SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. સૂત્ર-રુચિ : શ્રી જિનેશ્વર પ્રણીત અને ગણધરાદિ દ્વારા રચિત દ્વાદશાંગ આદિ જે સૂત્ર છે, તેનું શ્રવણ-પઠન કરતા કરતા, એમાં ગર્ભિત જ્ઞાનનો અનુભવ કરતા જ્ઞાનના અપૂર્વ અદ્ભુત રસમાં આત્મા તલ્લીન થઈ જાય અને ઉત્સાહની સાથે પુનઃ પુનઃ સૂત્રોના પાઠ વાંચવાની અને સાંભળવાની ઉત્કંઠા જાગૃત થાય, તેને સૂત્ર-રુચિ કહેવાય છે. ૫. બીજ-રુચિ : જે રીતે ખેતરને સાફસફાઈ કર્યા બાદ ખાતર આદિથી પુષ્ટ-સરસ કાળી માટીમાં વાવવામાં આવેલ બીજ અનેક દાણાના રૂપમાં પ્રગટ થાય છે અથવા જેમ કે પાણીમાં નાંખેલું ટીપું ફેલાઈ જાય છે, તેવી જ રીતે વિષય-કષાય ઓછા થવાથી શુદ્ધ બનેલા, ગુરુના ઉપદેશથી પોષણ કરેલા, સંતોષ આદિ ગુણોથી સરસ બનેલ ભવ્ય જીવના હૃદયરૂપી ખેતરમાં વાવેલું જ્ઞાનનું બીજ વૃદ્ધિ પામે છે. કોઈ આત્મામાં એક પદ વાંચેલું જ્ઞાન અનેક પદરૂપ પરિણત થાય છે, તેને બીજ-રુચિ કહેવાય છે. ૬. અભિગમ-રુચિ : કોઈ જીવને શ્રુતજ્ઞાનની વિશુદ્ધિ થવાથી તે અંગ-ઉપાંગ આદિ સૂત્રોના અર્થ સહિત વિશિષ્ટ અભ્યાસ કરતા-કરતા સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, તે અભિગમરુચિ છે. ૭. વિસ્તાર-રુચિ : જીવાદિ નવ તત્ત્વ, ધર્માસ્તિકાયાદિ ષટ્ દ્રવ્ય, નૈગમાદિ સાત નય, નામાદિ ચાર નિક્ષેપ, પ્રત્યક્ષાદિ પ્રમાણ - આ બધાનું દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી વિસ્તારપૂર્વક અભ્યાસ કરતા કરતા જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તે વિસ્તાર-રુચિ કહેવાય છે. ૮. ક્રિયા-રુચિ : ક્રિયાઓનું પાલન કરતા, પ્રતિદિન આચાર ક્રિયાની વિશુદ્ધિ કરતા કરતા સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તેને ક્રિયા-રુચિ કહે છે. ૯. સંક્ષેપ-રુચિ : જે ક્ષયોપશમની મંદતાથી જે પ્રવચનને વિસ્તારથી જાણતા નથી તથા અન્ય કુદર્શનોને પણ જેમણે અંગીકાર કર્યા નથી, અર્થાત્ જેને તત્ત્વા તત્ત્વાદિનો વિવેક તો હોતો નથી, પરંતુ તે સંક્ષેપમાં જ થોડાં પદોને સાંભળીને ધર્મના પ્રતિ શ્રદ્ધાશીલ બની જાય છે, તે રુચિને સંક્ષેપ-રુચિ કહેવાય છે. ૧૦. ધર્મ-રુચિ : સમ્યક્ત્વાદિ શ્રુત ધર્મ અને વ્રતાદિ ચારિત્રધર્મ તથા દસ પ્રકારના યતિ-ધર્મ અને ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનો જે સ્વરૂપ શાસ્ત્રોમાં કહ્યાં છે - જે જિનોક્ત છે તેના પર શ્રદ્ધા કરતા જે તત્ત્વ-રુચિ ઉત્પન્ન થાય છે, તે ધર્મ-રુચિ છે. - આ રુચિઓને સ્પષ્ટ કરનારી ગાથાઓ ઉપયોગી હોવાથી અહીં ઉદ્ધૃત કરવામાં આવી છે जो जिणदिट्ठे भावे चउव्विहे सहाइ सयमेव । एमेव णण्णहत्ति य णिसग्ग- रुइ त्ति णायव्व ॥१॥ एए चेव उ भावे उवइट्ठे जो परेण सद्दह । छउमत्थेण द् जिणेण व उवएसरुई मुणेयव्वो ॥२॥ रागो दोसो मोहो, अण्णाणं जस्स अवगयं होइ । आणाए रोयंतो सो खलु आणा रुई णामं ॥३॥ ૧૧૨ જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy