________________
જે લોકોત્તર દેવનાં લક્ષણોથી યુક્ત ન હોય, પરંતુ સ્વયંને તીર્થકર ઘોષિત કરે છે, જે અઢાર દોષોથી ભરેલા છે, તેને તીર્થકર (દેવ) માનવા, તીર્થકર ભગવાનના નામની માનતા માનીને તેનાથી સાંસારિક સુખોની કામના કરવી, સાંસારિક ધન-સંપત્તિ વગેરે માટે તીર્થકરોનું સ્મરણ વગેરે કરવું લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે.
જે જૈન સાધુઓમાં સાધુતાના લક્ષણ ન હોય, જે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું યથાવત્ પાલન ન કરતા હોય, મહાવ્રતોના પાલનમાં જે ત્રુટિ કરતા હોય, તેને ધર્મગુરુ માનવા લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ છે.
અહિંસામય જૈન ધર્મ ભવ-ભવમાં લોકોત્તર કલ્યાણકારી અને નિરવદ્ય છે. આ ધર્મના આચરણથી નિરાબાધ મોક્ષ-સુખની પ્રાપ્તિ થાય છે, તો પણ સાંસારિક સુખની કામનાઓથી આ ધર્મનું આચરણ કરવું, લોકોત્તર ધર્મ ગત મિથ્યાત્વ છે. જેમ કે પુત્રપ્રાપ્તિ માટે કનકાવલી તપ કરવા, વ્યાપારાદિ લાભ થવાની ભાવનાથી પખીના ઉપવાસ કરવો, મનોકામનાની પૂર્તિના માટે તેલા કરવાં, સંપત્તિ મેળવવા માટે સામાયિક કરવી, વગેરે-વગેરે લોકોત્તર ધર્મ સંબંધી મિથ્યાત્વી છે. ધર્મનું ફળ આધ્યાત્મિક અભ્યદય અને મોક્ષ છે. તેમનાથી સાંસારિક સુખની ઇચ્છા રાખવી હીરો આપીને કાચ લેવાના સમાન છે. તેથી લોકોત્તર ધર્મગત મિથ્યાત્વથી દૂર રહી મોક્ષ માટે જ ધર્મારાધના કરવી જોઈએ. ૩. કુખાવચનિક મિથ્યાત્વ :
અન્ય તીર્થિકોના દેવ, ગુરુ, ધર્મને મોક્ષની પ્રાપ્તિની ભાવનાથી માનવો, પૂજવો, કુઝાવચનિક મિથ્યાત્વ છે. આના ત્રણ ભેદ છે - ૧. દેવગત, ૨. ગુરુગત અને ૩. ધર્મગત. આનો વિસ્તાર લૌકિક મિથ્યાત્વના સમાન જાણવો જોઈએ. અંતર એ છે કે આમાં “મોક્ષાર્થ શબ્દ વિશેષ સમજવો જોઈએ. અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે હરિહરાદિ દેવોનો દેવરૂપમાં, બાબા-જોગી, સંન્યાસીઓને ગુરુ રૂપમાં અને સંધ્યા-સ્નાન-હોમ વગેરેને ધર્મ રૂપમાં માનવાપૂજવા કુપ્રવચનિક મિથ્યાત્વ છે. જે દેવ અથવા ગુરુ સ્વયં મુક્ત નથી તેઓ બીજાને મુક્ત કેવી રીતે કરે? તેથી કુપ્રવચનિક મિથ્યાત્વથી બચવું જોઈએ.
‘ઠાણાંગ સુત્ર'માં અન્ય વિવક્ષાને લઈને ત્રણ પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે - (૧) જૂન (૨) અતિરિક્ત (૩) વિપરીત. જિનવાણીથી ન્યૂન કથન કરવું ન્યૂન પ્રરૂપણા મિથ્યાત્વ છે. જેમ કે એ માનવું કે આત્મા, તલ, સરસવ અથવા અંગુષ્ટ પર્વના બરાબર છે. વસ્તુતઃ આત્મા તો સ્વદેહ-પ્રમાણ છે. આત્માને સ્વદેહ પ્રમાણ ન માનીને તેનાથી ધૂન પ્રમાણ ક્ષેત્ર માનવું ન્યૂન પ્રરૂપણ મિથ્યાત્વ છે. એવી રીતે જિનવાણીથી અધિક પ્રરૂપણ કરવું અતિરિક્ત પ્રરૂપણ મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વવ્યાપક માનવો. આ રીતે કેવલી ભગવાનનાં વચનોથી અધિક પ્રરૂપણ કરવું અતિરિક્ત પ્રરૂપણ મિથ્યાત્વ છે.
જિનવાણીથી વિપરીત પ્રરૂપણ કરવું વિપરીત પ્રરૂપણ મિથ્યાત્વ છે. જેમ કે આત્માનું અસ્તિત્વ જ નથી. ઈશ્વર સૃષ્ટિના કર્તા છે વગેરે માન્યતાઓ અને એમનું પ્રરૂપણ વિપરીત મિથ્યાત્વ છે. જૈન સિદ્ધાંતોમાં જિન પ્રણીત શાસ્ત્રોથી વિપરીત પ્રરૂપણ કરનાર સાત નિનવ પ્રસિદ્ધ છે. જેનું આગળ સ્વતંત્ર રૂપથી વર્ણન કરવામાં આવશે. આ વિપરીત મિથ્યાત્વના ઉદાહરણ સમજવા જોઈએ.
ઠાણાંગ સૂત્ર'માં અન્ય વિક્ષાને લઈને બીજી રીતના ત્રણ પ્રકારના મિથ્યાત્વનું કથન કરેલું છે. તે આ પ્રમાણે છે - ( મિથ્યાત્વ 0000 , .0000 ૫૧૫)