________________
પહેલા નરકભૂમિથી બીજા નરકભૂમિની લંબાઈ-પહોળાઈ વધુ છે. બીજાથી ત્રીજાની એમ ઉત્તરોત્તર લંબાઈ-પહોળાઈ અધિક-અધિક થાય છે.
આ સાત નરકભૂમિઓ એકબીજાની નીચે છે, પરંતુ બિલકુલ સમાંતર નથી. તેમની વચ્ચે ખૂબ જ અંતર છે. આ અંતરમાં ઘનોધિ, ઘનવાત, તનુવાત, આકાશ ક્રમશઃ નીચે નીચે છે. પ્રથમ નરકભૂમિના નીચે ઘનોદધિ છે, તેના નીચે ઘનવાત છે. ઘનવાતના નીચે તનુવાત છે અને તનુવાતના નીચે આકાશ છે. આકાશના પછી બીજી નરકભૂમિ છે. બીજી નરકભૂમિ અને ત્રીજી નરકભૂમિના વચ્ચે ક્રમશઃ ઘનોદધિ વગેરે છે. આ રીતે સાત ભૂમિ સુધી બધી ભૂમિઓના નીચે એવી રીતે ક્રમથી ઘનોદધિ વગેરે છે.
જો કે નીચે-નીચેની ભૂમિઓની લંબાઈ-પહોળાઈ ઉત્તરોત્તર અધિક છે, પરંતુ તેમની જાડાઈ ઉત્તરોત્તર ઓછી છે. પ્રથમ ભૂમિની જાડાઈ એક લાખ એંસી હજાર યોજન, બીજાની એક લાખ બત્રીસ હજાર, ત્રીજાની એક લાખ અઠ્ઠાવીસ હજાર, ચોથાની એક લાખ વીસ હજાર, પાંચમાની એક લાખ અઢાર હજાર, છઠ્ઠાની એક લાખ સોળ હજાર અને સાતમાની જાડાઈ એક લાખ આઠ હજાર યોજન છે. એટલે એમનું સંસ્થાન છત્રાદિ છત્રવત્ છે.
સાત ભૂમિઓની નીચે જે સાત ઘનોદધિ વલય છે, એ બધાની જાડાઈ સમાન છે. અર્થાત્ વીસ-વીસ હજાર યોજન છે. જે સાત ઘનવાત અને સાત તનુવાત વલય છે, તેની જાડાઈ સામાન્ય રૂપથી અસંખ્યાત યોજનની હોવાથી પણ તુલ્ય નથી. પ્રથમ ભૂમિના નીચેના ઘનવાત વલય અને તનુવાત વલયની અસંખ્યાત યોજનની મોટાઈથી બીજી ભૂમિના ઘનવાત વલય અને તનુવાત વલયની અસંખ્યાત યોજનની જાડાઈ વિશેષ છે. આ ક્રમથી ઉત્તરોત્તર છઠ્ઠી ભૂમિના ઘનવાત-તનુવાત વલયથી સાતમી ભૂમિના ઘનવાત-તનુવાત-વલયની જાડાઈ વિશેષવિશેષ છે. એ જ વાત ત્યાં સ્થિત આકાશ વિષયમાં પણ છે.
સાત નરકભૂમિઓના સાત નામ આ પ્રકાર છે : (૧) ઘર્મા (ઘમ્મા) (૨) વંશા (૩) શૈલા (૪) અંજના (૫) રિષ્ટા (૬) માઘવ્યા (મઘા) (૭) માઘવી (માઘવઈ). આમાંના ગોત્ર આ પ્રકારે છે : (૧) રત્નપ્રભા (૨) શર્કરાપ્રભા (૩) બાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમઃપ્રભા (૭) મહાતમપ્રભા.
(૧) રત્નપ્રભા : પ્રથમ ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા કહેવાય છે. આ ત્રણ કાંડ (ભાગ) છે. બધાથી ઉપરનો પ્રથમ ખર કાંડ છે, જે રત્નપ્રચુર છે, તેની જાડાઈ સોળ હજાર યોજન છે. તેની નીચેનો બીજો કાંડ પંક બહુલ છે, જેની જાડાઈ ચાર હજાર યોજન છે. તેનો નીચેનો ત્રીજો કાંડ જળ બહુલ છે, જેની જાડાઈ એંસી હજાર યોજન છે. ત્રણ કાંડની જાડાઈ કુલ મેળવીને એક લાખ એંસી હજાર યોજન થાય છે. એમાંથી ઉપર અને નીચે એક-એક હજાર યોજન છોડીને વચમાં એક લાખ ઇકોત્તેર હજાર યોજનનો પોલાર છે. તેમાં તેર પ્રસ્તર (માળવાળા ઘરના તળિયાના સમાન) છે અને બાર અંતર છે. પ્રત્યેક પ્રસ્તર ત્રણ હજાર યોજનનો છે, અને પ્રત્યેક અંતર ૧૧૫૮૩.૧/૩ યોજનનું છે. એક ઉપરનું અને એક નીચેનું અંતર ખાલી છે. બાકી દસ અંતરોમાં અસુરકુમાર વગેરે
જિણધમ્મો
339