SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ અલગ થઈ ગઈ, જે શરીર ઉપર વસ્ત્ર નહિ રાખવાના કારણે દિગંબરના નામથી પ્રચલિત થઈ. એનો અલગ થવાનો સમય વીર નિર્વાણના છસો નવ વર્ષ પછીનો બતાવવામાં આવે છે. જૈન ધર્મના પ્રભાવક આચાર્ય'માં આનો ઉલ્લેખ આ પ્રકાર આવ્યો છે . વીર નિર્વાણની સાતમી શતાબ્દીના પૂર્વાર્ધમાં અવિભક્ત જૈન શ્રમણ-સંઘ શ્વેતાંબર અને દિગંબર આ બંને વિશાળ શાખાઓમાં વિભક્ત થઈ ગયો હતો. શ્વેતાંબર માન્યતા અનુસાર વી. નિ. ૬૦૯(વિ.સં. ૧૩૯)માં દિગંબર મતની સ્થાપના થઈ.” - સાધુ માર્ગમાં ચાલનાર સંયત આગમાનુકૂલ શ્વેત પરિધાનથી યુક્ત હોવાથી શ્વેતાંબરના નામથી સંબોધિત થવા લાગ્યા આ શ્વેતાંબર એ સમયે સાધુમાર્ગનું જ ઉપનામ હતું. એના પછી વીર નિર્વાણ સાતમી શતાબ્દીના ઉત્તરવર્તી સમયમાં બાર વર્ષનો ભયાનક દુષ્કાળ પડ્યો, જેમાં સાધુમાર્ગી સમાજની જ ઘણી ક્ષતિ થઈ. અનેક શ્રમણ શ્રી ભદ્રબાહુ સ્વામીના સાથે ઉત્તર ભારતથી દક્ષિણ ભારતમાં વિહાર કરીને ચાલ્યા ગયા, પરંતુ જે શ્રમણ તે દુષ્કાળના ક્ષેત્રમાં સ્થિત રહી ગયા, તે પોતાની સ્થિતિમાં સુરક્ષિત ના રહી શક્યા, જેના પરિણામસ્વરૂપ આગળ જઈને વીતરાગ દેવોની મૂર્તિ તથા મંદિર વગેરેના નિર્માણનો પ્રસંગે ઉપસ્થિત થયો અને એ જ સમયથી શ્વેતાંબર સાધુમા” બે ભાગોમાં વિભક્ત થઈ ગયો, જે વિભાગ મંદિરની આસ્થા રાખીને ચાલવા લાગ્યા ને મૂર્તિપૂજક(ચૈત્યવાસી)ના નામથી પ્રચલિત થયા. આનો સમય વીર નિર્વાણના છસો નેવું વર્ષના લગભગનો બતાવવામાં આવે છે. પરંતુ વીર નિર્વાણ સંવત ૮૮૨થી તો એમનું સ્પષ્ટ રૂપથી વિભક્તિકરણ થઈ ગયુ હતું એવું - જૈન ધર્મના પ્રભાવક આચાર્ય'માં લખ્યું છે - “શ્વેતાંબર પરંપરાના મુનિ સમુદાય વીર નિર્વાણ ૮૮૨(વિ.સં. ૪૧૨)માં બે ભાગોમાં સ્પષ્ટ રૂપથી વિભક્ત થઈ ગયો હતો. એક પક્ષ ચૈત્યવાસી સંપ્રદાયના નામથી અને બીજો પક્ષ સુવિહિતમાર્ગી નામથી સુપ્રસિદ્ધ થયો. ચૈત્યવાસી મુનિ મુક્તભાવથી શિથિલાચારને સમર્થન આપવા લાગ્યા હતા. જે સાધુસમાજ વીતરાગ આજ્ઞાનુસાર પૂર્વની જેમ જ આચરણ તથા પ્રરૂપણ પદ્ધતિને અપનાવતા રહ્યા, તે કવચિત્ સુવિહિતમાર્ગી તથા સ્થાનક વગેરેમાં સ્થિત રહેવાથી સ્થાનકવાસીના નામથી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા લાગ્યા, આ રીતે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સ્થાનકવાસી તથા સુવિહિતમાર્ગના રૂપમાં સાધુમાર્ગી પલ્લવિત પુષ્પિત થતો રહ્યો અને ઉત્તર ભારતમાં યતિ-સમાજનું પ્રાબલ્ય રહ્યું. વીર પ્રભુની જન્મરાશિ પર લગાવાયેલા ભષ્મગ્રહની પરિસમાપ્તિ પર વીર લોકશાહે જન્મ લીધો અને લઘુવયમાં જ પોતાની કુશાગ્ર બુદ્ધિબળથી રાજ સમ્માન પ્રાપ્ત કર્યું. ઘટના વિશેષથી સંસારમાં ઉદાસીન થઈને આત્મચિંતનમાં લાગ્યા - તત્કાલીન ગૃહસ્થ વર્ગ માટે “વાંચે સૂત્ર તો મરે પુત્ર'ની લૌકિક માન્યતાને ગૌણ કરીને તમે જૈનાગમોનું અધ્યયન કર્યું. જેનાગમોમાં અધ્યયનથી આપના અંતર્થક્ષુ ખૂલી ગયાં, જેનાથી આપે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજવા અને એનો પ્રચાર-પ્રસાર કરવા શરૂ કરી દીધો. આ રીતે તેમણે ઉત્તર ભારતમાં પુનઃ ક્રાંતિનો નાદ ફેંક્યો અને સાધુ માર્ગનો પ્રચારપ્રસાર કર્યો. પરંતુ એમણે કોઈ નવો માર્ગ ન ચલાવ્યો. અનેકો ભવ્યોએ આપનાથી જૈનાગમોનું (૪૦૮) OOOOOOOOOOOOOOOX જિણધમ્યો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy