SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ઉત્સર્પિણી કાળ ઉપર્યુક્ત અવસર્પિણી કાળના છ આરા વીતી ગયા પછી ઉત્સર્પિણી કાળનો આરંભ થાય છે. એમાં પણ છ આરા હોય છે. અંતર એ છે કે તે વિપરીત ક્રમથી હોય છે અર્થાત્ ઉત્સર્પિણી કાળ દુઃષમ-દુષમથી પ્રારંભ થઈને સુષમ-સુષમ પર સમાપ્ત થાય છે. ઉત્સર્પિણી કાળના છ આરાનું વર્ણન આ રીતે જાણવું જોઈએ -- (૧) દુઃષમ-દુઃષમ ઃ ઉત્સર્પિણી કાળનો આ દુઃષમ-દુષમ નામનો પહેલો આરો, એકવીસ હજાર વર્ષનો હોય છે. શ્રાવણ વદ પ્રતિપદાના દિવસે આનો આરંભ થાય છે. એમાં બધી રચનાઓ અને સ્થિતિ અવસર્પિણી કાળના છઠ્ઠા આરાની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે આ કાળમાં આયુ અને અવગાહના વગેરે ક્રમશઃ વધતી જાય છે. (૨) દુ:ષમ : ઉત્સર્પિણી કાળનો દ્વિતીય આરો દુષમ છે. આ પણ એકવીસ હજાર વર્ષનો છે. આ પણ શ્રાવણ વદ પ્રતિપદાથી આરંભ થાય છે. આ આરકનો આરંભ થવાથી પાંચ પ્રકારની વૃષ્ટિ સંપૂર્ણ ભરત ક્ષેત્રમાં થાય છે. આ સંબંધમાં ‘જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર'માં આ પ્રકારનું વર્ણન ઉપલબ્ધ થાય છે. પ્રથમ આરાના એકવીસ હજાર વર્ષ વ્યતીત થઈ જવાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેમાં અનંત ગુણ વૃદ્ધિ થઈને દુઃષમ નામનો બીજો આરો લાગશે. એ સમયમાં પુષ્કર સંવર્તક નામના મહામેઘ ભરત ક્ષેત્ર પ્રમાણ આયામ-વિષ્કમ્ભવાળો થઈને આકાશમાં પ્રગટ થશે. તે ઘનઘોર ગર્જના કરશે. ગર્જના પછી વીજળીઓ થશે અને યુગ મુસળ મુષ્ટિ પ્રમાણ ધારાઓથી સર્વત્ર એક રૂપ સાત દિવસ રાત સુધી અનવરત વરસશે. આ વરસાદના વરસવાથી પૃથ્વીનો અંગારસમાન, તપ્ત તણખલા સમાન, તપ્ત રાખ સમાન, તપ્ત કવેલૂ સમાન ભૂ-ભાગ શીતળ બની જશે. એના પછી ભરત ક્ષેત્ર પ્રમાણ ક્ષીર મેઘ નામનો મહામેઘ પ્રગટ થશે, ગર્જના કરશે, વીજળીઓ થશે અને તે મેઘ યુગ-મૂસળ-મુષ્ટિ પ્રમાણ ધારાઓથી સાત રાત-દિવસ પર્યંત અનવરત સર્વત્ર એક રૂપમાં વરસશે, જેના ફળસ્વરૂપ ભરત ક્ષેત્રની ભૂમિમાં શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પેદા થશે. એના પછી ધૃતમેઘ નામનો મહામેઘ પ્રગટ થશે. ગર્જના કરશે, વીજળીઓના કડાકા થશે સાત દિવસ-રાત સુધી અને યુગ-મૂસળ-મુષ્ટિ પ્રમાણ ધારાઓથી સર્વત્ર એક રૂપમાં વરસશે. જેનાથી ભરત ક્ષેત્રની ઊગેલી વનસ્પતિઓમાં પાંચ પ્રકારના તિક્ત, કટુક, કષાય, આમ્લ અને મધુ૨સને ઉત્પન્ન કરશે. જેનાતી ભરત ક્ષેત્ર વિવિધ પ્રકારની વનસ્પતિઓથી સુશોભિત અને સુખોપભોગ્ય બની જશે. ત્યારે તત્કાલીન દરવાસી મનુષ્ય દરથી નીકળીને આ મનોરમ દશ્યને જોશે અને એ ભવ્ય વનસ્પતિઓનો ઉપભોગ કરશે - એનાથી તે હૃષ્ટ-પુષ્ટ થશે. શનૈઃ શનૈઃ ફલાહારની પ્રધાનતાથી એમની બુદ્ધિમાં જિણધો ૩૯૨
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy