SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય વિશેષાત્મક છે. પરંતુ અર્થાવગ્રહ દ્વારા વસ્તુનું સામાન્ય રૂપ જ માનવામાં આવે છે, વિશેષરૂપ નહિ. અર્થાવગ્રહનો કાળ એક જ સમયનો છે. એક સમયમાં વિશેષરૂપનો બોધ નથી થઈ શકતો. સ્વરૂપ, નામ, જાતિ વગેરેને ગ્રહણ અર્થાવગ્રહમાં નથી થતો. જીવ અર્થાવગ્રહમાં નામ-જાતિ-વિશેષ ધર્મોની વિચારણાથી રહિત સામાન્ય અર્થને જ ગ્રહણ કરે છે. પરંતુ આ બોધમાં દર્શન-સામાન્ય જ્ઞાનથી ભિન્નતા અવશ્ય રહે છે. અવગ્રહ વગેરેના ભેદ : ઇન્દ્રિય અને અતીન્દ્રિયના નિમિત્તથી મતિજ્ઞાનના બે ભેદ પૂર્વમાં બતાવવામાં આવ્યા છે. પ્રત્યેક ઇન્દ્રિયજન્ય અને મનોજન્ય જ્ઞાનના ચાર-ચાર ભેદ જોવા મળે છે. પાંચ ઇન્દ્રિયો અને એક મન - આ છયેના અવગ્રહ-ઈહા-અવાય અને ધારણા રૂપથી ચાર-ચાર ભેદ ગણવાથી ૨૪ ભેદ મતિજ્ઞાનના થાય છે. એમાં સ્પર્શન, રસના, ઘાણ અને શ્રોત્રથી થનારા વ્યંજનાવગ્રહના ચાર ભેદ મેળવવાથી મતિજ્ઞાનના ૨૮ ભેદ થઈ જાય છે. ઉક્ત ૨૮ ભેદ ક્ષયોપશમ અને વિષયની વિવિધતાથી બાર-બાર પ્રકારના થાય છે, યથા - 'बहुबहुविध क्षिप्रानिश्रितासंदिग्ध ध्रुवाणां सेतराणाम् ' - તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂત્ર-૧૬ બહુ, અલ્પ, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિશ્રિત, અનિશ્રિત, અસંદિગ્ધ, સંદિગ્ધ, ધ્રુવગ્રાહી અને અધુવગ્રાહી રૂપથી પૂર્વોક્ત મતિજ્ઞાનના ૨૮ ભેદોના બાર-બાર ભેદ થાય છે. આ રીતે ૨૮X૧૨ = ૩૩૬ ભેદ કૃતનિશ્રિત મતિજ્ઞાનના થયા. આ ભેદની ગણના સ્થૂળ દૃષ્ટિથી છે. વસ્તુતઃ સ્કૂટતા અચ્છુટતા, વિષયોની વિચિત્રતા અને ક્ષયોપશમની વિવિધતાના આધારે મતિજ્ઞાનના તરતમ ભાવથી અસંખ્ય ભેદ થાય છે. રેનો અર્થ બહુ : બહુગ્રાહી જ્ઞાન બે કે બેથી અધિક એક જ પ્રકારની વસ્તુઓને ગ્રહણ કરે છે. બે કે બેથી અધિક વસ્તુઓને જાણનારા અવગ્રહ, ઈહા વગેરે ચારેય ક્રમભાવી મતિજ્ઞાન, બહુગ્રાહી અવગ્રહ, બહુગ્રાહી ઈહા, બહુગ્રાહી અવાય અને બહુગ્રાહી ધારણા કહેવાય છે. અલ્પ ઃ એક વસ્તુને ગ્રહણ કરનાર મતિજ્ઞાન અલ્પગ્રાહી અવગ્રહ, અલ્પગ્રાહી ઈહા, અલ્પગ્રાહી અવાય અને અલ્પગ્રાહી ધારણા કહેવાય છે. બહુવિધનો અર્થ અનેક પ્રકારથી અને એકવિધનો અર્થ એક પ્રકારથી છે. જેમ આકારપ્રકાર, રૂપ, રંગ વગેરે વિવિધતા રાખનાર પુસ્તકોને જાણનાર અવગ્રહ વગેરે ક્રમથી બહુવિધગ્રાહી અવગ્રહ વગેરે કહેવાય છે. આકાર-પ્રકાર, રૂપ-રંગ વગેરેમાં એક જ પ્રકારનાં પુસ્તકોને જાણનાર જ્ઞાન અલ્પવિધ અવગ્રહ વગેરે કહેવાય છે. બહુ-અ૫નો અર્થ વસ્તુની સંખ્યાથી છે અને બહુવિધ એકવિધનો અર્થ પ્રકાર કે જાતિથી છે. આ બંનેમાં અંતર સમજવું જોઈએ. [ મતિજ્ઞાનના ભેદ છે. જે ૧૯૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy