SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) બે-ચાર પ્રામૃત-પ્રાભૂતોના જ્ઞાનને પ્રામૃત-પ્રાભૃત સમાસ-શ્રુત કહે છે. (૧૫) જે રીતે અનેક ઉદ્દેશકોનું એક અધ્યયન હોય છે, એમ જ અનેક પ્રામૃત-પ્રાભૂતોનું એક પ્રામૃત હોય છે. એક પ્રામૃતનું જ્ઞાન હોવું પ્રાભૃત-શ્રુત છે. (૧૬) એકથી વધુ પ્રાભૂતોના જ્ઞાનને પ્રાભૃત સમાસ-શ્રુત કહે છે. (૧૭) અનેક પ્રાભૂતોની એક વસ્તુ નામનો અધિકાર હોય છે, એમાંથી એકનું જ્ઞાન વસ્તુશ્રુત છે. (૧૮) બે-ચાર વસ્તુ અધિકારોના જ્ઞાનને વસ્તુ સમાસ-શ્રુત કહે છે. (૧૯) અનેક વસ્તુઓનો એક પૂર્વ હોય છે, એમાંથી એકનું જ્ઞાન પૂર્વ-શ્રુત કહેવાય છે. (૨૦) બે-ચાર વગેરે ચૌદ પૂર્વી સુધીના જ્ઞાનને પૂર્વ સમાસ-શ્રુત કહે છે. ચૌદ પૂર્વોના નામ (૧) ઉત્પાદ (૨) આગ્રયણી-પ્રવાદ (૩) વીય-પ્રવાદ (૪) અસ્તિ-નાસ્તિ-પ્રવાદ (૫) જ્ઞાન-પ્રવાદ (૬) સત્ય-પ્રવાદ (૭) આત્મ-પ્રવાદ (૮) કર્મ-પ્રવાદ (૯) પ્રત્યાખ્યાનપ્રવાદ (૧૦) વિદ્યા-પ્રવાદ (૧૧) કલ્યાણ (૧૨) પ્રાણવાદ (૧૩) ક્રિયાવિશાલ (૧૪) લોકબિંદુસાર. શ્રુતજ્ઞાનનું વિષયમાન ઃ શ્રુતજ્ઞાની આગમ વગે૨ે શ્રુતના આધારે ઉપયોગ લગાવીને બધાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવોને યથાર્થરૂપથી જાણે છે. દ્રવ્યથી બધા પંચાસ્તિકાયોને, ક્ષેત્રથી સંપૂર્ણ લોકાલોકને, કાળથી અતીત વગેરે બધા કાળને, ભાવથી ઔયિક વગેરે ભાવોને સ્પષ્ટાવભાસી શ્રુતજ્ઞાન દ્વારા જાણે છે. પરંતુ આત્મ-પ્રદેશો દ્વારા સાક્ષાત્ નથી જોતો. જો કે ‘નંદીસૂત્ર'માં કહ્યું છે - ‘“તું સમાસઓ પવિતૢ પળત્ત, તંના-વ્વો, શ્વેત્તઓ, વ્હાલો માવો । दव्वओ णं सुयनाणी उवउत्तो सव्वदव्वाइं जाणइ, न पासइ; एवं सव्वखेत्तं, સાણં, સવ્વ માવે નાળŞ, 7 પાસŞ ।'' ઉક્ત પાઠમાં શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યાદિને જાણવું કહ્યું છે, જોવું નહિ. અહીં સાક્ષાત્ આત્મ-પ્રદેશોથી નથી જોતો, માટે ન પાસ' કહ્યું છે. કારણ કે સાકાર પશ્યત્તા તો એમાં હોય જ છે, એ જ કારણે ‘પ્રજ્ઞાપના’ના ૩૦માં પદમાં કહ્યું છે - ‘વિજ્ઞા ાં અંતે ! પાસળવા પાત્તા ? ગોયમા ! તુવિજ્ઞા, તંનહા-સાગર पासणया य, अणागार पासणया य । सागार पासणया णं भंते ! कइविहा पण्णत्ता ? ગોયમાં ! બિહા પળત્તા, તંનહા-સુયનાળ સાગર પાસળયા, ओहिमणपज्जवહેવનનાન-૨ -સાર-પાસયા, સુર્ય અન્નાળ-વિમંગનાળ સાગર પાસવાય । अणागार पासणया णं भंते ! कइ विहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, તંનહા,-ચમ્બુવંતળ, ઓદિવસ-જેવનનુંસા અગર પાસાયા | ઉક્ત પાઠમાં શ્રુતજ્ઞાન સાકાર પશ્યત્તા કહેવાઈ છે. તેથી શ્રુતજ્ઞાનમાં પશ્યત્તા છે. શ્રુતજ્ઞાનના ભેદ ૨૦૯
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy