SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ગણાભિયોગ ઃ ગણનો અર્થ છે - સમૂહ, સંઘ. ક્યારેક-ક્યારેક સમ્યકત્વને બહુસંખ્યક સમુદાય, જાતિ-વ્યવસ્થા અથવા કૌટુંબિકોના દબાવથી પણ સમ્યકત્વની વિરુદ્ધ આચરણ કરવાની નોબત આવી શકે છે. જેમ સમ્યકત્વોના કુટુંબી, સ્વજન, જાતિના પંચ આદિ જે અન્ય મતાવલંબી હોય, જાતિ બહિષ્કાર આદિની ધમકી આપીને કુળના દેવને, કુળના ગુરુને નમન-પૂજન આદિ કરવામાં બાધ્ય કરે, તો તેનું દબાણ ખિન્ન મનથી સમ્યકત્વના વિપરીત આચરણ કરવા છતાં પણ સમ્યકત્વનો ભંગ થતો નથી. (૩) બલાભિયોગ : કદાચ કોઈ વિશેષ બળવાન વ્યક્તિ ભલે તે ધનબલી, જનબલી, તનબલી, વિદ્યાબલી હોય - સમ્યકત્વને સમ્યકત્વની વિરુદ્ધ આચરણ કરવા વિવશ કરે અને તે સમ્યકત્વી તેના જોર-જુલમથી ભયભીત થઈને, પશ્ચાત્તાપની સાથે તેવું આચરણ કરે, તો તેમનું સમ્યકત્વ ભંગ થતું નથી. (૪) સુરાભિયોગ : કદાચિત કોઈ દેવ કોઈ સમ્યકત્વને અનેક પ્રકારની ધમકીઓ આપીને એમના જાન-માલ અથવા પરિવારને નષ્ટ કરવાનો ડર બતાવીને સમ્યક્ત્ત્વથી વિરુદ્ધ આચરણ કરવાનું કહે અને સમ્યકત્વી તેના ડરથી, ખિન્ન મનથી તેવું કાર્ય કરે, તો તેમનું સમ્યકત્વ ભંગ થતું નથી. (૫) વૃત્તિકાન્તાર : સમ્યકત્વી કદાચિત્ રસ્તો ભૂલીને ઘોર જંગલમાં ભટકી જાય અને તેમને પાર કરવા માટે જો તેને સમ્યકત્વની મર્યાદાની બહાર કોઈ આચરણ કરવું પડે અથવા આજીવિકાના નિર્વાહ-હેતુ કઠિન પરિસ્થિતિ ઉપસ્થિત થઈ જવાથી જો સમ્યક્ત્વીને વિવશ થઈને સમ્યકત્વથી વિપરીત કોઈ કાર્ય કરવું પડે, તો એમનું સમ્યકત્વ ભંગ થતું નથી. (૬) ગુરુનિગ્રહ ઃ (૧) માતાપિતાદિ - જ્યેષ્ઠજન અને કોઈ બહુમાનનીય મહાપુરુષ કોઈ સંયોગોથી, કોઈ કારણોથી લઈને જો સમ્યકત્વની વિરુદ્ધ કોઈ આચરણ કરવાનું કહે અને સમ્યકત્વી જીવ તેના દબાણથી તેવું કરે, તો તેનું સમ્યકત્વ ભંગ થતું નથી. (૨) કદાચિતુ કોઈ મિથ્યાષ્ટિ પુરુષ સમ્યકત્વના દેવ-ગુરુ-ધર્મની પ્રશંસા કરે અને એ અનુરાગથી પ્રેરિત થઈને સમ્યકત્વી એનો આદર-સત્કાર કરે. . (૩) કદાચિત સમ્યકત્વને અન્ય ઉત્કૃષ્ટ ધર્મલાભ આદિના કાર્ય માટે કોઈ સમ્યકત્વ વિરુદ્ધ આચરણ કરવું પડે, તો સમ્યકત્વનું સમ્યકત્વ ભંગ થતું નથી. આ આગાર બધા સમ્યક્તીઓના માટે નથી. જે શૂરવીર, ધીર, ગંભીર, દેઢ સાહસી હોય છે, જેના હાડકાનો મિજા કિરમચી રંગની સમાન ધર્મના રંગમાં રંગેલ હોય છે. તે વ્યક્તિ સર્વસ્વ ચાલ્યા જવા છતાં પણ સમ્યકત્વમાં લેશમાત્ર પણ દોષ લાગતો નથી. તે અરણક અને કામદેવ આદિ શ્રાવકોની જેમ પ્રાણાંત સંકટમાં પણ વિચલિત થતા નથી. પરંતુ જેનામાં [ સમ્યક્ત્વના બોલDOOOOOOOOOOO (૧૪૯]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy