________________
યોગની શુભાશુભતાનો આધાર :
યોગના શુભત્વ અને અશુભત્વનો આધાર ભાવનાની શુભાશુભતા છે. શુભ ઉદ્દેશ્યથી પ્રવૃત્ત યોગ શુભ અને અશુભ ઉદ્દેશ્યથી પ્રવૃત્ત યોગ અશુભ છે.
શુભયોગનું કાર્ય પુણ્ય પ્રકૃતિનો બંધ અને અશુભયોગનું કાર્ય પાપ પ્રકૃતિનો બંધ છે, આ કથન મુખ્યત્વે અપેક્ષાથી છે, કારણ કે શુભયોગથી આઠમા વગેરે ગુણસ્થાનોમાં અશુભ જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો બંધ પણ હોય છે. પરંતુ એ ગુણસ્થાનોમાં શુભયોગની તીવ્રતાના નિમિત્તથી થનારા શુભ અનુભાગ (રસ) બંધ વિશેષ માત્રામાં હોય છે અને પાપ પ્રકૃતિઓનો અનુભાગ અલ્પ માત્રામાં હોય છે. એનાથી વિપરીત પ્રથમાદિ ગુણસ્થાનોમાં જ્યારે સંક્લેશ પરિણામોના કારણે અશુભયોગની તીવ્રતા થાય છે ત્યારે પાપ પ્રકૃતિઓનો અનુભાગ વિશેષ માત્રામાં થાય છે અને શુભ પ્રકૃતિઓનો અનુભાગ અલ્પ માત્રામાં થાય છે. શુભયોગજન્ય પુણ્યાનુભાગની અધિક માત્રાને પ્રદાન માનીને શુભયોગને પુણ્યનું કારણ કહેવામાં આવ્યું છે, અને અશુભયોગજન્ય પાપનુભાગની અધિક માત્રાને પ્રધાન માનીને અશુભયોગને પાપનું કારણ કહેવામાં આવ્યું છે.
શુભયોગજન્ય પાપાનુભાગની અલ્પ માત્રા અને અશુભયોગજન્મ પુણ્યાનુભાગની અલ્પ માત્રાની વિવક્ષા નથી કરવામાં આવી. કારણ કે લોકવ્યવહારની જેમ શાસ્ત્રમાં પણ પ્રધાનતાપૂર્વક વ્યવહાર કરવો પ્રસિદ્ધ છે. કહ્યું છે - “પ્રાથોન વ્યવેશ મવતિ ” પ્રાયઃ પ્રધાનતાને લઈને કથન કરવામાં આવે છે. જેમ કે ગામમાં બ્રાહ્મણોની પ્રધાનતા હોય - એમની સંખ્યા વિશેષ હોય તો ત્યાં અન્ય લોકોના હોવાથી પણ તે ગામ બ્રાહ્મણોનું ગામ કહેવાય છે. કષાયના કારણે રોગોમાં ફળ-ભેદ :
સંસારી જીવ મન, વચન અને કાયાના શુભ અને અશુભ યોગના દ્વારા જે કર્મ બાંધે છે, એમાં કષાયોના કારણે ભિન્નતા આવી જાય છે. અર્થાત્ યોગોની સમાનતા હોવા છતાંય કષાયયુક્ત જીવોને જે બંધ થાય છે, તે વિશેષ અનુભાગવાળો અને વિશેષ સ્થિતિવાળો હોય છે. કષાય-મુક્ત જીવોને થનારો બંધ ન તો વિશેષ અનુભાગવાળો જ હોય છે અને ન વિશેષ સ્થિતિવાળો જ. એકથી લઈને દસમાં ગુણસ્થાન સુધીના જીવ સકષાય છે અને અગિયારમાથી લઈને ચૌદમા ગુણસ્થાનવાળા અકષાય છે. સકષાય જીવોનો આસ્રવ (યોગ) સાંપરાયિક આસ્રવ છે અને કષાયમુક્ત જીવોનો યોગ ઈર્યાપથ આસ્રવ છે.
આત્માનો પરાભવ કરનારું કર્મ સાંપરાયિક કહેવાય છે. જેમ કે લીલા ચામડાં પર હવા દ્વારા પડેલી રજકણ એનાથી ચોંટી જાય છે, એમ જ યોગ દ્વારા આકૃષ્ટ થનારો જે કર્મ કષાયોદયના કારણે આત્માના સાથે સંબદ્ધ થઈને સ્થિતિ પ્રાપ્ત કરી લે છે, તે સાંપરાયિક કર્મ છે. કોરી દીવાલ પર લાગેલી લાકડીના ગોળાની જેમ યોગથી આકૃષ્ટ થઈને જે કર્મ કષાયોદય ન હોવાના કારણે આત્માની સાથે લાગીને તરત જ છૂટી જાય છે, તે ઈર્યાપથ કર્મ કહેવાય છે. ઈર્યાપથ કર્મની સ્થિતિ માત્ર એક સમયે જ હોય (થાય) છે. [ આસ્રવ તત્ત્વ છે 00.00 0.00 0.00 ૪૦૦)