SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાના ઉત્તરાર્ધમાં “અભિધેય'ના રૂપમાં ‘સ્થ થવું તā' કહેવાયું છે. સાધનાનું પ્રયોજન, સાધનાનું સ્વરૂપ અને સાધનાનું પરિણામ શું છે. એ વિષય સાંકેતિક રૂપમાં - બીજરૂપમાં પ્રતિપાદિત કર્યું છે. કોઈપણ કાર્ય પ્રયોજનને લઈને પ્રારંભ કરવામાં આવ્યું છે. કાકદન્ત પરીક્ષાની જેમ નિમ્પ્રયોજન પ્રવૃત્તિને ઠીક નથી માનવામાં આવતી. મંદ વ્યક્તિ પણ પ્રયોજન વગર પ્રવૃત્તિ કરતો નથી. તો પ્રશ્ન થાય છે કે સાધનાનું પ્રયોજન શું છે? સંક્ષેપમાં સાધનાનું પ્રયોજન છે - આત્મા પર આવેલી વિકૃતિઓને દૂર કરી પોતાના શુદ્ધ મૌલિક સ્વરૂપને પ્રાપ્ત કરવું. અનાદિકાલીન કર્મ સંબંધથી ચેતન-આત્મા પોતાના મૂળ સ્વરૂપથી દૂર હટી જાય છે. એનું શુદ્ધ સ્વરૂપ વિભાવ પરિણતિથી વિકૃત થઈ ગયું છે. એમાં કર્મ પુદ્ગલોનું મિશ્રણ થઈ ગયું છે. આ મિશ્રણને વિકૃતિને હટાવીને પોતાના મૌલિક શુદ્ધ, બુદ્ધ, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપને પ્રાપ્ત કરવું જ સાધનાનું પ્રયોજન છે. (૧૧) (રત્નત્રયની આરાધના ) પરમ નિશ્રેયસુની અવાપ્તિ માનવજીવનનું ચરમ સાધ્ય છે અને અપરિચિત આનંદ તથા અનિર્વચનીય શાંતિ એની ફળશ્રુતિ, સાધ્યના સાક્ષાત્કાર હેતુ સાધના તથા સાધનાંગોની અનિવાર્યતા અપરિહાર્ય છે. સાધનાના રાજ-પથોથી નીકળીને જ સાધ્ય મંજિલનો સાક્ષાત્કાર થઈ શકે છે. માટે સાધના તથા સાધનાંગો પર વિમર્શ પૂર્ણ અનુચિંતન આવશ્યક હોય છે. જીવન-વ્યવહારમાં જોઈ શકાય છે કે કોઈપણ યોજનાને ક્રિયાન્વિત કર્યા પહેલાં એની વિધિ, એના ઉપાય, એનાં સાધનોનો વિચાર અવશ્ય કરવામાં આવે છે. કારણ કે સાધનો વગર સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. જ્યારે જીવનના સામાન્ય ધરાતલ પર પણ કાર્યસિદ્ધિ માટે એના ઉપાય, કારણ, નિયમ-ઉપનિયમ વગેરે ઉપર વિચાર અવશ્ય કરવામાં આવે છે. તો આધ્યાત્મિક વિકાસના સર્વોચ્ચ સોપનરૂપ મોક્ષ જેમ મહાન, ઉદાત્ત અને વિરાટ સાધ્યની સિદ્ધિ માટે એનાં સાધનો પર વિચાર અવશ્યમેવ હોવો જોઈએ. આત્મકલ્યાણના અભિલાષી સાધક પોતાની સાધનાનું લક્ષ્ય નિર્ધારિત કર્યા પછી એને પ્રાપ્ત કરવાનાં સાધનો અને ઉપયોગની શોધ કરે છે. પ્રકૃષ્ટ જ્ઞાનીઓ અને મનીષી મહર્ષિઓએ સ્વાનુભવથી જે સત્ય-તથ્ય ઉપલબ્ધ કર્યા છે, એને સામાન્ય સાધકોના માર્ગદર્શન હેતુ અભિવ્યક્તિ પણ આપી છે. એમણે સ્વાનુભૂત માર્ગ બતાવ્યો છે, જે માર્ગ પર ચાલીને જે સાધનાને અપનાવીને જે ઉપાયોનું અવલંબન લઈને એણે એ સર્વોચ્ચ સાધ્યની સિદ્ધિ કરી છે, એનું દિગ્દર્શન એમણે જગજીવો પર અનુકંપા કરી વાણી દ્વારા કર્યું છે. ચેતનાશીલ આત્મા યથાસ્થિતિથી સંતુષ્ટ નથી થતી. એ જે કંઈ છે અને જેવો છે એવો જ રહેવાનું પસંદ નથી કરતો. એ વિકાસ ચાહે છે, આગળ વધવા માગે છે, ઊર્ધ્વમુખી બનવા ( ૬૮ રાજકોટ જિણધર્મોો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy