SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. ભગવાન હર્ષયુક્ત અને પ્રભાવપૂર્ણ શૈલીથી ઉપદેશ આપે છે. જેનાથી સાંભળનારના સામે પ્રત્યક્ષ ચિત્ર ઉપસ્થિત થઈ જાય છે અને શ્રોતા એક વિશિષ્ટ રસમાં મગ્ન થઈ જાય છે. ૨૯. ભગવાન ધર્મકથા કરતાં-કરતાં વચ્ચે-વચ્ચે વિશ્રામ નથી લેતા, કોઈપણ પ્રકારના વિલંબ કર્યા સિવાય ધારાપ્રવાહ ભાષણ કરે છે. ૩૦. સાંભળનારા પોતાના મનમાં પ્રશ્ન વિચારીને આવે છે, જેનું અહીં વગર પૂછે જ સમાધાન થઈ જાય છે. ૩૧. ભગવાન પરસ્પર સાપેક્ષ વચન જ કહે છે, અને જે કહે છે તે શ્રોતાઓના હૃદયમાં ઊતરી જાય છે. ૩૨. અર્થ, પદ, વર્ણ, વાક્ય - બધા સ્કુટ કહે છે, પરસ્પર ભેળસેળ કરીને બોલતા નથી. ૩૩. ભગવાન એવાં સાત્ત્વિક વચનો બોલે છે, જે ઓજસ્વી અને પ્રભાવશાળી હોય. ૩૪. પ્રસ્તુત અર્થની સિદ્ધિ થતાં જ બીજા અર્થનો પ્રારંભ કરે છે. અર્થાત્ એક કથનને દઢ કરીને જ બીજું કથન કરે છે. ૩૫. ધર્મોપદેશ આપતાં-આપતાં ગમે તેટલો સમય વીતી જાય, ભગવાન ક્યારેય થાકતા નથી, પણ એમ ને એમ નિરાયાસ રહે છે.* અરિહંત ભગવાન ૧૮ દોષો રહિત હોય છે અરિહંત ભગવાન વીતરાગ અને સર્વજ્ઞ હોય છે. પહેલાં કહેવામાં આવ્યું છે કે ચાર ઘાતિ કર્મોનો નાશ થવાથી અહંત અવસ્થા પ્રગટ થાય છે. જે મહાન પુરુષ ચાર ઘાતિ કર્મોથી રહિત થઈ ચૂક્યા છે. એમની આત્મામાં કોઈપણ પ્રકારનો વિકાર કે દોષ રહી શકતો નથી. ઘાતિ કર્મ જ બધા પ્રકારના દોષોને ઉત્પન્ન કરે છે. મોહનીય વગેરે ઘાતિ કર્મોનો નાશ થઈ સમવસરણ જે ક્ષેત્ર(ગામ,નગર વગેરે)માં અન્ય મતાવલંબી વધારે હોય છે અથવા શ્રોતાગણ વધારે આવે છે ત્યાં દેવતા સમવસરણની રચના કરે છે. સમવસરણની રચના આ પ્રમાણે કરવામાં આવે છે - સમવસરણની ચારે બાજુ ત્રણ કોટ હોય છે. પહેલો કોટ ચાંદીનો હોય છે અને એના પર સોનાનો ઘુમ્મટ હોય છે. આ કોટની અંદર ૧૩૦૦ ધનુષ્યનું અંતર છોડીને બીજો કોટ સોનાનો હોય છે. એના પર રત્નોના ઘુમ્મટ હોય છે. પછી એના અંદર ૧૩૦૦ ધનુષ્યનું અંતર છોડીને ચારો તરફ ઘેરાયેલો ત્રીજો કોટ હોય છે. આ ત્રીજો કોટ રત્નોનો હોય છે અને એના પર મણિ-રત્નોના જ ઘુમ્મટ હોય છે. આ કોટની વચ્ચે (મધ્યમાં) આઠ મહાપ્રતિહાર્યથી યુક્ત ભગવાન બિરાજમાન થઈને ધર્મોપદેશ આપે છે. તીર્થકર ભગવાનથી ઈશાન ખૂણે શ્રાવક, શ્રાવિકાઓ અને વૈમાનિક દેવ બેસે છે. અગ્નિ ખૂણે સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવોની દેવીઓને બેસવાની જગ્યા હોય છે. વાયવ્ય ખૂણામાં ભવનપતિદેવ, વાણવ્યું - તરદેવ અને જ્યોતિષીદેવી બેસે છે. નૈઋત્ય ખૂણામાં ભવનપતિઓની દેવીઓ, વાણવ્યંતર દેવોની દેવીઓ અને જ્યોતિષી- દેવોની દેવીઓ બેસે છે. આ રીતે બાર પ્રકારની પરિષદ જોડાય છે. કેટલાક આચાર્યોના કથનાનુસાર ચાર પ્રકારના દેવ, ચાર પ્રકારની દેવીઓ તથા મનુષ્ય, મનુષ્યની, તિર્યંચ એ તિર્યની - આ પ્રકારની બાર પરિષદ બેસે છે. સમવસરણના પહેલા કોટમાં ચઢવા માટે ૧૦ હજાર સીડીઓ હોય છે. બીજા અને ત્રીજા કોટમાં ચઢવા માટે ૫-૫ હજાર સીડીઓ હોય છે. આ પ્રકારે કુલ ૨૦ હજાર સીડીઓ એક-એક હાથની ઊંચાઈ પર હોય છે. ચાર હાથનું એક ધનુષ્ય હોય છે અને ૨ હજાર ધનુષ્યનું એક ગાઉ હોય છે. આ હિસાબેસમવસરણ અઢી ગાઉ ઊચા હોય છે. પરંતુ તીર્થકર ભગવાનના અતિશયને કારણે તથા ચઢવાવાળાના ઉમંગને કારણે કોઈ ચઢવાવાળા થાકનો અનુભવ કરતા નથી. એવા દિગંબર - આમ્નાય'ના ગ્રંથમાં ઉલ્લેખ છે. ( ૧૬ ન જિણધમ્મો,
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy