SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) લિપિછેદન (૩૦) તાત્કાલિક બુદ્ધિ (૩૧) વસ્તુસિદ્ધિ (૩૨) વૈઘક્રિયા (૩૩) સુવર્ણરત્ન-શુદ્ધિ (૩૪) કુંભભ્રમ (૩૫) સાર-પરિશ્રમ (૩૬) અંજન-યોગ (૩૭) ચૂર્ણયોગ (૩૮) હસ્તપટુતા (૩૯) વચનપટુતા (૪૦) ભોજનવિધિ (૪૧) વાણિજ્યવિધિ (૪૨) કાવ્યશક્તિ (૪૩) વ્યાકરણ (૪૪) શાલિખંડન (૪૫) મુખમંડન (૪૬) કથાકથન (૪૭) પુષ્પમાળા ગ્રંથન (૪૮) શૃંગાર (૪૯) સર્વભાષા જ્ઞાન (૫૦) અભિધાન જ્ઞાન (૫૧) આભરણ વિધિ (૫૨) ભૃત્ય ઉપચાર (૫૩) ગૃહાચાર ૯૫૪) સંચયન (૫૫) નિરાકરણ (૫૬) ધાન્ય-ધન (૫૭) કેશગ્રંથન (૫૮) વીણાનાદ (૫૯) વિતંડાવાદ (૬૦) અંકવિચાર (૬૧) સત્યસાધન (૬૨) લોકવ્યવહાર (૬૩) અંત્યાક્ષરી અને (૬૪) પ્રશ્ન-ઉખાણું. ૧૮ લિપિઓ : ૧૮ લિપિઓનાં નામ શ્રુતજ્ઞાન પ્રકરણમાં આપવામાં આવ્યાં છે. ૧૪ લોકોત્તર વિધાઓ : (૧) ગણિતાનુયોગ (૨) કરણાનુયોગ (૩) ચરણાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ (૫) શિક્ષાકલ્પ (૬) વ્યાકરણ (૭) છંદવિદ્યા (૮) અલંકાર (૯) જ્યોતિષ (૧૦) નિર્યુક્તિ (૧૧) ઇતિહાસ (૧૨) શાસ્ત્ર (૧૩) મીમાંસા અને (૧૪) ન્યાય. ૧૪ લૌકિક વિધાઓ : (૧) બ્રહ્મ (૨) ચાતુરી (૩) બળ (૪) વાહન (૫) દેશના (૬) બાહુ (૭) જળતરણ (૮) રસાયણ (૯) ગાયન (૧૦) વાઘ (૧૧) વ્યાકરણ (૧૨) વેદ (૧૩) જ્યોતિષ (૧૪) વૈદ્યક. ઉલ્લેખિત કલાઓ, વિદ્યાઓ, લિપિઓ વગેરે અનાદિ કાળથી ચાલી આવે છે. અને અનંત કાળ સુધી ચાલતી રહેશે, પરંતુ કાળના પ્રભાવથી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં ક્યારેક લુપ્ત થઈ જાય છે અને ક્યારેક પ્રકાશમાં આવે છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશાં રહે છે. જીતાચાર અનુસાર સ્વર્ગથી ઇન્દ્ર આવીને ભાવિ તીર્થંકરનો રાજ્યાભિષેક કરે છે. લગ્નોત્સવ કરીને પાણિગ્રહણ કરાવે છે. જેમ-જેમ કુટુંબની વૃદ્ધિ થાય છે, તેમ-તેમ ગામનગર વગેરે વસાવવામાં આવે છે. આ રીતે ભરત ક્ષેત્રમાં જનસંખ્યા વધી જાય છે. સંપૂર્ણ સામાજિક અને રાજનૈતિક વ્યવસ્થા થઈ ગયા પછી ભાવિ તીર્થંકર રાજ્ય-ઋદ્ધિનો પરિત્યાગ કરી દે છે. તે સંયમ ગ્રહણ કરે છે, તપશ્ચર્યા કરે છે, ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય કરીને કેવળજ્ઞાની થઈને ચતુર્વિધ તીર્થની સ્થાપના કરે છે. આ રીતે પ્રથમ તીર્થંકર ભગવાન જગતને લૌકિક અને લોકોત્તર કલ્યાણનો માર્ગ બતાવીને આયુના અંતમાં મોક્ષ પધારે છે. વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન થયા. ત્રીજા આરાની સમાપ્તિમાં ચૌર્યાસી લાખ પૂર્વ, ત્રણ વર્ષ તથા સાડા આઠ માસ બાકી રહેવાથી સર્વાર્થસિદ્ધ વિમાનથી તેત્રીસ સાગરોપમનું આયુષ્ય ભોગવીને વનિતા નગરીમાં નાભિરાજાની મરુદેવી રાણીની કુક્ષિથી ઋષભદેવ સ્વામીનો જન્મ થયો. એમણે યુગલિક ધર્મ મટાડીને અસિ, મસિ, કૃષિ તથા કળાઓ અને વિદ્યાઓ લોકોને શીખવાડી. વીસ લાખ પૂર્વ સુધી તે કુમાર અવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ સુધી શાસન કર્યું. તે પછી પોતાના પુત્ર ભરતને કાળચક્ર : એક અનુશીલન ૩૮૧
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy