SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किंवा नाहीइ सेय पावगं ॥ - દશવૈકા. અ-૪-૧૦ પહેલા જ્ઞાન અને પછી દયા-ચારિત્ર આ સિદ્ધાંત પર આખો સંયતવર્ગ આધારિત છે. અજ્ઞાની શું કરશે અને કલ્યાણ-અકલ્યાણને શું સમજશે ? સમસ્ત સંયમી ચેતનાઓ પહેલા સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછી દયાનો અર્થાત્ સંયમનું આચરણ યથાવત્ કરે છે. જેને જીવાદિ પ્રયોજનભૂત તત્ત્વોનું જ્ઞાન નથી તે જીવ રક્ષારૂપ સંયમનું આચરણ કરી શકતા નથી. જેને સતુ-અસતુનો વિવેક નથી. જે આસ્રવ અને સંવરના સ્વરૂપના જ્ઞાતા નથી, તે કેવી રીતે આવોનો ત્યાગ કરશે અને કેવી રીતે સંવરથી સંવૃત્ત બનશે? નિર્દોષ સંયમનું પાલન કરવા માટે પહેલાં પ્રયોજનભૂત સમ્યગુજ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા છે. પ્રયોજનભૂત જ્ઞાન કહેવાનો અભિપ્રાય એ છે કે જગતના પદાર્થોના પ્રયોજનશૂન્ય જ્ઞાન ન હોવા છતાં સંયમપાલનમાં કોઈ ત્રુટિ થતી નથી. કયા પ્રકારની રાસાયણિક વસ્તુથી કઈ નવી ચીજ પેદા થઈ જાય છે, મશીન આદિના કલપુઓંનું ને તેના સંયોગથી થનાર કાર્યોનું, તેમને ચલાવવાની પદ્ધતિનું જ્ઞાન તથા અન્યાન્ય સાંસારિક પ્રયોજનના પદાર્થોનું જ્ઞાન મુમુક્ષુ પુરુષોના માટે પ્રયોજનભૂત નથી. અહીં એવા જ્ઞાનની મહત્તાનું પ્રતિપાદન કર્યું નથી. મુમુક્ષુના માટે પ્રયોજનભૂત જ્ઞાન એ છે કે જેનાથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રતીત થાય. આત્મા પોતાના સ્વરૂપથી કેમ ટ્યુત થયો છે? કયા ઉપયોગ અવલંબન લેવાથી તે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે? જીવ શું છે ? તેની રક્ષા કેવી રીતે થઈ શકે છે ? ઇત્યાદિ વાતોને જાણવા પ્રયોજનભૂત જ્ઞાન છે, કારણ કે મોક્ષમાર્ગ માટે આ જ ઉપયોગી હોય છે. આ તાત્ત્વિક વિષયોને જાણ્યા વગર લૌકિક જ્ઞાન ભલે જેટલું હોય, કાર્યકારી હોતું નથી. તેનાથી આત્મકલ્યાણમાં સહાયતા મળતી નથી. તે જ્ઞાનમાત્ર ભારરૂપ છે, જે મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત હોતું નથી. પ્રયોજનભૂત જ્ઞાનના વગર સંયમનું અનુષ્ઠાન થઈ શકતું નથી. શાસ્ત્રમાં કહ્યું છે - "गोयमा ! जस्सणं सव्वपाणेहिं जाव सव्व सत्तेहिं पच्चक्खायमित्ति वयमाणस्स णो एवं अभिसमण्णागयं भवइ इमे जीवा, इमे अजीवा, इमे तसा, इमे थावरा, तस्सणं सव्व पाणेहिं जाव सव्व सत्तेहिं पच्चक्खायमित्ति वयमाणस्स णो सुपच्चक्खायं भवइ दुपच्चक्खायं भवइ ! एवं खलु से दुप्पच्चक्खाई सव्वपाणेहिं जाव सव्वसत्तेहिं पच्चक्खायमित्ति वयमाणे नो सच्चं भासं भासइ, मोसं भासं જ્ઞાન : માહાભ્ય, સ્વરૂપ અને વ્યાખ્યા તો ખરા .૧૫)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy