SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો મહાશક દેવલોક : સમતળ ભૂમિથી પોણા ચાર રજુ ઉપર અને સાડા સાત રજુ ઘનાકાર વિસ્તારમાં મેરુ પર્વત બરાબર મધ્યમાં ઘનવાત અને ઘનોદધિના આધાર પર સાતસો મહાશુક્ર દેવલોક છે. એમાં ૪ પ્રતર છે, જેમાં આઠસો યોજન ઊંચા અને ચોવીસ સો યોજનના પાયાવાળા ચાલીસ હજાર વિમાન છે. અહીંના દેવોની આયુ જઘન્ય ચૌદ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમની છે. આઠમો સહસ્ત્રાર દેવલોક : સમતળ ભૂમિથી ચાર રજુ ઉપર સાડા સાત રજુ ઘનાકાર વિસ્તારમાં મેરુ પર્વતની બરાબર મધ્યમાં, ઘનવાત-ઘનોદધિના આધાર પર સ્થિત આઠમો સહસ્ત્રાર નામનો દેવલોક છે. આમાં ચાર પ્રતર છે. એમાં આઠસો યોજન ઊંચા અને ચોવીસસો યોજનાના પાયાવાળા (ઈંટોવાળા) છ હજાર વિમાન છે. આ દેવલોકના દેવોની આયુ જઘન્ય સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ અઢાર સાગરોપમની છે. નવમો-દશમો દેવલોક : સમતલ ભૂમિથી સાડા ચાર રજુ ઉપર સાડા બાર રજુ ઘનાકાર વિસ્તારમાં, મેરુથી દક્ષિણ દિશામાં નવમો આનત નામનો દેવલોક છે. ઉત્તર દિશામાં દસમો “પ્રાણત’ નામનો દેવલોક છે. બંને લગડાકાર છે. બંનેમાં ચાર-ચાર પ્રતર છે. આ પ્રતિરોમાં નવસો યોજન ઊંચા અને બાવીસો યોજનાની અંગનાઈ (પાયા)વાળા બંને મળીને ચારસો વિમાન છે. નવમા દેવલોકના દેવોની જઘન્ય આયુ અઢાર સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુ ઓગણીસ સાગરોપમની છે. દસમા દેવલોકના દેવોની આયુ જઘન્ય ઓગણીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ વીસ સાગરોપમની છે, આ બંને દેવલોકનો એક જ ઇન્દ્ર પ્રાણતેન્દ્ર છે. અગિયાર-બારમા દેવલોક : સમતલ ભૂમિથી પાંચ રજુ ઉપર સાડા દસ રજુ ઘનાકાર વિસ્તારમાં, મેરુની દક્ષિણ દિશામાં અગિયારમો “આરણ' દેવલોક છે અને ઉત્તર દિશામાં બારમો “અચુત દેવલોક છે. આ બંનેમાં ચાર-ચાર પ્રતર છે. જેમાં એક હજાર ઊંચા અને બાવીસો યોજનાની અંગનાઈવાળા બંને દેવલોકોને મળીને ત્રણસો વિમાન છે. અગિયારમા દેવલોકના દેવોની આયુ જઘન્ય વસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ એકવીસ સાગરોપમની છે. બારમા દેવલોકના દેવોની આયુ જઘન્ય એકવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની છે. આ બંને દેવલોકનો એક જ ઈન્દ્ર અય્યતેન્દ્ર છે. પ્રથમ સૌધર્મથી લઈને બારમા અય્યત દેવલોકના દેવ કલ્પપપન્ન કહેવાય છે. કારણ કે એમાં નાના-મોટાનો ભેદ હોય છે, સ્વામી-સેવક સંબંધ હોય છે. એનાથી ઉપરના દેવ નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવ-કલ્પાતીત છે. એમાં બધા દેવ અહમિન્દ્ર હોય છે. ત્યાં નાના-મોટા કે સ્વામી-સેવકનો ભેદ નથી હોતો. કલ્પપપન્ન દેવ કોઈ નિમિત્તોથી મનુષ્ય લોકમાં આવાગમન કરે છે, પરંતુ કલ્પાતીત દેવ પોતાના જ સ્થાન પર રહે છે, તે પોતાનું સ્થાન છોડીને ક્યાંય નથી જતા. કલ્પોપપન્ન દેવોમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયન્નિશ વગેરેના વિમાન હોય છે. જેમ મનુષ્ય લોકમાં રાજા હોય છે, એમ દેવલોકમાં ઇન્દ્ર હોય છે. જેમ કે - અહીં રાજાઓના ભાઈ (૪૧૨) છે જે છે તે છે. છે છે તેમ જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy