Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 533
________________ “વિવિદે મિચ્છન્ને પUT તંગદ - ૨. વિકરિયા, ૨. વિUTU, રૂ. મUCTIછે ” - ઠાણાંગ સ્થાન-૩, ઉદ્દે-૩ મિથ્યાત્વના ત્રણ પ્રકાર કહ્યા છે જેમ કે - (૧) અક્રિયા મિથ્યાત્વ (૨) અવિનય મિથ્યાત્વ (૩) અજ્ઞાન મિથ્યાત્વ. આમની વ્યાખ્યા કરતા ટીકાકારોએ લખ્યું છે કે – “અહીં મિથ્યાત્વથી વિપરીત શ્રદ્ધાન રૂપ અર્થ અભિપ્રેત નથી, કારણ કે તે ત્યાં લાગુ પડતો નથી. અહીં મિથ્યાત્વનો અર્થ છે - અસમ્યક અશોભન. અર્થાત્ જે ક્રિયા મિથ્યાત્વજનિત છે તે ક્રિયા નથી, અક્રિયા છે. દુષ્ટ ક્રિયા છે, અશુભ ક્રિયા છે. આ રીતે મિથ્યાત્વજનિત હોવાથી અશુભ વિનય અને અશુભ જ્ઞાન પણ સમજવું જોઈએ. અહીં “અશોભનને વિપર્યય અને મિથ્યા જાણવું જોઈએ. (૧) અક્રિયા મિથ્યાત્વ : આત્માને કર્તા ન માનવો અથવા જ્ઞાન માત્રથી મુક્તિ થઈ જાય છે, ક્રિયાની કોઈ આવશ્યકતા નથી આવું માનતી ક્રિયાનો અપલાપ કરવો અક્રિયા મિથ્યાત્વ છે. જેમ કે સાંખ્યદર્શન આત્માને અકર્તા કહે છે અને તત્ત્વોના જ્ઞાન માત્રથી મુક્તિ થતી માને છે. સાંખ્યદર્શન'માં કહેવાયું છે કે - નિ: મોવતા, માત્મા ઋપિન રને ” અર્થાત્ “સાંખ્યદર્શનમાં આત્મા અકર્તા, નિર્ગુણી અને ભોક્તા માનવામાં આવેલ છે. ક્રિયાની અવહેલના કરતા અને જ્ઞાનની મહિમા બતાવતા “સાંખ્યદર્શન'માં કહેવાયું છે - पंचविंशति तत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । ગરી, મુusી, શિવ વાગપિ મુખ્યતે નાત્ર સંશય: . જે પ્રકૃતિ-પુરુષ વગેરે પચ્ચીસ તત્ત્વને જાણી લે છે તે જે કોઈ આશ્રમમાં હોય, ગૃહસ્થ હોય અથવા સંન્યાસી - જે જટા રાખે કે મુંડન કરાવતા હોય અથવા ચોટી રાખતા હોય, અવશ્ય જ મુક્ત થઈ જાય છે તેમાં કોઈ સંદેહ નથી. ઉક્ત રીતિથી સાંખ્યદર્શન ક્રિયાનો અપલાપ કરે છે. તેથી તે મિથ્યા છે. વસ્તુતઃ આત્મા કર્મોના કર્તા છે. જો તેને કર્તા ન મનાય તો તે ભોક્તા કેવી રીતે થઈ શકે ? આત્માના પ્રકરણમાં આ વાત વિસ્તારથી બતાવી છે. મોક્ષમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા બંનેનું મહત્ત્વ છે. વીતરાગ પરમાત્માએ બે પ્રકારની પરિજ્ઞા બતાવી છે - જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જ્ઞપરિજ્ઞાથી વસ્તુનું સ્વરૂપ જાણી શકાય છે, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી હેયને છોડી શકાય છે. ઉપાદેયને ગ્રહણ કરી શકાય છે. અને ઉપેક્ષણીયની ઉપેક્ષા કરવામાં આવે છે. આ પ્રકાર જ્ઞાન અને ક્રિયા રૂપી બંને પૈડાંઓથી આત્મારૂપી રથની મોક્ષમાર્ગમાં ગતિ થાય છે. એક પૈડાંથી રથની ગતિ થતી નથી. આત્મા રૂપી પક્ષી જ્ઞાન-ક્રિયા રૂપી બંને પાંખોથી ઊડે છે - એકથી નહિ. જે વાદી ક્રિયાનો અપલાપ કરે છે અથવા જ્ઞાન સહિત ક્રિયાઓનું પાલન કરનારને “ક્રિયા જડ” કહે છે. આ અક્રિયા મિથ્યાત્વ છે. ટીકાકાર અનુસાર અક્રિયા મિથ્યાત્વનો અર્થ એ છે કે જે ક્રિયા મિથ્યાતત્ત્વજનિત છે અર્થાત્ મિથ્યાત્વપૂર્વક કરવામાં આવે છે, તે ક્રિયા વસ્તુતઃ મોક્ષમાર્ગની દૃષ્ટિથી ઉપયોગી ન હોવાથી અક્રિયા છે, દુખ્રિયા છે અને મોક્ષમાર્ગની વિપરીત હોવાથી મિથ્યા છે. (૫૧૬) જે જિણધો]

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538