________________
પાપનું કાર્ય નથી કહ્યું, પરંતુ આ દાનથી ધર્મ અને તપ ન હોવાનું મૂળ પાઠમાં વર્ણન છે. ત્યાં એકાંત પાપ હોવાનું કે પુણ્ય ન હોવાનો ઉલ્લેખ નથી. તે પાઠ આ પ્રકારે છે - __ 'तएणं से सद्दालपुत्ते समणोवासए गोसालं मंखलिपुत्तं एवं वयासी - 'जम्हा णं देवाणुप्पिया ! तुब्भे मम धम्मायरियस्स जाव महावीरस्स संतेहिं तच्चेहिं तहिएहिं सब्भूएहिं भावेहिं गुणकित्तणं करेह, तुम्हा णं अहं तुब्भे पाडिहारिएणं पीढ़जाव संथारएणं उवणिमंतेमि, णो चेवणं धम्मोत्तिवा तवोत्ति वा ।' ।
- ઉપાસક દશાંગ, અ-૭, સૂ-૫૮ શકલાલ પુત્ર શ્રાવકે મંખલિ પુત્ર ગોશાલકથી એ કહ્યું - “દેવાનુપ્રિય ! તમે મારા ધર્માચાર્ય યાવતું મહાવીર સ્વામીના વિદ્યમાન, સત્ય અને સદ્ભુત ગુણોનું કીર્તન કર્યું છે. તેથી હું તેમને પીઠ-ફલક-શધ્યા-સંથારક વગેરે ગ્રહણ કરવા માટે નિમંત્રિત કરું છું. પરંતુ આને ધર્મ કે તપ સમજીને નહિ.”
ઉક્ત પાઠમાં શકપાલ પુત્ર શ્રાવક ગોશાલકને શય્યા-સંથારો આપવાથી ધર્મ એ તપ હોવાનો નિષેધ કરે છે, પુણ્ય હોવાનો નહિ. તે આ દાનથી એકાંત પાપ હોવાનું પણ નથી બતાવતા. એનાથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સાયુથી અલગ વ્યક્તિને દાન દેવાથી એકાંત પાપ નથી થતું, પુણ્ય થાય છે.
શકડાલ પુત્રના આ ઉદાહરણથી પ્રવચન પ્રભાવના માટે સાધુથી અલગ વ્યક્તિને દાન દેવું પણ શ્રાવકનું કર્તવ્ય સિદ્ધ થાય છે. શકડાલ પુત્રે ભગવાન મહાવીરના ગુણાનુવાદ કરવાના કારણે ગોશાલકને શય્યા-સંથારો આપીને પ્રવચનની પ્રભાવના કરી હતી. પ્રવચન પ્રભાવનાને તીર્થકર નામ ગોત્ર બંધનું કારણ કહ્યું છે, તેથી શકહાલ પુત્રે ગોશાલકને દાન દેવાથી પુણ્યનો નિષેધ નથી કર્યો.
તેરાપંથની આ માન્યતા પણ આગમ વિરોધી છે કે પુણ્યનો બંધ નિર્જરાની સાથે જ થાય છે. આગમમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે નિર્જરાની સાથે જ પુણ્ય બંધ થાય છે.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે કે “સ્થાનાંગ સૂત્ર'માં વર્ણિત નવ પ્રકારનાં પુણ્ય માત્ર સાધુઓને દેવાથી જ નહિ, પણ અન્ય જરૂરતમંદ જીવોને દેવાથી પણ થાય છે. દીન-હીન દુઃખી જીવોને અનુકંપા બુદ્ધિથી દાન દેવું અથવા પ્રવચનની પ્રભાવના માટે સર્વ સાધારણને દાન દેવું - પુણ્ય-બંધનું કારણ છે, ન કે એકાંત પાપનું. તેરાપંથ દ્વારા દયા-દાન વગેરેને માત્ર સાધુઓ માટે જ આરક્ષિત કરી દીધો છે અને સાધુથી અલગ વ્યક્તિઓની દયા કરવામાં કે એમને દાન દેવામાં એકાંત પાપની પ્રરૂપણા કરવામાં આવે છે, જે સર્વથા મિથ્યા છે, આગમ વિરુદ્ધ છે, તેથી હેય અને ત્યાજ્ય છે. આ રીતે પુણ્ય તત્ત્વની મહિમાને ભૂમિકાના ભેદ અનુસાર સમજીને એનું યથોચિત રૂપથી અવલંબન લેવું જોઈએ. [ પુણ્ય તત્ત્વ ઃ એક પરિશીલન D
અ૪૬