SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. આસાલિક - ચક્રવર્તી, વાસુદેવ રાજા વગેરેની છાવણીઓમાં ગ્રામ, નગર વગેરેમાં, જ્યારે તેમના વિનાશનો પ્રસંગ આવે છે, ત્યારે જઘન્ય આગળના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજનવાળા આસાલિક ભૂમિને ફાડીને ઉત્પન્ન થાય છે. આ આસાલિક અસંજ્ઞી અને મિથ્યાષ્ટિ હોય છે તથા અંતર્મુહૂર્તમાં જ કાળને પ્રાપ્ત થઈ જાય છે. ૪. મહોરમ - લાંબી અવગાહનવાળા સર્પ, જેને એક હજાર યોજનની અવગાહના હોય છે. (૫) ભુજ-પરિસર્પ : ભુજાઓના બળથી ચાલનાર જીવ. જેમ કે ઉંદર, નોળિયો વિસુમરા વગેરે. આમના પણ ચાર ભેદ છે. - સંજ્ઞ-અસંશી, પર્યાપ્ત અને અપર્યાપ્ત. ઉક્ત રીતિથી તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદ સમજવા જોઈએ. બધા મેળવીને ૨૨+૬+ ૨૦ = ૪૮ ભેદ તિર્યંચના હોય છે. તિર્યંચોની સ્થિતિઃ (આયુમાન)ઃ તિર્યંચોની ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુ) ત્રણ પલ્યોપમ અને જઘન્ય અંતર્મુહૂર્ત છે. સ્થિતિ બે પ્રકારની છે - ભવસ્થિતિ અને કાયસ્થિતિ. કોઈપણ જીવ જન્મ મેળવીને તેમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા કાળ સુધી જીવી શકે છે, તે ભવસ્થિતિ છે. વચમાં કોઈ બીજી જાતિમાં જન્મ ગ્રહણ ન કરીને કોઈ એક જ જાતિમાં વારંવાર ઉત્પન્ન થવું કાયસ્થિતિ છે. ઉપર તિર્યંચોના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ભવસ્થિતિનું કથન કરવામાં આવ્યું છે. એમની જઘન્ય કાયસ્થિતિ પણ અંતમુહૂર્ત પ્રમાણ જ છે. વિગતવાર તિર્યંચોની બંને પ્રકારની સ્થિતિ આ પ્રકાર છે. પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષની છે. જલકાયની ભવસ્થિતિ સાત હજાર વર્ષ, વાયુકાળની ભવસ્થિતિ ત્રણ હજાર વર્ષ અને તેજસ્કાયની ભવસ્થિતિ ત્રણ અહોરાત્ર છે. આ ચારેની કાયસ્થિતિ અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ-પ્રમાણ છે. વનસ્પતિ કાયની ભવસ્થિતિ દસ હજાર વર્ષ અને કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ પ્રમાણ છે. કીન્દ્રિયની ભવસ્થિતિ બાર વર્ષ, ત્રીન્દ્રિયની ઓગણપચાસ અહોરાત્ર અને ચતુરિન્દ્રિયની છ માસ છે. આ ત્રણેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષ છે. પંચેન્દ્રિય તિર્યચોમાં ગર્ભજ અને સંમૂછિમની ભવસ્થિતિ ભિન્ન-ભિન્ન છે. ગર્ભજોમાં જળચર, ઉરગ અને ભુજગની ભવસ્થિતિ કરોડ પૂર્વ, પક્ષીઓની ભવસ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અને ચતુષ્પાદ સ્થળચરની ભવસ્થિતિ ત્રણ પલ્યોપમ છે. સંમૂચ્છિમ જીવોમાં જળચરન્ત ભવસ્થિતિ કરોડ પૂર્વ, ઉરગની ભવસ્થિતિ ત્રેપન હજાર વર્ષ, ભુજગની ભવસ્થિતિ બેતાલીસ હજાર વર્ષ, પક્ષીઓની ભવસ્થિતિ બોતેર હજાર વર્ષ અને સ્થળચરોની ભવસ્થિતિ ચોર્યાસી હજાર વર્ષ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોની કાયસ્થિતિ સાત અથવા આઠ જન્મ ગ્રહણ અને સંમૂચ્છિમ જીવોની કાયસ્થિતિ સાત જન્મ ગ્રહણ-પ્રમાણ છે. (૩૮) છે ) 0000000000 જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy