________________
(૩) ધર્મગત લૌકિક મિથ્યાત્વ : દુર્ગતિમાં જતા જીવોને જે ધારણ કરે, તે ધર્મ છે. આ વ્યાખ્યા અનુસાર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિ વ્રત, ક્ષમા, માર્દવ આર્જવ, તપ, ત્યાગ વગેરેનું આચરણ કરવું ધર્મ છે. આ વાસ્તવિક ધર્મની ઉપેક્ષા કરીને લોકરૂઢિમાં પ્રચલિત તીર્થયાત્રા, તીર્થોમાં સ્નાન, હવન, પૂજન, યજ્ઞ-યાગ, ધૂણી ધખાવવી, ધૂપ, દીપ કરવા વગેરે કાર્યોમાં ધર્મ માનવો ધર્મગત લૌકિક મિથ્યાત્વ છે. તીર્થયાત્રા અને તીર્થોમાં સ્નાનથી જ ધર્મ થઈ જતો હોત તો તીર્થવાસીઓ અને જળચર જંતુઓનું સર્વાધિક કલ્યાણ થઈ ગયું હોત. કહેવાયું છે -
चित्तं रागादिभिः क्लिष्टमलिकं वचनैर्मुखं ।
___ जीवहिंसादिभिः कायो, गंगा तस्य परांगमुखी ॥ જેનું ચિત્ત રાગ-દ્વેષ વગેરે દોષોથી દૂષિત છે, જેનું મુખ અસત્ય વચનોથી દૂષિત છે. જેની કાયા જીવ-હિંસા વગેરે પાપોથી દૂષિત છે, તેનાથી ગંગા વિમુખ રહે છે. અર્થાત્ ગંગા તેને તારી શકતી નથી, પવિત્ર કરી શકતી નથી. વધુ પણ કહ્યું છે -
जायन्ते च म्रियन्ते च जलेष्वेव जलौकसः ।
न गच्छन्ति ते स्वर्गमविशुद्धं मनोमलः ॥ ગંગા વગેરે જળાશયોના જળચર જીવ જળમાં જ ઉત્પન્ન થાય છે અને જળમાં જ મરે છે. મનનો મેલ ધોયા વગર તેમને સ્વર્ગ મળતું નથી. ધર્મના સાચા સ્વરૂપને સમજીને ધર્મગત લૌકિક મિથ્યાત્વથી બચવું જોઈએ.
દેવ-દેવીઓની આગળ હિંસા કરવી અને હિંસામાં ધર્મ માનવો ધર્મગત લૌકિક મિથ્યાત્વ છે. હોળી, દિવાળી, દશેરા, રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ વગેરે તહેવારો પર મિથ્યાદેષ્ટિ દેવ-દેવીઓ અથવા જડ વસ્તુઓની માનતા લેવી, પૂજા કરવી વગેરે પણ લૌકિક ધર્મગત મિથ્યાત્વ છે.
કેટલાય પુદ્ગલાનન્દી આરામપ્રિય લોકો એકાદશી વ્રત વગેરેનું પણ વિકૃત રૂપમાં આચરણ કરે છે. કહેવામાં તો આ વ્રત છે, પરંતુ એ દિવસે અન્ય દિવસોની અપેક્ષાથી વધુ ચીજોનો ઉપભોગ કરવામાં આવે છે. આ વ્રતનો વિકાર છે અને ભોજનની ગુલામી છે. આવા લોકો બહાના બનાવે છે કે શરીરને દુઃખ પહોંચાડવું ન જોઈએ, આ તો નારાયણનું શરીર છે. આ કથન માત્ર આત્મવંચના અને ઠગાઈ છે. વિવેકપૂર્વક તપના નિમિત્ત દેહને દુઃખ આપવું નિર્જરાના કારણે હોય છે. “દ સુદર્ મહાપણન’ આ ઉદ્દેશથી કહેવાયું છે.
આ રીતે લૌકિક મિથ્યા વિચારો અને આચારોનો ત્યાગ કરીને સાચા દેવ, સાચા ગુરુ અને સારા ધર્મનો સ્વીકાર કરવો જોઈએ અને લૌકિક મિથ્યાત્વથી દૂર રહેવું જોઈએ. (૨) લોકોત્તર મિથ્યાત્વ:
મોક્ષના નિમિત્તે કરાનારી પ્રવૃત્તિઓ લોકોત્તર કહેવાય છે. તીર્થકર દેવ મોક્ષમાર્ગના પ્રવર્તક છે. તેથી તેઓ લોકોત્તર દેવ છે. પંચ મહાવ્રતધારી, નિર્ચન્હ, કંચનકામિનીના ત્યાગી, સાધુ-પુરુષ તીર્થકર દ્વારા પ્રરૂપિત ધર્મના ઉપદેશક છે. લોકોત્તર દેવ-ગુરુ-ધર્મથી મોક્ષ સિવાય અન્ય સાંસારિક આકાંક્ષાઓ રાખવી લોકોત્તર મિથ્યાત્વ છે. આના ત્રણ ભેદ છે - ૧. લોકોત્તર દેવગત મિથ્યાત્વ ૨. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ, ૩. લોકોત્તર ધર્મગત મિથ્યાત્વ. (૫૧૪ ક
અને જિણધમો)