Book Title: Jina Dhammo Part 01
Author(s): Nanesh Acharya
Publisher: Akhil Bharatvarshiya Sadhumargi Jain Sangh

View full book text
Previous | Next

Page 529
________________ વિવિધ શસ્ત્ર હોય છે, જે એ બતાવે છે કે તેમને કોઈ બીજાનો ભય છે અથવા તેમને હમણાં પોતાના શત્રુઓને મારવાના બાકી રહી ગયા છે. કોઈ દેવના હાથમાં માળા દેખાય છે, જે સંકેત કરે છે કે હમણાં એમનામાં આત્મસ્થ થવાથી અથવા એકાગ્ર થવાની યોગ્યતા નથી, તેથી માળાના સહારે પોતાના ચિત્તને સ્થિર રાખવાનો પ્રયત્ન કરે છે. કેટલાક દેવોના વિવિધ પ્રકારના વાહન - બળદ, ગરુડ, મોર, હંસ, ઉંદર, સિંહ વગેરે બતાવે છે. ભલા સર્વશકિતમાન દેવોને વાહનની અને તે પણ આવાં વાહનોની કેમ આવશ્યકતા હોય છે? આ તીર્થિક લોકો દેવોનું પ્રસન્ન થવું અને નારાજ થવું પણ માને છે. ભલા જે અન્ન, જળ, પુષ્પ, શ્રીફળ, ધૂપ, દીપ વગેરે પૂજાની સામગ્રીથી સંતુષ્ટ થાય છે. અને પૂજાના અભાવમાં રુર હોય છે, આ દેવ વિતરાગી હોતા નથી. આ તો સરાગી દેવ છે. આ રીતે કેટલાક વિવેક રહિત લોકો ભેરુ, ભવાની, દુર્ગા, મહાકાળી, ચંડી વગેરે દેવી-દેવતાઓની પૂજા કરે છે, તેમને મધ-માંસ ચઢાવે છે, પશુઓની બલિ ચઢાવે છે, રાત્રિ જાગરણ કરે છે અને તેમની માનતાઓ લે છે. એમનાથી ધન, ઐશ્વર્ય-પુત્ર વગેરેની યાચના કરે છે. આ કેટલો ભારી અવિવેક છે ? ભલા આ દેવી-દેવતા જે સ્વયં ભક્તો પાસેથી ભેટ-પૂજનની માગ કરે છે - તેઓ ભક્તોને પુત્ર, ધન, ઐશ્વર્ય કેવી રીતે દઈ શકે છે ? જે દેવ-દેવી હિંસક છે, જે બકરા અને કૂકડાની બલિ માંગે છે, તે વિવેકવાનોને માટે પૂજનીય કેવી રીતે થાય છે ? વિવેકવાનોએ વિચારવું જોઈએ કે જે માંસ-ભક્ષણ અથવા મદિરા-પાનના ઇચ્છુક છે, તે દેવ અથવા દેવી કેવી રીતે થઈ શકે છે? આ બધા દેવના નામ પર પાખંડ છે. આવા સરાગી, અજ્ઞાની અને મોહમાયામાં ફસાયેલા દેવોની પૂજા કરવી દેવગત લૌકિક મિથ્યાત્વ છે. વિશેષ દુઃખની વાત તો એ છે કે કેટલાક અબોધ જૈન નર-નારી પણ લૌકિક કામનાઓના વશીભૂત થઈને દેવી-દેવતાઓનાં સ્થાનો પર જઈને માથા રગડે છે. માનતા લે છે. વિતરાગ પરમાત્માના ઉપાસકોને માટે આવું કરવું કદાપિ ઉચિત કહેવાતું નથી. આ દેવગત મિથ્યાત્વ છે અને તેનાથી દરેક રીતે બચવું જોઈએ. આ દેવગત મિથ્યાત્વ છે. વીતરાગ પરમાત્મા સાચા દેવ છે. તેમની શરણમાં જ પરમ કલ્યાણ થાય છે. ૨. ગુરુગત લૌકિક મિથ્યાત્વઃ ગુરુના લક્ષણ આ પ્રકાર બતાવ્યા છે - धर्मज्ञो, धर्मकर्ता च, सदा धर्म परायणः । सत्वानां धर्मशास्त्रार्थ-देशको गुरुरुच्यते ॥ જે ધર્મના સ્વરૂપને સમજતા હોય, જે સ્વયં ધર્મનું આચરણ કરતા હોય, જે સદા ધર્મ પરાયણ રહેતા હોય, જે બીજાં પ્રાણીઓને ધર્મ-શાસ્ત્રનો ઉપદેશ દેતા હોય, એને ગુરુ કહેવાય છે. ગુરુનાં ઉક્ત લક્ષણોને ધ્યાનમાં રાખીને ગુરુ બનાવવા જોઈએ. ગુરુનું પદ ખૂબ ગુરુતર છે, દાયિત્વ પૂર્ણ છે. તેના પર બેવડી જવાબદારી છે. સ્વયંના સુધારાની અને બીજાના સુધારની. આ બેવડી જવાબદારીને તે જ સત્પુરુષ નિભાવી શકે છે, જેનામાં ઉપરના શ્લોકના વર્ણિત ગુણ હોય. ઉક્ત લક્ષણોથી રહિત જેવા-તેવા વેશધારીઓ અને પાખંડીઓને ગુરુ માની લેવું ખૂબ જ ખતરનાક છે. (૫૧૨) 9 0 0 0 0 0 0 0 0 જિણધમો)

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538