________________
કરિયાણા સુરક્ષિત રહે છે. મિથ્યાત્વરૂપી ઉંદરો અને વિષય-કષાયરૂપ ચોર તેને હાનિ પહોંચાડી શકતા નથી.
(૫) ભાજન : સમ્યક્ત્વ ધર્મરૂપી ભોજનનો ભાજન છે. જેમ રસાયણ આદિ શ્રેષ્ઠ ભોજન સારા ભાજનમાં જ ટકે છે અને સુશોભિત હોય છે, તેવી રીતે ધર્મરૂપી રસાયણ, સમ્યક્ત્વના ભાજનમાં જ સ્થિર અને સુશોભિત હોય છે. સિંહણનું દૂધ સ્વર્ણપાત્રમાં જ ટકે છે. ધર્મનું પૌષ્ટિક દૂધ સમ્યક્ત્વના સ્વર્ણપાત્રમાં જ ટકે છે.
(૬) નિધિ : ધર્મરૂપી અણમોલ રત્ન માટે સમ્યક્ત્વ નિધાન રૂપ છે. મંજૂષા રૂપ છે, તિજોરી રૂપ છે. જેમ લોકો બહુમૂલ્ય રત્નને સુરક્ષિત રાખવા માટે મંજૂષા-પેટી તથા તિજોરીનો ઉપયોગ કરે છે, તેવી રીતે સમ્યક્ત્વરૂપી મંજૂષામાં ધર્મરૂપી રત્ન સુરક્ષિત રહે છે. કામ-ક્રોધાદિ ચોર ધર્મક્રિયા રૂપ રત્નને ચોરી શકતા નથી. ધર્મરૂપી રત્નની સુરક્ષા માટે સમ્યક્ત્વ સુરક્ષિત નિધાન છે. મંજૂષા છે, તિજોરી છે.
સમ્યક્ત્વરૂપી મહારત્નની સાર-સંભાળ અને પુષ્ટિ-હેતુ ઉક્ત છ ભાવનાઓનું પ્રતિપાદન કર્યું છે.
છ સ્થાન
સમ્યક્ત્વને સ્થિર રાખવા માટે છ સ્થાનોનું નિરૂપણ કર્યું છે. તે સ્થાન આ પ્રકાર છે. अत्थि अ णिच्चो, कुणइ कयंच वेएइ, अत्थि निव्वाणं । अत्थि य मुक्खोवाओ, छ सम्मत्तस्स ठाणाई ॥
(૧) આત્મા છે. (૨) આત્મા દ્રવ્યની અપેક્ષા નિત્ય છે. (૩) આત્મા પોતાનાં કર્મોના કર્તા છે. (૪) આત્મા કરેલાં કર્મોનો ભોક્તા છે. (૫) આત્માને મુક્તિ પ્રાપ્ત થાય છે (૬) મોક્ષનો ઉપાય છે.
આ છ સ્થાનકોને વિસ્તારથી સમજીને એનું ચિંતન કરવાથી સમ્યક્ત્વની સ્થિરતા થાય છે, તેથી સમ્યક્ત્વનાં છ સ્થાન માન્યા છે.*
આ પ્રકારે સમ્યક્ત્વનાં ૬૭ અંગો સ્વરૂપ-પ્રતિપાદન કર્યું છે. સમ્યક્ત્વનો મહિમા અપાર છે. પં. આશાધરજીએ કહ્યું છે -
नरत्वेऽपि पशूयन्ते मिथ्यात्वग्रस्तचेतसः ।
पशुत्वेऽपि नरायन्ते, सम्यक्त्वग्रस्तचेतसः ॥
મિથ્યાર્દષ્ટિ જીવ મનુષ્ય હોવા છતાં પશુની સમાન છે અને સમ્યક્ત્વથી વિભૂષિત પશુ પણ મનુષ્યની સમાન છે, કારણ તેમાં હિતાહિતનો વિવેક ઉત્પન્ન થાય છે. શરીરમાં જે સ્થાન નેત્રનું છે, અધ્યાત્મ શાસ્ત્રમાં તે સ્થાન સમ્યક્ત્વનું છે. તેથી સમ્યક્ત્વની નિર્મળ આરાધના કરવી જોઈએ.
*તેનું વિસ્તૃત વિવેચન જીવ તત્ત્વના પ્રકરણમાં જુઓ.
સમ્યક્ત્વના ૬૦ બોલ
૧૫૧