SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ વાસ્તવિક વિવેચન શ્રવણ કરીને સાધુ માર્ગમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને બાવીસ વિભાગો(સંગાટકો)માં વિભક્ત થઈને અલગ-અલગ ક્ષેત્રોમાં વિચરણ કરીને સાધુમાર્ગને વિકસિત કરવા લાગ્યા. એકબીજા સંગાટકના આવાગમનની મુશ્કેલીના કારણે વિશેષ સંપર્ક ન થવાથી, લાંબા સમય સુધી અમુક ક્ષેત્ર-વિશેષમાં જ વિચરણ કરવાથી અલગ-અલગ દિક્ષાઓ થતી રહેવાથી તે જ સંગાટક બાવીસ સંપ્રદાય અથવા બાવીસ ટોળાના નામથી પ્રચલિત થયા. તત્કાલીન યતિ સમાજ તરફથી એમને ઘણા ઉપસર્ગ પણ આવ્યા. એક વખત રહેવાયોગ્ય મકાન ન મળવાથી તૂટેલા-ફૂટેલા મકાનમાં રહ્યા, જેને તત્કાલીન ભાષામાં સૂંઢા કહેવામાં આવતા હતા. એ ટૂંઢામાં રહેવાથી સાધુઓને “ટૂંઢિયા' કહીને બોલાવવા લાગ્યા. તેથી સ્થાનકવાસી, બાવીસ સંપ્રદાય, બાવીસ ટોળા અને ટૂંઢિયા બધા સાધુમાર્ગીનું જ ઉપનામ છે. આ રીતે અનેક સંકટોને સહન કરતાં-કરતાં પોતાનાં ઉપનામોમાં પ્રસિદ્ધિ મેળવતાં સાધુમાર્ગ અનવરત ગતિથી ચાલી રહ્યો હતો કે વીર નિર્વાણ સંવત ૨૨૮૦ની આસપાસ આચાર્ય શ્રી રૂઘનાથજીએ કંટાલિયાના શ્રી ભીખણજી નામના શિષ્યને દયાદાનના સિદ્ધાંતવિપરીત પ્રરૂપણાના કારણે સંઘથી બહિષ્કૃત કરી દીધા. ગુરુથી બહિષ્કૃત થઈ જવાથી એમણે એક નવા પંથની સ્થાપના કરી, જે “તેરહપંથ'ના નામથી સમાજ સમક્ષ આવ્યા. આ રીતે સાધુમાર્ગના અનેક સંપ્રદાય, પંથ, મત વિભક્ત થતા ગયા, પરંતુ મૂળ સાધુ માર્ગ આજ પણ સુરક્ષિત ગતિમાન છે અને મહાવીરની વાણી અનુસાર આ ભરત ક્ષેત્રમાં એકવીસ હજાર (૨૧૦૦૦) વર્ષ સુધી નિરંતર ચાલતો રહેશે. ___ जंबु दीवेणं भन्ते ! दीवे भारहेवासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवत्तियं कालं तित्थे अणुसिज्जरसइ । गोयमा ! जम्बुदीवे भारहेवासे इमीसे ओसप्पिणीए ममं एगवीसं वाससहस्साई तित्थे अणुसिज्जिस्सइ ।" . - ભગવતી શતક-૨૦, ૩.-૬ જો કે મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી તો સાધુમાર્ગીય પરંપરા અનાદિ અનંત અનવરત ગતિશીલ છે, પરંતુ “તત્ત્વ મહોદધિ ભગવતી સૂત્રના ઉપર્યુક્ત ઉદ્ધરણમાં જંબૂઢીપ ક્ષેત્રની અપેક્ષાએ એ સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે – આ પરંપરા અર્થાત્ મહાવીર-શાસનનો સાધુમાર્ગ એકવીસ હજાર વર્ષ સુધી અનવરત ગતિશીલ રહેશે. અસ્તુ, આ સાધુમાર્ગી અપર નામથી સ્થાનકવાસી આજ પણ ગતિશીલ છે. પ્રભુ મહાવીરના પશ્ચાતુ અનેક મહાન, પ્રભાવક સંઘ ધુરીણ આચાર્યોએ આ શાસન ઉદ્યાનનું ખૂબ જ સિંચન કર્યું છે. મહાન તપોધની આચાર્ય શ્રી હુકમીચંદજી મ.સા. જેવા ક્રાંત દ્રષ્ટાઓએ ક્રાંતિ-બીજોનું વપન કર્યું. મહાન જ્યોતિપુંજ આચાર્ય જ્યોતિર્ધર જવાહરે એ સિંચનને સુવિશેષ ગતિ પ્રદાન કરી તથા શાંત ક્રાંતિના ઉગ્રદૂત સંયમીય મર્યાદાઓના સજગ પ્રહરી, અગાધ ચારિત્રનિધિ આચાર્ય શ્રેષ્ઠ શ્રી ગણેશલાલજી મ.સા.એ એ બીજોમાં સશક્ત ઉર્વરક (પોષક) શક્તિનો સંચાર કર્યો. નિષ્કર્ષની ભાષામાં સાધુ માર્ગ અનાદિ-અનંતની સંસ્કૃતિમાં અનવરત ગતિશીલ રહ્યો છે અને રહેશે. આ ઉત્સર્પિણી કાળ જ છે (૪૦૯)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy