SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સમ્યક્ત્વના ૬૦ બોલ સમ્યક્ત્વની શુદ્ધતાને માટે પૂર્વાચારોએ ૬૭ બોલને પ્રતિપાદિત કર્યા છે. તે બોલ આ પ્રકારે છે - चउसद्दहण तिर्लिंग दस विणय-तिसुद्धि पंचगय दोसं । अट्ठपभावण भूसण- लक्खण पंचविहि संजुत्तं ॥१॥ छव्विह जयणाऽऽगारं छब्भावण भाविअं च छट्टाणं । इय सत्तसट्ठि दंसण-भेअ विसुद्धं तु सम्मत्तं ॥२॥ શ્રદ્ધાન ૪, લિંગ ૩, વિનય ૧૦, શુદ્ધિ ૩, દૂષણ-ત્યાગ ૫, પ્રભાવના ૮, ભૂષણ ૫, લક્ષણ પ, યતના ૬, આગાર ૬, ભાવના ૬ અને સ્થાન ૬ - આ રીતે ૬૭ ભેદોથી સમ્યક્ત્વ વિશુદ્ધ હોય છે. ચાર શ્રદ્ધાન શ્રદ્ધાન ૪ જેના દ્વારા સમ્યક્ત્વના અસ્તિત્વની પ્રતીતિ થાય છે, એને સમ્યક્ત્વનું શ્રદ્ધાન* કહે છે. શ્રદ્ધાનના ૪ ભેદ છે. परमत्थ संथवो वा, सुदिट्ठ परमत्थ सेवणा वावि । वावण्ण-कुदंसणवज्जणा य सम्मत्तसद्दहणा ॥ - - ઉત્તરાધ્યયન, અ-૨૮, ગા-૨૮ અર્થાત્ (૧) પરમાર્થ સંસ્તવ, (૨) સુદૃષ્ટ પરમાર્થ સેવવું, (૩) વ્યાપન્નવર્જન ને (૪) કુદર્શનવર્જન - આ ચાર સમ્યક્ત્વના શ્રદ્ધાન છે. આ કાર્યો કરવાથી એ પ્રતીતિ થાય છે કે કર્તામાં સમ્યક્ત્વનું અસ્તિત્વ છે. (૧) પરમાર્થ સંસ્તવ ઃ જીવાદિ નવ તત્ત્વ અને રત્નત્રયાદિ પરમાર્થ છે, એનું સંસ્તવ અર્થાત્ પરિચય કરવો ૫રમાર્થ સંસ્તવ છે. જીવાદિ તત્ત્વોના પરિચયથી અર્થાત્ એમના ગહન જ્ઞાનથી પ્રતીતિ થાય છે કે આવા જ્ઞાતામાં સમ્યક્ત્વ છે. શંકા કરવામાં આવે છે કે જીવાદિ પદાર્થોના ગહન જ્ઞાન તો અંગારમર્દકાચાર્ય આદિ અભવ્યોમાં પણ હતું. પરંતુ તે સમ્યક્ત્વી ન હતા. તેથી તે વ્યાખ્યા સાચી નથી. એનું સમાધાન એ છે કે અહીંયાં તત્ત્વોના ગહન જ્ઞાનનો અર્થ તત્ત્વોના અનુભૂતિ-પરક યથાર્થ જ્ઞાનથી છે અને એવા યથાર્થ જ્ઞાન અભવ્ય અંગારમર્દકાદિમાં ન હતા, તેથી ઉક્ત વ્યાખ્યા નિર્દોષ સમજવી જોઈએ. 'तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं ' ‘અયમેવ નિમાંથે પાવયળે કે પરમઢે, તેને ઝળકે ।' જે જિનેશ્વર દેવોએ કહ્યું છે તે સત્ય છે, નિઃશંક છે. નિગ્રંથ પ્રવચન જ અર્થ છે, પરમાર્થ છે, અન્ય બધું અનર્થ છે. ઉક્ત પ્રકારની શ્રદ્ધાની પ્રતીતિ રૂપ પ્રથમ ભેદ પરમાર્થ સંસ્તવ છે. ★ सम्यक्त्वं श्रद्धीयते - अस्तीति प्रतिपद्यते अनेनेति सम्यक्त्वं श्रद्धानं । સમ્યક્ત્વના ૬૦ બોલ ૧૩૩
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy