SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ એકાંત પાપ છે, એ જ રીતે સાધુથી ઇતરને દાન દેવામાં પણ એકાંત પાપ છે. તેઓ કહે છે - “સથથી કનેરો તે પાત્ર છે, અનેરા ને વીંથી અનેરો પ્રતિનો ગ્રંથ ઋો તે અનેરી પ્રવતિ પાપની છે.” “કૃપાત્ર દાન, માંસ વગેરેનું સેવન તથા વ્યસન કુશીલાદિક - એ ત્રણેય એક જ માર્ગના પથિક છે. જેમ ચોર, જાર, ઠગ આ ત્રણેય સમાન વ્યવસાયી છે, એમ જ કુપાત્ર દાન પણ જયાચાર્ય - સિદ્ધાંતાનુસાર માંસાદિક સેવન, વ્યસન, કુશીલાદિક સેવનની શ્રેણીમાં ગણના કરવા યોગ્ય છે. | તેરાપંથની ઉકત માન્યતા ગંભીર ભૂલથી ભરેલી છે. આગમમાં ક્યાંય પણ સાધુથી ઇતરને કુપાત્ર નથી કહેવામાં આવ્યું. શ્રાવક, સાધુથી અલગ છે, છતાંય એને ગુણરત્નનું પાત્ર અને તીર્થ કહ્યો છે. આગમના એ પાઠ આ પ્રકાર છે - तित्थं पुण चाउवण्णाइण्णे समणसंघे, तंजहा-समणा, समणीओ, सावया, सावियाओ । - ભગવતી સૂત્ર-૨૦ પ્રસ્તુત પાઠમાં સાધુ-સાધ્વીની જેમ શ્રાવક-શ્રાવિકાને પણ તીર્થ કહ્યા છે. તીર્થ નામ સુપાત્રનું છે, કુપાત્રનું નહિ. મેદિની કોષમાં તીર્થનો અર્થ પાત્ર બતાવ્યો છે. तीर्थ शास्त्राध्वर क्षेत्रोपाय नारी रजः सु च । अवतारर्षि जुष्टाम्बु पात्रोपाध्याय मंत्रिषु ॥ એનાથી શ્રાવક પાત્ર સિદ્ધ થાય છે, અપાત્ર નહિ. જ્યારે શ્રાવક અપાત્ર જ નથી તો એનો કુપાત્ર હોવાનો સવાલ જ નથી થઈ શકતો. “સ્થાનાંગ સૂત્ર'ના ચોથા સ્થાનમાં ઉલ્લેખિત સંઘનો અર્થ કરતાં ટીકાકારે લખ્યું છે - “સંધ: TUરિત્ન પત્રિમૂત-સત્વે સમૂહ:” “ગુણ રૂપ રત્નનાં પાત્રભૂત પ્રાણીઓના સમૂહને સંઘ કહે છે. સંઘમાં શ્રાવક-શ્રાવિકાઓ પણ સમાયેલી છે, તેથી તે પણ ગુણ રૂપ રત્નના પાત્ર હોવાથી સુપાત્ર છે, કુપાત્ર નહિ. તેથી સાધુથી અલગ બધાને કુપાત્ર કહેવું નિતાંત અસત્ય છે. જ્યારે સાધુથી અલગ બધા કુપાત્ર નથી, તો એમને દાન દેવાથી એકાંત પાપ કેવી રીતે થઈ શકે છે ? વસ્તુતઃ સાધુ વિશિષ્ટ પાત્ર છે, તેથી એમને દાન દેવાથી વિશિષ્ટ પુણ્યનો બંધ થાય છે. અને બીજા લોકો સાધુની અપેક્ષા સામાન્ય પાત્ર છે. તેથી એમને દાન આપવાથી સામાન્ય પુણ્ય બંધ થાય છે, પરંતુ સાધુથી અલગ વ્યક્તિને ધર્માનુકૂળ વસ્તુનું દાન દેવાથી એકાંત પાપ થાય છે, આ માન્યતા આગમથી સર્વથા વિપરીત છે. એક કામી વ્યક્તિ વાસના પૂર્તિ માટે વેશ્યાને દાન આપે છે અને બીજો વિનીત પુત્ર માતા-પિતાની સેવા માટે દાન આપે છે. તેરાપંથની માન્યતાનુસાર બંને કુપાત્રને દાન આપે છે; તેથી બંને એક સમાન એકાંત પાપનું કાર્ય કરે છે. પરંતુ આ એમની માત્ર કોરી કલ્પના છે. આગમમાં એવું ક્યાંય નથી કહ્યું. “ઉવવાઈ સૂત્ર'માં માતા-પિતાની સેવા કરનાર પુત્રને સ્વર્ગમાં જનારો કહ્યો છે. જો માતા-પિતાને દાન દેવું, એમની સેવાભક્તિ કરવી કુપાત્રદાન તથા કુશીલાદિકની જેમ એકાંત પાપમય હોત તો આગમકાર એ માતૃ-પિતૃ ભક્ત પુત્રને સ્વર્ગગામી કેવી રીતે કહેત? કારણ કે સ્વર્ગની પ્રાપ્તિ પુણ્યથી થાય છે, પાપથી નહિ. તેથી [ પુણ્ય તત્વઃ એક પરિશીલન ૪૬૩)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy