SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન થઈ શકે છે કે જન્મ અને યોનિમાં શું અંતર છે ? યોનિ આધાર છે અને જન્મ આધેય. સ્થૂળ-શરીર માટે યોગ્ય પુદ્ગલોનું પ્રાથમિક ગ્રહણ જન્મ છે અને તે ગ્રહણ જગ્યાએ થાય તે યોનિ છે. આ પ્રશ્ન પણ સહજ પેદા થાય છે કે યોનિની સંખ્યા ચોર્યાશી લાખ પ્રસિદ્ધ છે, તો અહીં કેવળ નવ યોનિઓ જ કેમ બતાવાઈ છે ? સમાધાન એ છે કે ચોર્યાશી લાખ યોનિઓનું કથન વિસ્તારની અપેક્ષાથી કરવામાં આવ્યું છે. પૃથ્વીકાય આદિ અલગ-અલગ નિકાયનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના તરમત ભાવવાળા જેટલાં જેટલાં ઉત્પત્તિસ્થાન છે, તે-તે નિકાયની એટલી યોનિઓ માની લેવામાં છે. જેમ પૃથ્વીકાયની સાત લાખ, અકાયની સાત લાખ, તેજસ્કાયની સાત લાખ, વાયુકાયની સાત લાખ, પ્રત્યેક વનસ્પતિની દસ લાખ, સાધારણ વનસ્પતિની ચૌદ લાખ, દ્વીન્દ્રિયની બે લાખ, ત્રીન્દ્રિયની બે લાખ, ચતુરિન્દ્રિયની બે લાખ, દેવતાની ચાર લાખ, નારકની ચાર લાખ, તિર્યંચ પંચેન્દ્રિયની ચાર લાખ અને મનુષ્યની ચૌદ લાખ. આ પ્રકારે ચોર્યાશી લાખ યોનિઓ વિસ્તારની અપેક્ષાથી કહી છે. અહીં એ જ ચોર્યાશી લાખ યોનિઓના સચિત્તાદિના રૂપમાં સંક્ષેપમાં નવ વિભાગ કહ્યા છે. તાત્પર્ય એ છે કે સંક્ષેપ દૃષ્ટિથી યોનિઓના ૯ ભેદ છે અને વિસ્તાર દૃષ્ટિથી યોનિઓ ચોર્યાશી લાખ પ્રકારની છે. ચોર્યાશી લાખ યોનિ-જીવ : ચાર ગતિના જેટલા પણ સંસારી જીવ છે તેની ચોર્યાશી (૮૪) લાખ યોનિઓ છે. યોનિઓનો અર્થ છે જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન. સમસ્ત જીવોની ૮૪ લાખ ઉત્પત્તિસ્થાન છે. યદ્યપિ સ્થાન તો એનાથી પણ અધિક છે, પરંતુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના રૂપમાં જેટલાં પણ સ્થાન પરસ્પર હોય છે, એ બધાંને મળીને એક જ સ્થાન માનવામાં આવે છે. પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ છે. પાંચ વર્ણના ઉક્ત ભેદોને ગુણા કરવાથી ૧૭૫૦ ભેદ થાય છે. પુનઃ બે ગંધથી ગુણા કરવાથી ૩૫૦૦, પુનઃ પાંચ રસથી ગુણા કરવાથી ૧૭૫૦૦, પુનઃ આઠ સ્પર્શથી ગુણા કરવાથી (૧,૧૪,૦૦૦), પુનઃ પાંચ સંસ્થાનથી પાંચ ગુણા કરવાથી ૭,૦૦,૦૦૦ ભેદ થાય છે. પૃથ્વીકાયની સમાન જ જળ, તેજ અને વાયુકાયના પણ પ્રત્યેકના મૂળ ભેદ ૩૫૦ છે. એને પાંચ વર્ણ વગેરેથી ગુણન કરવાથી પ્રત્યેકની ૭-૭ લાખ યોનિઓ થઈ જાય છે. પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ છે.એને પાંચ વર્ણ વગેરેથી ગુણા કરવાથી કુલ ૧૦ લાખ યોનિઓ થઈ જાય છે. કંદમૂળની જાતિના મૂળ ભેદ ૭૦૦ છે, તેથી એમને પણ પાંચ વર્ણ વગેરેથી ગુણા કરવાથી કુલ ૧૪,૦૦ લાખ યોનિઓ હોય છે. આ પ્રકાર દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, વિકલત્રયના પ્રત્યેકના મૂળભેદ ૧૦૦છે. એમને પાંચ વર્ણ વગેરેથી ગુણા કરવાથી પ્રત્યેકની કુલ યોનિઓ ૨-૨ લાખ થઈ જાય છે. તિર્યંચ પંચેન્દ્રિય, નારકી અને દેવતા પ્રત્યેકના મૂળ ભેદ ૨૦૦ છે. એમને પાંચ વર્ણ વગેરેથી ગુણા કરવાથી પ્રત્યેકના કુલ ૪-૪ લાખ યોનિઓ હોય છે. મનુષ્યની જાતિના મૂળ ભેદ ૭૦૦ છે. તેથી પાંચ વર્ણ વગેરેથી ગુણા કરવાથી મનુષ્યની કુલ ૧૪ લાખ યોનિઓ થઈ જાય છે. આ પ્રકારે કુલ ૮૪ લાખ જીવ-યોનિઓ થાય છે. ૩૨૪ જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy