SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સાચો આત્મવાદી જ મોક્ષની સાધના કરી શકે છે. પોતાના મૂળ સ્વરૂપની પ્રતીતિ મુખ્ય વાત છે. જેણે પોતાની આત્મસત્તા પર આસ્થા નથી કરી એ અન્ય કોઈ ઉપર સમ્યક વિશ્વાસ નથી કરી શકતો. હું છું કદમમ્મિ આના પર પૂર્ણ પ્રતીતિ સમ્યગદર્શન છે. જડ અને ચેતનમાં, સ્વ અને પરમાં આત્મા અને પુગલમાં ભેદવિજ્ઞાન કરવું વગેરે સમ્યગ્દર્શનનું વાસ્તવિક કાર્ય છે. જ્યાં સુધી સાધકને આ ભેદજ્ઞાન નથી થઈ જતું ત્યાં સુધી આ નથી સમજાતું કે સાધકને સ્વ-સ્વરૂપની ઉપલબ્ધિ થઈ ગઈ છે. જેને આત્મબોધ તથા ચેતનાબોધ થઈ જાય છે, એ સમજી લે છે કે હું શરીર નથી, હું મન નથી, હું પૌગલિક - ભૌતિક પદાર્થ નથી. આ પૌગલિક પદાર્થ મારા નથી, હું ચેતન છું, આત્મા છું, પુદ્ગલથી સર્વથા ભિન્ન છું. હું જ્ઞાન-સ્વરૂપ છું અને પુગલ ક્યારેય જ્ઞાનમય નથી થઈ શકતું. આ રીતે આ બંનેમાં મૂળ વિભેદ છે. આવી સ્થિતિમાં આ બંનેને એક માનવું સૌથી વધારે અજ્ઞાન છે, સૌથી મોટું મિથ્યાત્વ છે. સમ્યગ્રજ્ઞાન : આત્માનું જ્ઞાન, આત્માના વિશુદ્ધ સ્વરૂપનું જ્ઞાન સમ્યગુજ્ઞાન છે. સમ્યગુજ્ઞાનથી જ આત્મા એ નિશ્ચય કરે છે કે અનંત અતીતમાં પણ જ્યારે પુદ્ગલનો એક કણ મારા પોતાના આત્મપ્રદેશ રૂપ નથી થઈ શકતો, ત્યારે અનંત અનાગતમાં એ મારો કેવી રીતે થઈ શકશે અને વર્તમાનના ક્ષણમાં તો એના પોતાના હોવાની આશા કેવી રીતે કરી શકાય છે? હું - હું છું એ પુદ્ગલ પુલ છે. સિદ્ધ સ્વરૂપાપેક્ષા આત્મા ક્યારેય પુગલ નથી થઈ શકતો અને પુગલ ક્યારેય આત્મા નથી થઈ શકતો. આ રીતે બોધ-વ્યાપાર સમ્યગુજ્ઞાન છે. | વિશ્વમાં ચારેબાજુ પગલોનો જમેલો લાગેલો છે. સાધક ગમે ત્યાં કોઈપણ ક્ષેત્રમાં ચાલ્યો જાય, પુદ્ગલોથી એ બચી નથી શકતો. પુગલ સમૂહ એના અત્યંત નજીક રહે છે. પુદ્ગલોની સત્તાને ક્યારેય નષ્ટ નથી કરી શકાતી. તો પછી સાધક પુગલોના સાથે સંબંધને કેવી રીતે રોકી શકાય છે? અને જ્યાં સુધી પુદ્ગલોના સાથે સંબંધ છે ત્યાં સુધી ભવબંધનથી મુક્તિ કેવી રીતે મળી શકે છે? અધ્યાત્મ શાસ્ત્રએ એનું સમાધાન આપ્યું છે કે - “પુદ્ગલોની સત્તા સાધકના આસપાસ ભલે રહે, જો પુદ્ગલોના પ્રત્યે મમતા દૂર કરવામાં આવે તો તેઓ અનંત પુગલ આત્માનું કંઈ બગાડી શકતા નથી. આત્મામાં અનંત કાળથી પુગલના પ્રત્યે જે મમતા લાગી છે, એને દૂર હટાવી દે તો પુદ્ગલોથી સંબંધ હોવા છતાં પુગલોથી ઘેરાયેલો રહેવા છતાં આત્મા ભવ-બંધનથી મુકત થઈ શકે છે. આત્મા વિજ્ઞાનની ઉપલબ્ધિથી સમ્યગુજ્ઞાન છે. આત્મવિજ્ઞાન થઈ ગયા પછી અન્ય ભૌતિક જ્ઞાનનો વિશેષ બોધ ન થવાથી પણ આત્માને મોક્ષપ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી પડતી નથી. જ્ઞાનની અલ્પતા હાનિકારક નથી, એની વિપરીતતા જ ભયંકર છે. આત્મજ્ઞાન જે કણભર છે, તો પણ એ મનભર ભૌતિક જ્ઞાનથી વધુ શ્રેષ્ઠ છે. આત્મસાધનામાં ભૌતિક જ્ઞાનની વિપુલતા અપેક્ષિત નથી, જ્ઞાનની વિશુદ્ધતા અપેક્ષિત છે. Koo)))))))))( જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy