SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) રત્નાધિક પ્રતિ તેમના સમક્ષ કઠોર અથવા મર્યાદાથી અધિક બોલવું. (૨૧) રત્નાધિક દ્વારા બોલાવવાથી શિષ્યને ઉત્તરમાં “પત્થUST વંલાનિ' કહેવું જોઈએ. એવું ન કહી “શું કહો છો ?” આ અભદ્ર શબ્દોમાં ઉત્તર આપવો. (૨૨) રત્નાધિક દ્વારા બોલાવવા પર શિષ્ય તેમની સમીપ આવીને વાત સાંભળવી જોઈએ. આવું ન કરતાં આસન પર બેઠા-બેઠા વાત સાંભળવી અને ઉત્તર આપવો. (૨૩) ગુરુદેવના પ્રતિ “તું' શબ્દનો પ્રયોગ કરવો. (૨૪) ગુરુદેવ કોઈ કાર્યની આજ્ઞા આપે તો તેનો સ્વીકાર ન કરતા ઊલટાનું એમને કહેવાનું કે - “તમે જ કરી લો.” (૨૫) ગુરુદેવની ધર્મકથા કહેવા પર ધ્યાનથી ન સાંભળવી અને અન્યમનસ્ક રહેવું, પ્રવચનની પ્રશંસા ન કરવી. (૨૬) રત્નાધિક ધર્મકથા કરતા હોય તો વચમાં જ ટોકવા - ‘તમે ભૂલી ગયા,” “આ આમ નહિ આમ છે” વગેરે. (૨૭) રત્નાધિક ધર્મકથા કરતા હોય ત્યારે કોઈ ઉપાયથી કથા ભંગ કરવી અને સ્વયં કથા કહેવા લાગવી. (૨૮) રત્નાધિક ધર્મકથા કરતા હોય તે સમય પરિષદનું ભેદન કરવું અને કહેવું - “ક્યાં સુધી કહેશો, ભિક્ષાનો સમય થઈ ગયો છે.” (૨૯) રત્નાધિક ધર્મકથા કરી ચૂક્યા હોય અને જનતા હમણાં વિખરાઈ ન હોય તો એ સભામાં ગુરુદેવ-કથિત ધર્મકથાના જ અન્ય વ્યાખ્યાન કરવા અને કહેવું કે - “આના ભાવ વધુ હોય છે.” (૩૦) ગુરુદેવની શય્યા-સંસ્તારકને પગથી અડીને ક્ષમા માંગ્યા વિના જ ચાલ્યા જવું. (૩૧) ગુરુદેવની શય્યા-સંસ્તારક પર ઊભા રહેવું, બેસવું અને સૂવું. (૩૨) ગુરુદેવના આસનથી ઊંચા આસન પર ઊભા થવું, બેસવું અને સૂવું. (૩૩) ગુરુદેવના આસનની બરાબર આસન પર ઊભા રહેવું, બેસવું, સૂવું. આ આશાતનાઓ હરિભદ્રીય આવશ્યકના પ્રતિક્રમણાધ્યયનના અનુસાર આપી છે. “સમવાયાંગ' અને “દશાશ્રુતસ્કન્ધ સૂત્ર'માં પણ થોડા ક્રમ-ભંગના સિવાય આ જ આશાતનાઓ છે. આ પ્રકાર ભિન્ન-ભિન્ન વિવક્ષાઓ અને ભિન્ન-ભિન્ન અપેક્ષાઓથી મિથ્યાત્વના પચીસ ભેદ હોય છે. આભિગ્રાહિક વગેરે ૫, અધર્મને ધર્મ સમજવો વગેરે ૧૦, ૧૬ લૌકિક, ૧૭ લોકોત્તર, ૧૮ કુપ્રવચનિક, ૧૯ જૂન, ૨૦ અતિરિક્ત, ૨૧ વિપરીત, ૨૨ અક્રિયા, ૨૩ અવિનય, ૨૪ અજ્ઞાન અને ૨૫ આશાતના મિથ્યાત્વ. ઉપર્યુક્ત બધા પ્રકારના મિથ્યાત્વોના સ્વરૂપને જાણીને તેનાથી સદા દૂર રહેવું જોઈએ. કારણ તે મિથ્યાત્વ મહાઆમ્રવના દ્વાર છે. જ્યાં સુધી આ બન્યું રહે છે ત્યાં સુધી ધર્મ અને મોક્ષના દ્વાર બંધ રહે છે અને અનંત સંસારના દ્વાર ખુલ્લા રહે છે. તેથી મિથ્યાત્વને હટાવીને સમ્યકત્વની આરાધના હેતુ સદા જાગરુક રહેવું જોઈએ. સમ્યકત્વ પ્રાપ્તિના પછી જ મોક્ષપથ પર ગતિ અને પ્રગતિ થઈ શકે છે. ' (પ્રકરણ નંબર - ૬૩ થી ૧૦૫ ભાગ - ૨ માં જોવું.) [૫૨૦j00000000000000000; જિણધામો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy