SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નથી ત્યાગતા, એમ સાધુ મારણાંતિક કષ્ટ આવી પડવાથી પણ પોતાના ચરિત્ર વગેરે ધર્મને નથી છોડતા, પરંતુ અડગ રહે છે. ૭. ભ્રમર (ભમરો) : જેમ ભમરો ફૂલોનો રસ ગ્રહણ કરે છે પરંતુ ફૂલોને પીડા નથી આપતા, એમ સાધુ આહાર-પાણી ગ્રહણ કરતી વખતે દાતાને જરા પણ કષ્ટ નથી આપતા. (૨) જેમ ભમરો ફૂલનો મકરંદ (રસ) ગ્રહણ કરે છે પરંતુ બીજાને નથી રોકતા, એમ સાધુ ગૃહસ્થ ઘરથી આહાર વગેરે લે છે, પણ કોઈને અંતરાય (મુસીબત) નથી બનતા. (૩) ભમરો અનેક ફૂલોથી પોતાનો નિર્વાહ કરે છે, એમ સાધુ અનેક ગામોમાં પરિભ્રમણ કરીને અનેક ઘરોમાં ફરીને આહાર વગેરે પ્રાપ્ત કરીને પોતાના શરીરનું પોષણ કરે છે. (૪) જેમ ભમરો બહુ રસ મળવાથી એનો સંગ્રહ નથી કરતો, એમ સાધુ આહાર વગેરેનો સંગ્રહ નથી કરતા. (૫) જેમ ભમરો વગર બોલાવ્યે અચાનક જ ફૂલોની પાસે જતો રહે છે, એમ સાધુ પણ વગર નિમંત્રણે જ ગૃહસ્થોનાં ઘેર જાય છે. (૬) જેમ ભમરાનો પ્રેમ કેતકી(કેવડા)ના ફૂલ પર અધિક હોય છે, એમ સાધુને ચારિત્ર ધર્મ પર અધિક પ્રેમ હોય છે. (૭) જેમ ભમરા માટે બાગ-બગીચા નથી બનાવી શકાતા, એમ જે આહાર ગૃહસ્થે સાધુના નિમિત્ત ન બનાવ્યા હોય એ જ સાધુના કામ આવે છે. ૮. મૃગ ઃ (૧) જેમ મૃગ સિંહથી ડરે છે, એમ સાધુ હિંસા વગેરે પાપોથી ડરે છે. (૨) જે ઘાસના ઉપરથી સિંહ નીકળે છે એ ઘાસને મૃગ નથી ખાતું, એમ જે આહાર દૂષિત થાય છે એને સાધુ કદી લેતા નથી. (૩) જેમ મૃગ સિંહના ભયથી એક સ્થાન ઉપર નથી રહેતું, એમ સાધુ પ્રતિબંધથી ડરે છે અને શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને એક સ્થાન ઉપર નિવાસ નથી કરતા. (૪) મૃગ રોગ થવાથી પણ ઔષધનું સેવન નથી કરતા, એમ સાધુ પાપકારી ઔષધનું સેવન નથી કરતા. (૫) જેમ રોગ વગેરે વિશેષ કારણથી મૃગ એક સ્થાન ઉપર રહે છે, એમ સાધુ રોગ, વૃદ્ધાવસ્થા વગેરે વિશેષ કારણ હોવાથી એક સ્થાન પર રહે છે. (૬) જેમ મૃગ રુગ્ણતા વગે૨ે અવસ્થાઓમાં સ્વજનોની સહાયતાની ઇચ્છા નથી કરતા, એમ સાધુ પણ રોગ, પરિષહ કે ઉપસર્ગ આવવાથી ગૃહસ્થોની અથવા સ્વજનોના શરણની અપેક્ષા નથી કરતા. (૭) જેમ મૃગ નીરોગ થતાં જ એ સ્થાન છોડી દે છે, એમ સાધુ પણ કારણમુક્ત થતાં જ ગ્રામાનુગ્રામ વિહાર કરે છે. ૯. ધરિણી : ધરિણીની પૃથ્વી સમાન સાધુ હોય છે. (૧) જેમ પૃથ્વી સમભાવથી ગરમીઠંડી, છેદન-ભેદન વગેરે દુઃખોને સહન કરે છે, એમ સાધુ પરિષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન કરે છે. (૨) જેમ પૃથ્વી ધન-ધાન્યથી પરિપૂર્ણ હોય છે, એમ સાધુ પણ સંવેગ, વૈરાગ્ય, શમ, દમ વગેરે સદ્ગુણોથી પરિપૂર્ણ થાય છે. (૩) જેમ પૃથ્વી પોતાના શરીરની સાર-સંભાળ નથી કરતી, એમ સાધુ સર્વસુખદાતા અને ધર્મબીજની ઉત્પત્તિનું કારણ છે. (૪) જેમ પૃથ્વી પોતાના શરીરની સાર-સંભાળ નથી કરતી, એમ સાધુ મમત્વભાવથી શરીરની સારસંભાળ નથી કરતા. (૫) જેમ પૃથ્વીનું કોઈ છેદન-ભેદન કરે છે તો એ કોઈને ફરિયાદ નથી કરતા, એમ ૫૧ સાધુ
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy