SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલાં ગ્રીક વિચારકે આકર્ષણનું કારણ પરમાણુને માન્યું હતું. ગ્રીક દાર્શનિક ડેમોકિટ્સ એ માનતા હતા કે - “પોતાના ચક્કરવાળી તેજ ગતિના કારણે પરમાણુ જ પરસ્પર એકબીજાને આકર્ષિત કરે છે - “The atoms attract to one another on account of their whirling mation.” વૈજ્ઞાનિકોની એ માન્યતા છે કે - “આ વિચારથી આપણે એ નિર્ણય ઉપર પહોંચીએ છીએ કે બ્રહ્માંડની સ્થિરતા(Stability of Macroscopic)નું કારણ ગુરુત્વાકર્ષણની શકિત છે.” આના પર વૈજ્ઞાનિકોએ પદાર્થોમાં થનારી સ્થિરતા તથા પારસ્પરિક આકર્ષણ માટે થિઅરી ઑફ ગ્રેવિટેશન(Theory of gravitation)નો સ્વીકાર કર્યો. પહેલાં તેઓ એને ભૌતિક માનતા હતા, પરંતુ પછી એને Non material - અભૌતિક સ્વીકાર કર્યો છે. ન્યૂટન એને Active forceનો માનતા હતા, પરંતુ Active હોવા છતાં તે એને Invisible agency - અદેશ્ય કે આકાર રહિત સાધન માનતા હતા. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણને આકાર રહિત અને નિષ્ક્રિય (Inactive) માધ્યમ માન્યું છે. Invisibleના સાથે Inactiveને જોડીને આઈન્સ્ટાઈ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની માન્યતાને જૈનદર્શન દ્વારા માન્ય અધર્મ-દ્રવ્યની વ્યાખ્યાના નજીક લઈ આવ્યા છે. પ્રો. ફેસર જી.આર. જૈનના શબ્દોમાં જૈનદર્શન દ્વારા અધર્મદ્રવ્યના સંબંધમાં (વિશે) પ્રતિપાદિત સિદ્ધાંતનો વિજય છે કે વિજ્ઞાન (Sciecne) એ વિશ્વની સ્થિરતામાં અદશ્ય તથા નિષ્ક્રિય ગુરુત્વાકર્ષણ (Gravitation)ની શક્તિની ઉપસ્થિતિનો સ્વીકાર કરી લીધો છે. અથવા તેને સ્થિરતામાં માધ્યમના રૂપમાં સ્વયં સિદ્ધ પ્રમાણ માની લીધો છે. આઈન્સ્ટાઈનના પૂર્વના વૈજ્ઞાનિક ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને સક્રિય સાધન માનતા હતા. આ માન્યતાને આઈન્સ્ટાઈને પૂર્ણતઃ બદલી દીધો છે, અથવા એને નિષ્ક્રિય સાધન માની લીધું છે. હવે ગુરુત્વાકર્ષણને પદાર્થોના સ્થિર થવામાં સહાયક કે ઉપકારી કારણ અથવા માધ્યમ (Auxiliary cause) માની લીધું અને તેને નિષ્ક્રિય, અદેશ્ય તથા આકાર રહિત માન્યું. Cosmology Old and New P. 36-44 વર્તમાનમાં વૈજ્ઞાનિકો દ્વારા માન્ય ગુરુત્વાકર્ષણની વ્યાખ્યા પ્રાયઃ જૈનદર્શન દ્વારા સ્વીકૃત અધર્મ-દ્રવ્યથી મળે છે. ધર્મ અને અધર્મ : એ બંને દ્રવ્યો એવાં છે કે જે લોક અને અલોકની સીમાને અંકિત કરે છે. વર્તમાનયુગના મહાન વૈજ્ઞાનિક તથા વિશ્રુત ગણિતજ્ઞ અલબર્ટ આઇન્સ્ટાઈને લોક અને અલોકની ભેદ રેખાને બતાવતાં લખ્યું છે - “લોક પરિમિત છે અને અલોક અપરિમિત. લોકના પરિમિત હોવાના કારણે દ્રવ્ય અથવા શક્તિ લોકના બહાર નથી જઈ શકતી. લોક(Universe)ના બહાર (Space) આકાશ તો છે, પણ તે શક્તિનો દ્રવ્ય(Substance)નો અભાવ છે, જે ગતિમાં સહાયક હોય છે.” આજના વૈજ્ઞાનિકોએ ગતિ(Motion)માં સહાયક શક્તિ અથવા દ્રવ્યને આકાશથી ભિન્ન સ્વીકાર કર્યો છે. જૈનદર્શન અને ધર્મ-દ્રવ્ય કહે છે અને વૈજ્ઞાનિક અને ઈથર (Ether) કહે છે. પરંતુ તે આકાશથી સર્વથા ભિન્ન છે, એમાં બંને એકમત છે. - અમર ભારતી, જુલાઈ ૧૯૭૯ [અજીવ તત્વ - જડ દ્રવ્યો (૪૨૦)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy