SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ શકતા. પરંતુ એ વાક્યથી એટલું અવશ્ય સમજાય છે કે આ ઘડામાં ઘી રાખવામાં આવે છે. જેમાં ઘી રાખવામાં આવે છે એ ઘડાને ઘીનો ઘડો કહે છે. વ્યવહારનયથી આ કથન સત્ય છે અને આ જ આધાર પર વ્યવહારનય પણ સત્ય છે, મિથ્યા નથી. વ્યવહારનય મિથ્યા ત્યારે થાય છે જ્યારે એના વિષયને અન્યથા માની લેવામાં આવે. જો કોઈ “ઘીનો ઘડો' આ વાક્યનો આ અર્થ સમજે કે ઘડો ઘીનો બનેલો છે, તો તે સત્ય અને પ્રમાણભૂત નથી. ક્યાંય ઘીથી ઘડો બનતો નથી, પણ ઘડો ઘીનો આધાર માત્ર છે. ત્યાં સુધી વ્યવહારનય પોતાના વ્યાવહારિક સત્ય પર સ્થિર છે, જ્યાં સુધી એને મિથ્યા નથી કહેવામાં આવતું. વ્યવહારનયના બે ભેદ છે - (૧) સભૂત-વ્યવહારનય અને (૨) અ ભૂતવ્યવહારનય. એક વસ્તુમાં ગુણ-ગુણીના ભેદથી ભેદને વિષય કરનાર સભૂત-વ્યવહારનય છે. એના પણ બે ભેદ છે : ઉપચરિત- ભૂત-વ્યવહારનય અને અનુપરિચિત-સભૂતવ્યવહારનય. સોપાધિક ગુણગુણીમાં ભેદ ગ્રહણ કરનાર ઉપચરિત-ભૂત-વ્યવહારનય છે. નિરુપાધિક ગુણ-ગુણીમાં ભેદ ગ્રહણ કરનાર અનુપચિત-સભૂત-વ્યવહારનય છે. જેમ કે જીવનું મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન વગેરે લોકમાં વ્યવહાર થાય છે. જીવના મતિશ્રુત જ્ઞાન વગેરે ક્ષાયોપથમિક હોવાથી સોપાધિક છે. માટે આ ઉપચરિત-સભૂત-વ્યવહારનય છે. કેવળજ્ઞાન રૂપ નિરુપાધિક ગુણથી યુક્ત “કેવળીની આત્મા કે વીતરાગ આત્માનું કેવળજ્ઞાન' આ પ્રયોગ અનુપચરિત-સદ્ભૂત-વ્યવહારનય છે. અસભૂત-વ્યવહારનયના પણ બે ભેદ છે - (૧) ઉપચરિત-અસભૂત-વ્યવહાર અને (૨) અનુપચરિત-અસદ્ભૂત-વ્યવહાર. સંબંધ સહિત વસ્તુને સંબંધનો વિષય કરનાર નય ઉપચરિત અસભૂત વ્યવહાર છે. જેમ કે દેવદત્તનું ધન. અહીં દેવદત્તનો ધન સાથે સંબંધ માનવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવમાં તે કલ્પિત હોવાથી ઉપચરિત છે. સંબંધથી હિત વસ્તુમાં સંબંધને વિષય કરનાર નય અનુપચરિત-અભૂતનય કહેવામાં આવે છે. જેમ “ઘીનો ઘડો લાવો'. આ વાક્યમાં વૃત અને ઘટના સંબંધ ઉપચરિત નથી, કારણ કે ઘટમાં ઘી ભરેલું છે કે ભર્યું હતું. ઘીનો ઘડો (ઘીથી નિર્મિત ઘડો) વાસ્તવમાં હોતો નથી, માટે અદ્ભુત છે. એક બીજા અન્ય વર્ગીકરણની અપેક્ષા નયના બે ભેદ છે - (૧) જ્ઞાનનય અને (૨) ક્રિયાનય. કોઈ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જાણવું જ્ઞાનનય છે, જ્ઞાનનયથી પ્રાપ્ત બોધ અનુસાર જીવનમાં એને ઉતારવો ક્રિયાનય છે. અન્ય વિવક્ષાથી નયના બે ભેદ છે - (૧) દ્રવ્યનય અને (૨) ભાવનય. જ્ઞાનપ્રધાન નયને ભાવનય અને શબ્દપ્રધાન નયને દ્રવ્યનય કહે છે. - ઉપસંહાર અધ્યાત્મ જગતમાં પણ નિશ્ચયનય અને વ્યવહારનયને લઈને બહુ જ મતભેદ દષ્ટિગોચર થાય છે. આ નયોના સ્વરૂપને યથાર્થ રૂપમાં ન અપનાવવાનું પરિણામ છે. અધ્યાત્મ શાસ્ત્રનો ઉદ્દેશ્ય છે કે તે સાધકને આ સ્પષ્ટ બતાવી દે કે એનું ગંતવ્ય સ્થાન ક્યાં છે ? એનું પરમ અને ચરમ લક્ષ્ય શું હોઈ શકે છે ? વચ્ચેનો પડાવ એનો સાધ્ય નથી. K નયવાદ DOOOOOOOOOOOOO (૫૯)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy