SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ કરતો નથી. હવે આ પાપકર્મનું ફળ ભોગવ. જે બીજા પર દયા કરતા નથી, તેના પર કોણ દયા કરશે ? નરકગમનનાં કારણો સહિત કૂવા, તળાવ, નદી વગેરેના પાણીમાં મસ્તી કરનારને, ગાળ્યા વગરનું પાણી કામમાં લેનાર તથા વ્યર્થ પાણી વહાવનારને વૈતરણી નદીના ઉષ્ણ ખારા પાણીમાં નાખીને શરીરને છિન્ન-ભિન્ન કરી નાંખે છે. સાપ, વીંછી, પશુ-પક્ષી આદિ પ્રાણીઓની હિંસા કરનાર શોખીન લોકોને આ પરમાધાર્મિક સાપ, વીંછી, સિંહ વગેરે રૂપ બનાવીને ચીરે-ફાડે છે. તેમને તીક્ષ્ણ ઝેરીલા ડંસથી તેમને ત્રાસ પહોંચાડે છે. વ્યર્થ વૃક્ષોનું છેદન-ભેદન કરનારનું શરીરનું છેદન-ભેદન કરે છે. માતા-પિતાદિ વૃદ્ધ અને ઉપકારી જનોને જે સંતાપ આપે છે, તેનું હૃદય ભાલાથી ભેદી નાંખે છે. દગાબાજી કરનારને ઊંચા પહાડ પરથી પટકે છે. શ્રોત્રેન્દ્રિયને પ્રિય રાગરાગિનીના અત્યંત શોખીનના કાનમાં ઊકળતું સીસું ભરી દે છે. ચક્ષુરિન્દ્રિયથી દુર્ભાવનાની સાથે પરસ્ત્રીનું અવલોકન કરનાર તથા ખેલ-તમાશો, નાટક-સિનેમા દેખનારની આંખો શૂળથી ફોડી નાંખે છે. ઘ્રાણેન્દ્રિયના વિષયમાં અત્યંત આસક્ત પુરુષને રાઈ-મરચા વગેરેને અત્યંત તીખો ધુમાડો સુંઘાડે છે. જિહ્વાથી નિંદા, ચાડી કરનારની જીભ ખેંચી લે છે. કોઈ કોઈ પાપીને ઘાણીમાં પીલે છે. અંગારા પર પકવે છે. મહાવાયુમાં ઉડાવે છે. આ પ્રકાર પૂર્વજન્મમાં કરેલાં કુકૃત્યોના મુજબ અનેક પ્રકારનાં ઘોરાતિઘોર દુઃખોથી પીડિત કરે છે. આ અતીવ ભયાનક દુઃખોથી વ્યથિત થઈને, ગભરાઈને નારકી જીવ ખૂબ લાચારી અને દીનતા બતાવે છે. બંને હાથોની દશે આંગળીઓને મોંમા નાંખીને, પગમાં નાક રગડીને પ્રાર્થના કરે છે - “બચાવો અમને, બચાવો, મારો નહિ. હવે અમે પાપ નહિ કરીશું.” નારકોના આ પ્રકારના કરુણાપૂર્ણ શબ્દ સાંભળીને પરમાધાર્મિક અસુરોને જરા પણ દયા આવતી નથી. તે લેશમાત્ર પણ દયા બતાવતા નથી. તેમના કરુણ ક્રંદન પર વિચાર ન કરીને ઊલટા જોરથી હસીને તેમની મજાક કરે છે અને અધિકાધિક કષ્ટ પહોંચાડે છે. અહીં સહજ જ બે પ્રશ્ન ઊભા થાય છે. પહેલું તો પરમાધાર્મિક અસુર નારકી જીવોને દુઃખ કેમ આપે છે ? બીજો પ્રશ્ન એ છે કે એવું કરવાથી તેને પાપ લાગે છે કે નહિ ? પહેલા પ્રશ્નનો ઉત્તર છે કે જે લોક નિર્દય હોય છે. શિકાર કરવામાં આનંદ માને છે. સાંઢ-પાડા-પેંડો લડાવવાના શોખીન થાય છે અથવા જે બાળ તપસ્વી અગ્નિકાય, જળકાય અને વનસ્પતિકાય આદિના અસંખ્યાત જીવોની ઘાત કરીને અજ્ઞાન તપ કરે છે, તે મરીને પરમાધાર્મિક અસુર બને છે. તે સ્વભાવતઃ નારકી જીવોને કષ્ટ પહોંચાડીને આનંદ માને છે. પૂર્વજન્મના ક્રૂર સંસ્કારોના કારણે તેઓ આવું કરે છે. હવે બીજા પ્રશ્નનો ઉત્તર એ છે કે પરમાધાર્મિક અસુરોને પણ તેમનાં કરેલાં કર્મોનું ફળ ભોગવવું પડે છે. ‘ડાળ માળ ન મોવસ્તુ અસ્થિ ’ કરેલાં કર્મોનું ફળ ભોગવ્યા વિના છુટકારો થતો નથી. આગમના આ કથન અનુસાર ભલે દેવ હોય અથવા મનુષ્ય, જિણધમ્મો ૩૪૪
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy