SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ યમ-નિયમ વગેરે રૂપ નિવૃત્તિ કરવા છતાં પણ ધન, સ્વજન અને ભોગોનો ત્યાગ કરવા છતાંય પંચાગ્નિ તપ વગેરે દ્વારા શારીરિક કષ્ટ સહન કરવા છતાંય મિથ્યાષ્ટિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતી નથી. આગળ નિર્યુક્તિકાર કહે છે - तम्हा कम्माणीअं जेउमणो दंसणम्मि पयइज्जा । दंसणवओ हि सफलाणि हुंति तवनाणचरणाई ॥ - આચારાંગ નિયુક્તિ, ગાથા-૨૨૧ અર્થાત્ કર્મરૂપી સેનાને જીતવા માટે સમ્યગુદર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે સમ્યગદર્શન વગર કર્મોનો ક્ષય થઈ શકતો નથી. સમ્યકત્વી દ્વારા કરેલાં તપ-જપ-જ્ઞાન અને ચારિત્ર જ સફળ થાય છે. માટે સમ્યકત્વ-પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. ઉપર્યુક્ત ઉદ્ધરણોથી સમ્યગુદર્શનનો મહિમા અને ગરિમાનો સ્પષ્ટ પરિચય મળી જાય છે. સારાંશ એ છે કે આ સમ્યગુદર્શન અનુપમ સુખનો ભંડાર, સર્વ કલ્યાણનું બીજ અને સંસારસાગરથી પાર ઊતરવા માટે એક મહાન યાન-પાત્ર (જહાજ) છે. જેણે સમ્યગુદર્શનને પ્રાપ્ત કરી લીધું છે, એની સમક્ષ ત્રણ લોકના રાજ્યનું સુખ પણ કોઈ વિસાતમાં નથી. સમ્યગુદર્શન જે કોઈપણ આત્મામાં પ્રગટ થઈ જાય છે, એ કૃતકૃત્ય થઈ જાય છે, એનો બેડો પાર થઈ જાય છે. સમ્યગદર્શનની જ્યોતિ જ્યારે સાધકના જીવનપથને આલોકિત કરી દે છે, તો આ અનંત સંસારસાગરમાં સાધકને કોઈ પ્રકારનો ભય નથી રહેતો. એ એવું સમજે છે કે સમ્યગદર્શન રૂપ ચિંતામણિ રત્ન જ્યારે મારી પાસે છે, મારામાં જ છે, પછી મારે કોઈ વાતની ચિંતા અને કઈ વાતનો ભય ? જેના પાસે આ અક્ષય-નિધિ હોય એ દીન-હીન કેવી રીતે હોઈ શકે. એવો અદ્ભુત, અનુપમ અને અદ્વિતીય મહિમા છે સમ્યગ્દર્શનનો. સમ્યગુદર્શન એ પારસમણિ છે, જેના સ્પર્શમાત્રથી અજ્ઞાનરૂપી લોખંડ જ્ઞાનરૂપી સોનામાં બદલાઈ જાય છે. સમ્યગદર્શનનો મહિમા બતાવતા “સૂત્રકૃતાંગ સૂત્ર” માં સૂત્રકાર લખે છે – जे या बुद्धा महाभागा, वीरा असमत्त दंसिणो । असुद्धं तेसिं परक्कंतं, सफलं होइ सव्वसो ॥ जे याऽबुद्धा महाभागा वीरा सम्मत्त-दंसिणो । सुद्धं तेसिं परक्कंतं सफलं होइ सव्वसो ॥ - સૂત્રકૃતાંગ સૂત્ર, અ-૮, ગાથા-૨ ૨-૨ ૩. અર્થાત્ જે પુરુષ તત્ત્વના અર્થથી અનભિજ્ઞ (અજાણ) મહાભાગ સંસારમાં પૂજનીય, વીર, અસમ્યગ્દર્શી-સમ્યગુજ્ઞાન વગેરેથી રહિત છે. એમના દ્વારા કરેલાં તપ, અધ્યયન અને નિયમ વગેરે પુરુષાર્થ અશુદ્ધ હોય છે અને તે કર્મબંધના કારણે જ હોય છે. એના વિપરીત જે પુરુષ તત્ત્વજ્ઞાતા, મહાપૂજ્ય-મહાભાગ્યશાળી, કર્મનું વિદારણ કરવામાં સમર્થ અને - ૦૪ નોનસ જિણધર્મોો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy