SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ છેદ-કાળ બીજો છે. અને નીચેનાં પાંદડાંનો છેદકાળ બીજો છે. ઉપરના પાંદડાંના છેદમાં પણ અસંખ્યાત સમય લાગે છે. આટલું સૂક્ષ્મ છે, સમયનું સ્વરૂપ. કાળચક્ર અને એનો પ્રભાવ ઃ લોકસ્થિતિના પ્રભાવથી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાળનો અલગ-અલગ પ્રભાવ છે. મુખ્ય રૂપથી કાળના બે વિભાગ છે - (૧) અવસર્પિણી કાળ અને (૨) ઉત્સર્પિણી કાળ. જે કાળમાં જીવોની શક્તિ, અવગાહના અને આયુ ક્રમશઃ ઘટતા જાય છે તથા ભૂમિ વગેરે પદાર્થોના રસ-કસમાં ક્રમશઃ ઓછપ આવે-જાય છે, તે કાળ અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. જે કાળમાં જીવોની શક્તિ-અવગાહના-આયુ વગેરે તથા ભૂમિ વગેરે પદાર્થોના રસ-કસમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે, તે કાળ ઉત્સર્પિણી કાળ કહેવાય છે. અવસર્પિણી કાળની સમાપ્તિ પર ઉત્સર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળની સમાપ્તિ પર અવસર્પિણી કાળ આવે છે. અનાદિ કાળથી આ ક્રમ ચાલ્યો આવે છે અને અનંત અનાગત કાળમાં આ જ ક્રમ ચાલતો રહેશે. છ આરાઓનું વર્ણન ઉત્સર્પિણી કાળ દસ ક્રોડાક્રોડી સાગરોપમનો છે અને અવસર્પિણી કાળ પણ દસ ક્રોડાક્રોડી (કરોડ) સાગરોપમનો છે. બંને મળીને વીસ ક્રોડાક્રોડી સાગરોપમનો એક કાળચક્ર થાય છે. કાળચક્રના કુલ બાર આરક છે. પ્રત્યેક કાળના છ આરા છે. અવસર્પિણી કાળના છ આરાઓનું વિવરણ અહીં આપવામાં આવે છે. (૧) સુષમ-સુષમ : અવસર્પિણી કાળના પહેલા સુષમ-સુષમ આરામાં મનુષ્યોના શરીરની અવગાહના ત્રણ કોસની હોય છે. આયુ ત્રણ પલ્યોપમનું હોય છે. મનુષ્યોના શરીરમાં બસો છપ્પન પાંસળીઓ હોય છે. તે સમચતુ૨સ્ર સંસ્થાન અને વજ્ર ઋષભ નારાચ સંહનનવાળા હોય છે. એ સમયના મનુષ્ય રૂપવાન અને સરળ સ્વભાવના હોય છે. એ કાળમાં સ્ત્રી અને પુરુષનું યુગલ પેદા થાય છે. દસ પ્રકારનાં કલ્પવૃક્ષોથી એમની આવશ્યકતાઓ પૂર્ણ થાય છે. આ આરામાં ત્રણ-ત્રણ દિવસના અંતરથી કલ્પવૃક્ષનાં ફળ તથા મૃત્તિકા વગેરેનો આહાર કરે છે. (યુગલિક મનુષ્ય પહેલાં આરામાં આહાર તુવેરના દાણાના બરાબર, બીજા આરામાં બોર બરાબર અને ત્રીજા આરામાં આંબળાની બરાબર આહાર કરે છે, એવું ગ્રંથકાર કહે છે.) એ સમયની માટીનો સ્વાદ સાકરના સમાન મીઠો હોય છે. પહેલા આરામાં યુગલિક સ્ત્રી-પુરુષની આયુ જ્યારે છ મહિના શેષ રહે છે, તો યુગલિની પુત્ર-પુત્રીની એક જોડી પ્રસવ કરે છે. (જ્યારે યુગલની આયુ પંદર મહિના શેષ (બાકી) રહે છે ત્યારે યુગલિની ઋતુને પ્રાપ્ત થાય છે. એ સમયે યુગલને વેદ મોહનીયનો તીવ્ર ઉદય હોવાથી એમનો યૌન-સંબંધ થાય છે અને નારી ગર્ભ ધારણ કરે છે. એનાથી પહેલાં તે ભાઈ-બહેનની જેમ રહે છે. આ ઉત્તમતાના કારણે યુગલ નર-નારી દેવગતિ પ્રાપ્ત કરે છે, એવું વૃદ્ધોનું કથન છે.) કાળચક્ર : એક અનુશીલન 36;
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy