________________
રાગ-દ્વેષની તીવ્રતા અને આત્મિક અજ્ઞાનતા હોય છે, માટે એ પોતાના વિપુલ જ્ઞાન ભંડારનો ઉપયોગ માત્ર સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરે છે. તેથી એના જ્ઞાનને અજ્ઞાન કહેવાય છે. સમ્યગુદૃષ્ટિ આત્મામાં રાગ-દ્વેષની તીવ્રતા નથી હોતી અને આત્મ જ્ઞાન હોય છે, માટે તે પોતાના લૌકિક જ્ઞાનનો ઉપયોગ પણ આત્મકલ્યાણ માટે કરે છે. આ અપેક્ષાથી એના જ્ઞાનને જ્ઞાન કહેવાય છે.
જ્ઞાનનું કાર્ય છે જાણેલા તત્ત્વ પર શુદ્ધ શ્રદ્ધા કરવી. જે જ્ઞાનમાં આ કાર્ય (ફળ) નથી હોતું એ જ્ઞાન નથી કહી શકાતું. જેમ કે જે પુત્ર પોતાનું કાર્ય-કર્તવ્ય ન કરતો હોય તે લોકમાં કુપુત્ર કહેવાય છે, એમ જ જે જ્ઞાન તત્ત્વ શ્રદ્ધારૂપ કાર્ય નથી કરતો તે કુજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે. મિથ્યાષ્ટિ જીવમાં તત્ત્વ શ્રદ્ધા રૂપ જ્ઞાનનું કાર્ય નથી જોવામાં આવતું, માટે મિથ્યાષ્ટિનું જ્ઞાન કુશાન કે અજ્ઞાન કહેવાય છે.
મિથ્યાદેષ્ટિનું જ્ઞાન વિપર્યયને લીધે હોય છે. તે વિપર્યય (વિપરીતતા) ત્રણ પ્રકારનું છે - (૧) કારણ-વિપર્યય, (૨) સ્વરૂપ-વિપર્યય અને (૩) ભેદભેદ-વિપર્યય.
(૧) કારણ-વિપર્યય : નિમિત્ત ઉપાદાન વગેરે કારણો વિશે વિપરીત માન્યતા હોવી કારણ-વિપર્યય છે.
(૨) સ્વરૂપ-વિપર્યય : જડ-ચેતન કે જીવ-અજીવ વગેરે પદાર્થોના વસ્તુ-સ્વરૂપને સમજવામાં મિથ્યા ધારણા રાખવી સ્વરૂપ-વિપર્યય છે.
(૩) ભેદાભેદ-વિપર્યય : શેય તત્ત્વની ભિન્નતા કે અભિન્નતાની યથાર્થ ઓળખાણ ન થવાના કારણે ભેદાભેદની મિથ્યા ધારણા રાખવી ભેદભેદ-વિપર્યય છે.
આ વિપર્યયમાં સંશય-અધ્યવસાયનો પણ સમાવેશ છે. મિથ્યાષ્ટિ જીવને નવતત્ત્વ સંબંધી વિપરીત શ્રદ્ધા હોય છે, એ વિપર્યય છે. સંશય અને અનધ્યવસાય પણ મિથ્યાત્વ છે. કેટલાક લોકોને એ શંકા થાય છે કે ધર્મ-અધર્મ કંઈ છે કે નહિ? સર્વજ્ઞ છે કે નથી ? પરલોકનું અસ્તિત્વ છે કે નથી. એ બધી શંકા મિથ્યાજ્ઞાન છે.
કેટલાક લોકોને આ અનધ્યવસાય (અનિર્ણય) થાય છે કે શું કરે અને શું ના કરે ? તર્કશાસ્ત્રથી કોઈ નિર્ણય થઈ શકતો નથી. આગમ ભિન્ન-ભિન્ન પ્રકારથી વસ્તુ-સ્વરૂપ બતાવે છે, કોઈ કંઈ કહે છે, કોઈ કંઈ. આ પ્રકારનું અનધ્યવસાય પણ મિથ્યાત્વ છે. - વિપર્યય, સંશય અને અનધ્યવસાય રૂપ મિથ્યાત્વથી હટીને વસ્તુના સત્-અસતુ વગેરે સ્વરૂપને યથાર્થ રૂપથી જાણીને એના પર શ્રદ્ધા કરવાથી જ સમ્યકત્વ પ્રગટ થાય છે. આ સમ્યકત્વના આવવાથી જ જ્ઞાનમાં સમ્યકત્વ આવે છે, અર્થાત્ તે સુજ્ઞાન કહેવામાં આવે છે અને એ જ મોક્ષમાર્ગમાં સહાયક થઈ શકે છે. દૂ કેવળજ્ઞાન) .00 0.00 0.00 000 0. ૨૩૫)