી નદી, કૂટશાલ્મલી વૃક્ષ, કામદુધા ધેનુ અને નંદનવનની ઉપમાથી ઉપમિત કર્યું. જેમ કે अप्पा नई वेयरणी, अप्पा मे कूड सामली । अप्पा काम दुहा धेणु, अप्पा में नन्दणं वणं ॥ આ રીતે ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં સમ્યક્તયા યોગોની સમીક્ષા કરવાથી જ સમ્યજ્ઞાન વગેરે રત્નત્રયની આરાધના સંભાવિત છે ના કે એકાંતતઃ શુભાશુભ આસ્રવ (કર્મબન્ધ) સુધી જ સીમિત રહેવામાં. એ અવશ્ય છે કે જે સમય જે નયથી વિષયનું પ્રતિપાદન કરવામાં આવે છે તે વિષય એ સમયે એ જ નયની પરિધિથી સંબંધિત હોય છે - એવું જાણવું જોઈએ પરંતુ સમગ્ર નયોની નહિ. કે એક નયના કથનમાં બીજા નયનું કથન આપેક્ષિક મુખ્ય કે ગૌણ ભાવથી સન્નિહિત થાય છે. એ કથન એકાંતતઃ હેય નથી હોતો. એકાંત હેય દૃષ્ટિકોણ દુર્નયનો સૂચક થાય છે. દુર્નય વીતરાગ ભગવાનની આજ્ઞાથી બહાર થાય છે. પુણ્ય વગેરે તત્ત્વોનું વિવેચન પણ એ જ સંદર્ભોનની સાથે સમજવી જોઈએ. આમ્રવ તત્ત્વ ૪૫
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy