SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાનના અસંજ્ઞી વગેરે અન્ય ભેદ અસંજ્ઞીશ્રુત : અસંશી-જીવોના શ્રુતને અસંજ્ઞીશ્રુત કહેવામાં આવે છે. સભ્યશ્રુત : સમ્યગ્દષ્ટિ જીવોના શ્રુતને સભ્યશ્રુત કહેવાય છે. આચારાંગ વગેરે અંગપ્રવિષ્ટશ્રુત અને આવશ્યક વગેરે અનંગપ્રવિષ્ટ-શ્રુત, એ બંને જ સ્વભાવથી સમ્યક્શ્રુત છે. લૌકિક ગ્રંથ સ્વભાવથી મિથ્યાશ્રુત છે, પરંતુ જ્યારે સ્વામિત્વની અપેક્ષાથી વિચાર કરવામાં આવે છે ત્યારે લૌકિકલોકોત્તરશ્રુતમાં ભજવું-વિકલ્પવું આવી જાય છે. સમ્યગ્દષ્ટિ દ્વારા પરિગૃહીત લૌકિક ગ્રંથ પણ સભ્યશ્રુત બની જાય છે, અને મિથ્યાર્દષ્ટિ દ્વારા ગૃહીત આચારાંગ વગેરે પણ મિથ્યાશ્રુત થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યા-શ્રુતને પણ પોતાના અનુકૂળ બનાવીને સારભૂત તત્ત્વ ગ્રહણ કરે છે, માટે એના માટે સમ્યક્-શ્રુત બની જાય છે, જ્યારે મિથ્યાર્દષ્ટિ પોતાની વિપરીત યોજનાને કારણે સભ્યને પણ મિથ્યા બનાવી લે છે. ચૌદ પૂર્વથી લઈને દસ પૂર્વ સુધીનો શ્રુત-સમ્યક્ જ હોય છે. અર્થાત્ આટલું શ્રુત હોવાથી સમ્યગ્દષ્ટિ જે હોય છે - મિથ્યાત્વી જીવને આટલું શ્રુત નથી હોતું. શેષશ્રુતના વિશે ભજવું (વિકલ્પ) સમજવું જોઈએ. થોડાં ઓછાં દસ વર્ષ પૂર્વશ્રુતથી લઈને સામાયિક પર્યંત શ્રુતવાળા સભ્યષ્ટિ પણ હોઈ શકે છે અને કોઈ મિથ્યાત્વના ઉદયથી મિથ્યા દૃષ્ટિ પણ થઈ જાય છે. તેથી આ શ્રુત જો સમ્યક્ત્વ સહિત છે, તો એ સભ્યશ્રુત છે અને જો મિથ્યાત્વનો ઉદય છે, તો એ મિથ્યા-શ્રુત થઈ જાય છે. મિથ્યાત્વના ઉદયમાં મતિજ્ઞાનમતિઅજ્ઞાન બની જાય છે અને અવધિજ્ઞાન વિભંગ જ્ઞાન બની જાય છે. મનઃપર્યય અને કેવળજ્ઞાન વિપર્યય રૂપ નથી હોતા. મિથ્યા-શ્રુત : મિથ્યાર્દષ્ટિ જીવોના શ્રુતને મિથ્યા-શ્રુત કહે છે. સાદિ-શ્રુત : જેના આદિ-પ્રારંભ હોય, એ સાદિ-શ્રુત છે. અનાદિ-શ્રુત : જેના આદિ ન હોય, એ અનાદિ-શ્રુત છે. સપર્યવસિત-શ્રુત : જેનો અંત હોય, એ સપર્યસિત-શ્રુત છે. અપર્યવસિત-શ્રુત : જેનો અંત ન હોય, એ અપર્યવસિત શ્રુત છે. પર્યાયાર્થિક નયની અપેક્ષા શ્રુતજ્ઞાન સાદિ, સપર્યવસિત છે અને દ્રવ્યાર્થિક-નયની અપેક્ષા અનાદિ અપર્યવસિત છે. દ્રવ્યાર્થિક-નયની દૃષ્ટિએ સત્નો ક્યારેય નાશ થતો નથી અને અસત્ની ક્યારેય ઉત્પત્તિ થતી નથી, માટે એની દૃષ્ટિમાં શ્રુત અનાદિ અને અપર્યવસિત છે. પર્યાયાર્થિક-નયની અપેક્ષાથી શ્રુતાપયોગમાં નવા-નવા દ્રવ્ય આવે છે અને જાય છે, માટે શ્રુતોપયોગ સાદિ-સપર્યવસિત છે. પ્રાપ્ત શ્રુતનો પ્રતિપાત પણ હોય (થાય) છે, માટે એ સાદિ-સપર્યવસિત છે. મિથ્યાત્વનો ઉદય થઈ જવાથી, ભવાંતરમાં ગમનથી, કેવળજ્ઞાનની પ્રાપ્તિથી, ગ્લાન અવસ્થાના કારણે તથા પ્રમાદ વગેરેના કારણે શ્રુતનું પ્રતિપાત થઈ જાય છે, તેથી શ્રુત સાદિ સપર્યવસિત છે. શ્રુતના આધારભૂત દ્રવ્ય-ઉત્પાદ વ્યયસ્વભાવવાળા છે એનાથી અભિન્ન હોવાના કારણે શ્રુત શ્રુતજ્ઞાનના ભેદ ૨૦૫
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy