SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ( મંગલ અને પ્રયોજન ) सिद्धाणं णमो किच्चा, संजयाणं च भावओ । अत्थधम्मगई तच्चं अणुसिढेि सुणेह मे ॥ - ઉત્તરાધ્યયન, અ-૨૦-૧ અર્થ સિદ્ધોને અર્થાત્ અરિહંતો અને સિદ્ધોને તથા સંયતોને અર્થાત્ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓને નમન કરીને સમસ્ત અર્થોની સિદ્ધિ કરનાર આચરણીય ધર્મના સ્વરૂપને અનુક્રમથી કહું છું. હે મુમુક્ષુ જીવો ! મન, વચન, કાયાના યોગને એકાગ્ર કરીને શ્રવણ કરો. વિવેચન : ભારતીય દર્શન, વિશેષતઃ જૈનદર્શનનું ચિંતન હંમેશાં ઊર્ધ્વમુખી રહ્યું છે. વિકાસશીલ આત્માનો સ્વભાવ ઊર્ધ્વગમન છે. જેમ અગ્નિ-જ્વાળાનો સ્વભાવ ઊર્ધ્વગમનનો છે. નીચેથી નીચે સ્થાન પર અગ્નિની જ્વાળા હોય છતાં જ્વાળાની ગતિ ઉપરની તરફ હોય છે, એમ જ વિકાસોન્મુખ આત્મા પણ ઊર્ધ્વગમન ચાહે છે. માનવીય ચેતના પોતાની યથાસ્થિતિથી સંતુષ્ટ નથી હોતી. એ વિકાસના પથ ઉપર આગળ વધવા માગે છે. એ ઉત્થાનના આકાશમાં ઊંચામાં ઊંચું ઉડાણ ભરવા ચાહે છે. જે રીતે યાત્રી પોતાની મંજિલ નક્કી કરીને એ તરફ ઉત્તરોત્તર આગળ વધતો જાય છે, એ માર્ગમાં અટકતો નથી. થોડો સમય આરામ ભલે કરે, પરંતુ એનું ધ્યેય વચ્ચે રોકાવાનું કે આરામ કરવાનું નહિ, પણ મંજિલ (ધ્યેય) સુધી પહોંચવાનું હોય છે. આ જ ધ્યેયને લઈને એ મંજિલ તરફ વધતો રહે છે, જ્યાં સુધી મંજિલ પ્રાપ્ત ન થાય. ઊર્ધ્વગામી આત્મા પણ પોતાના સમક્ષ સિદ્ધત્વનું સર્વોચ્ચ લક્ષ્ય રાખીને એની તરફ વધવાનો પ્રયત્ન કરે છે. માનવીય ચેતનાનું સર્વોચ્ચ લક્ષ્ય પણ એ સ્થિતિને પ્રાપ્ત કરવાનું છે, જે સિદ્ધ પરમાત્માએ પ્રાપ્ત કરી છે. (૧) સિદ્ધ સ્વરૂપ : સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ શબ્દો દ્વારા વ્યક્ત નથી કરી શકાતું, માટે એને અનિર્વચનીય કહેવાય છે. જેમ મૂંગી વ્યક્તિ ગોળના સ્વાદનો અનુભવ કરે છે, પરંતુ એને શબ્દો દ્વારા અભિવ્યક્તિ નથી આપી શકતો એમ જ સિદ્ધત્વની સ્થિતિ અનુભવગમ્ય છે, શબ્દગમ્ય નથી. તકે ત્યાં નથી પહોંચી શકતો, મતિની ત્યાં ગતિ નથી. શ્રુતિ પણ એના વિશે “તિ-તિ’ કહીને સંતુષ્ટ થઈ જાય છે. વેદોએ પણ એ સ્થિતિને “તિ-તિ’ જ કહી છે. “આચારાંગ સૂત્ર'માં આ સ્થિતિનો આ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે - सव्वे सरा नियटुंति, तक्का जत्थ ण विज्जइ, मई तत्थ ण गाहिया, ओए अप्पइट्ठाणस्स खेयन्ने से ण दीहे, ण हस्से, ण वट्टे, ण तंसे, ण चउरंसे, ण परिमंडले, ण किण्हे, ण नीले, ण लोहिए, ए हालिद्दे ण सुक्किल्ले, ण सुरहि गंधे, ण दुरहिगंधे, ण त्तित्ते, ण कडुए, ण कसाए, ण अंबिले, ण महुरे, ण कक्खडे, ण मउए, ण દૂ મંગલ અને પ્રયોજન ૬૩)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy