________________
(૬) દુષમ-દુષમ : પાંચમા આરાની સમાપ્તિના અનંતર એકવીસ હજાર વર્ષના દુઃષમ-દુઃષમ નામનો છઠ્ઠા આરાનો પ્રારંભ થાય છે. એમાં ઘોરાતિઘોર દુઃખ થાય છે. ભરત ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ પંચમ આરાને વિનષ્ટ થતાં મનુષ્યોમાંથી બીજરૂપ કેટલાક મનુષ્યોને ઉઠાવી લઈ જાય છે તથા તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી બીજ રૂ૫ કેટલાક તિર્યંચ પંચેન્દ્રિયોને ઉઠાવીને લઈ જાય છે. વૈતાદ્ય પર્વતના દક્ષિણ અને ઉત્તર ભાગમાં ગંગા અને સિંધુ નદી છે, એમના આઠેય કિનારાઓ પર નવ નવ દર છે, બધા મળીને ૮૪૯ = ૭૨ દરો છે. પ્રત્યેક દરમાં ત્રણ માળ છે. ઉક્ત દેવ એ મનુષ્યોને આ દરોમાં રાખી દે છે.
છઠ્ઠા આરામાં પહેલાની અપેક્ષા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં શુભ પુદ્ગલોની પર્યાયમાં અનંત ગણી હાનિ થતી જાય છે. ક્રમશઃ ઘટતા-ઘટતા આયુષ્ય વીસ વર્ષનું અને અવગાહના એક હાથની રહી જાય છે. ઊતરતા આરામાં થોડા ઓછા એક હાથની અવગાહના અને સોળ વર્ષની આયુ રહી જાય છે. આ આરામાં સેવાર્ત સંહનન અને હુંડક સંસ્થાન રહે છે. મનુષ્યના શરીરમાં આઠ પાંસળીઓ અને ઊતરતા આરામાં ચાર પાંસળીઓ રહી જાય છે.
લોકોને અપરિમિત આહારની ઈચ્છા થાય છે. અર્થાત્ કેટલું પણ ખાઈ જવાથી તૃપ્તિ થતી નથી. રાતમાં ઠંડી અને દિવસમાં તાપ અત્યંત પ્રબળ હોય છે. આ કારણે તે મનુષ્ય દરોથી બહાર નથી નીકળી શકતા, માત્ર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે એક મુહૂર્તને માટે બહાર નીકળી જાય છે. એ સમયે ગંગા અને સિંધુ નદીનું પાણી સાપની સમાન વક્ર ગતિથી વહે છે. ગાડીનાં બંને ચક્રના મધ્યભાગ જેટલું પહોળું અને અડધું ચક્ર ડૂબે એટલો ઊંડો પ્રવાહ રહી જાય છે. એ પાણીમાં કચ્છ-મચ્છ બહુ હોય છે. તે મનુષ્ય એમને પકડી-પકડીને નદીની રેતમાં દાટીને પોતાના દરોમાં ભાગી જાય છે. ઠંડીતાપના યોગથી જ્યારે તે પાકી જાય છે, તો બીજી વાર આવીને એમને બહાર કાઢી દે છે. એના પર બધા જ મનુષ્ય તૂટી પડે છે અને લૂંટીને ખાઈ જાય છે. મૃતક મનુષ્યની ખોપરીમાં પાણી લાવીને પીએ છે, જાનવર મચ્છોનાં બચેલાં હાડકાંઓને ખાઈને ગુજરાન ચલાવે છે. એ કાળના મનુષ્ય દીન-હીન, દુર્બળ, દુર્ગધિત, રુણ, અપવિત્ર નગ્ન, આચારવિચારથી હીન અને માતા-ભગિની-પુત્રી વગેરેની સાથે સંગમ કરનાર હોય છે. છ વર્ષની સ્ત્રી સંતાનનો પ્રસવ કરે છે. કૂતરી અને શૂગરને સમાન તે બહુ પરિવારવાળા અને મહા ક્લેશમય થાય છે. ધર્મપુણ્યથી હીન તે દુઃખ જ દુઃખમાં પોતાની સંપૂર્ણ આયુ પૂર્ણ કરીને નરક કે તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે. [ ચકવર્તીની અદ્ધિ 0 0 0 0 0 0 0 ૩૯૧)