SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાસને દર્શનોપયોગ કહેવાય છે. દર્શનોપયોગ યદ્યપિ જ્ઞાનથી અલગ માનવામાં આવે છે, કારણ કે એમાં વિશેષનો પ્રતિભાસ નથી થતો, છતાં એ જ્ઞાનનું આરંભિક રૂપ છે. દર્શનના અનંતર આત્મામાં વસ્તુના વિશેષ ધર્મોને જાણવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે, એ સમય મતિજ્ઞાનનો આરંભ થાય છે. વિકાસ ક્રમ અનુસાર મતિજ્ઞાનના ચાર મુખ્ય ભેદ માનવામાં આવ્યા છે - (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય (૪) ધારણા. (૧) અવગ્રહ : દર્શનના અનંતર નામ-જાતિ વગેરેની વિશેષ કલ્પનાથી રહિત અવાંતર સામાન્ય રૂપ વસ્તુને ગ્રહણ કરનાર અવ્યક્ત જ્ઞાનને અવગ્રહ કહેવાય છે. જેમ ગાઢ અંધકારમાં કંઈક અડી જવાથી “આ કંઈક છે' - એવું જ્ઞાન. આ જ્ઞાનમાં આ નથી સમજાતું કે કઈ ચીજનો સ્પર્શ થયો, એટલા માટે એ અવ્યક્ત જ્ઞાન અવગ્રહ છે. છતાં દર્શન પણ સામાન્યને ગ્રહણ કરે છે અને અવગ્રહ જ્ઞાન પણ સામાન્યનું ગ્રાહી છે તથાપિ બંનેના વિષયભૂત સામાન્યમાં અંતર છે. દર્શન સત્તાને-મહા-સામાન્યને વિષય કરે છે, જ્યારે અવગ્રહ મનુષ્યત્વ વગેરે અવાંતર સામાન્યને જાણે છે. સમસ્ત વિશેષોથી રહિત સામાન્ય રૂપથી જે પદાર્થનું ગ્રહણ થાય છે એ અવગ્રહ છે. દર્શનમાં કેવળ પદાર્થની સત્તા જાણી શકાય છે. એના અનંતર જ્યારે જ્ઞાનનો કિંચિત્ વિકાસ થાય છે ત્યારે રૂપ-રસ વગેરે ભેદોના નિર્દેશ વગર વસ્તુનું સામાન્ય સ્વરૂપ માનવામાં આવે છે, એ જ અવગ્રહ છે. (૨) ઇહા : અવગ્રહ દ્વારા જાણેલી સામાન્ય વસ્તુ-સ્વરૂપને અનંતર જે ભેદ રૂપ વિશેષ ધર્મોની વિચારણા કે પર્યાલોચન હોય છે, એ ઈહા છે. જેમ સ્થાણુ કે પુરુષનો સામાન્ય બોધ થયા પછી કાકના નિલય વગેરે સ્થાણુના ધર્મ અહીં જોઈ શકાય છે, શિરઃ કંડૂયન વગેરે પુરુષના ધર્મ નથી દેખાતા, આ રીતે વસ્તુ-ધર્મની વિચારણાને ઈહા કહે છે. (3) અવાય ઈહા દ્વારા ગ્રહણ કરેલા વિશેષનું કંઈક અધિક અવધાન-એકાગ્રતાથી જે નિશ્ચય થાય છે, એ અવાય છે. જેમ કે આ સ્થાણુ જ છે. (૪) ધારણા : અવાય રૂપ નિશ્ચય થોડા સમય સુધી કાયમ રહે છે. પછી વિષયાંતરમાં પ્રવૃત્તિ થવાથી એ નિશ્ચય લુપ્ત થઈ જાય છે. પણ એવા સંસ્કાર આપવામાં આવે છે, જેનાથી આગળ કોઈ યોગ્ય નિમિત્ત મળવાથી એ નિશ્ચિત વિષયનું સ્મરણ થઈ જાય છે. આ નિશ્ચયની સતત ધારા, તજજન્ય સંસ્કાર અને સંસ્કારજન્ય સ્મરણ આ બધી મતિ-વ્યાપાર ધારણા છે. આ નિશ્ચયની સતત ધારાને અવિશ્રુતિ, તજ્જન્ય સંસ્કારને વાસના અને સંસ્કારજન્ય સ્મરણને સ્મૃતિ કહે છે. “ભાષ્ય'માં “વવુ થાRUT ત’ ‘વિ.ભા.” ગાથા ૧૮૦ કહેવાયું છે. અવિસ્મૃતિને ધારણા કહેવું ઉપલક્ષણ છે. એનાથી વાસના અને સ્મૃતિને પણ ગ્રહણ સમજી લેવું જોઈએ. [ મતિજ્ઞાનના ભેદ D D D DOD DOD (૧૦૦)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy