________________
જૈન સિદ્ધાંતાનુસાર એ ક્રિયા સમ્યક્ ક્રિયા છે, તે જ્ઞાન સમ્યજ્ઞાન છે અને તે વિનય (ચરિત્ર) સમ્યવિનય છે. જે સમ્યક્ત્વપૂર્વક છે. સમ્યક્ત્વ રહિત ક્રિયા અને વિનય અક્રિયા, અજ્ઞાન અને અવિનય છે. આ વાતને વિસ્તારપૂર્વક સમ્યગ્દર્શનના પ્રકરણમાં સમજાવવામાં આવ્યું છે, તેથી ત્યાં પુનરુક્તિ કરવામાં આવતી નથી. (૨) અવિનય મિથ્યાત્વ :
જો વિનય મિથ્યાત્વ જનિત છે અથવા જે ઉપયોગ અને વિવેકથી રહિત છે - તે ખરા અર્થમાં વિનય જ નથી. તે મિથ્યાત્વ અથવા અનાભોગનિત હોવાથી અશોભન વિનય છે. મોક્ષમાર્ગમાં ઉપયોગી ન હોવાથી અવિનય છે. આ પ્રકારના મિથ્યાત્વજનિત વિનય દુ:વિનય હોવાથી મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે.
અથવા શ્રી જિનેન્દ્ર દેવનું, સદ્ગુરુ મહારાજનું અને એમની આજ્ઞા રૂપ ધર્મની ઉત્થાપના કરવી, તેમનાં વચનોનું ઉલ્લંઘન કરવું, તેમને જૂઠા કહેવા, ભગવાનને ચૂકા બતાવવા, ગુણીજન, જ્ઞાનવાન, તપસ્વી, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વગેરે સજ્જનો અને ઉત્તમ પુરુષોની નિંદા કરવી અવિનય મિથ્યાત્વ છે.
(૩) અજ્ઞાન મિથ્યાત્વ :
મિથ્યાત્વ અને અજ્ઞાન સાથે-સાથે રહે છે. મિથ્યાત્વના સાથે અજ્ઞાનની નિયમા છે અર્થાત્ ત્યાં અજ્ઞાન થાય છે. મિથ્યાત્વ મોહનીયના ઉદયથી જીવને દેવ, ગુરુ, ધર્મસંબંધી બધી વાતો વિપરીત જ પ્રતિભાસિત થાય છે. મિથ્યાર્દષ્ટિનું સમસ્ત જ્ઞાન અજ્ઞાન જ હોય છે. કારણ કે મોક્ષમાર્ગમાં તેની કોઈ ઉપયોગિતા હોતી નથી. મોક્ષમાર્ગથી વિપરીત થવાથી આ મિથ્યાજ્ઞાન છે. કહેવાયું છે
-
सदसदविसेसणाओ भवहेउजहिच्छिओवलं भाओ । णाणफलाभावाओ, मिच्छदिट्ठिस्स अण्णाणं ॥
વિશેષાવશ્યક ભાષ્ય, ગાથા-૩૧૯ અર્થાત્ સત્ અને અસત્નો વિવેક ન થવાથી, સંસારનું કારણ હોવાથી, મનમાની રીતિથી પદાર્થને જાણવાથી અને જ્ઞાનના વાસ્તવિક ફળની પ્રાપ્તિ ન થવાથી મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન-અજ્ઞાન રૂપ જ છે.
-
અજ્ઞાનવાદી જ્ઞાનની નિંદા કરતા અજ્ઞાનને શ્રેષ્ઠ અને હિતકર બતાવે છે. તેમનું કહેવું છે કે અજાણતામાં જો ભૂલ થઈ જાય છે તો તેનો દોષ લાગતો નથી. અને જાણીને ભૂલ કરવામાં આવે તો દોષ લાગે છે, તેથી જ્ઞાન દોષનું કારણ છે. અજાણતા કોઈને ઠોકર લાગી જવાથી ખરાબ લાગતું નથી, પરંતુ જાણી જોઈને ઠોકર મારવાથી બીજી વ્યક્તિને ભયંકર અપમાન અનુભવ થાય છે અને ઝઘડો પેદા થાય છે. આ પણ જ્ઞાનનો દોષ છે. જ્ઞાનીઓમાં એકરૂપતા હોતી નથી, બધા અલગ-અલગ વાતો કરે છે, તેથી જ્ઞાનના પ્રપંચમાં ન પડતા અજ્ઞાનનો આશ્રય લેવો જ સારો છે. અજ્ઞાનવાદીઓનો ઉક્ત તર્ક મિથ્યા છે. કારણ જ્ઞાનના અભાવમાં સત્-અસત્ત્નો વિવેક સંભવ નથી. વિવેક અને ઉપયોગથી ક્રિયા કરવાથી અજ્ઞાનવાદી દ્વારા પ્રરૂપિત દોષોની સંભાવના રહેતી નથી. વિવેકરૂપી ચક્ષુના અભાવમાં વ્યક્તિ અંધ થઈ જાય છે. આ મોક્ષમાર્ગમાં ગતિ કેવી રીતે કરી શકે ? તેથી અજ્ઞાનનું સમર્થન કરવું કે એનો આશ્રય લેવો મિથ્યા છે.
મિથ્યાત્વ
૫૧૦