________________
રાગ અથવા દ્વેષ હોય છે. મુક્ત જીવમાં ન તો રાગ હોય છે - ન દ્વેષ તો પછી સંસારમાં કેવી રીતે આવી શકે છે ? જો તે પુનઃ સંસારમાં આવે છે તો આ માનવું પડશે કે રાગદ્વેષથી મુક્ત થયા નથી. ધર્મની ગ્લાનિ થવાથી અથવા તીર્થ-નિકાર(હાનિ)ના કારણથી જો કોઈ મુક્ત જીવોનું પુનઃ સંસારમાં આવવાનું માનવામાં આવે, તો તેનો અર્થ એ થશે કે હમણાં તેઓ રાગ-દ્વેષથી મુક્ત થયા નથી. જો સાચા અર્થોમાં તેઓ મુક્ત થયા છે તો એમણે પાછા સંસારમાં જન્મ ધારણ કરવાની આવશ્યકતા રહેતી નથી. જો મુક્ત જીવોનું સંસારમાં પુનરાગમન માનવામાં આવે તો બીજા શબ્દોમાં આનો અર્થ મુક્તને અમુક્ત માનવાનો જ થાય છે.
જે પ્રકારે મુક્તને અમુક્ત માનવું મિથ્યા છે, તે રીતે અમુક્તને મુક્ત માનવું પણ મિથ્યા છે. જેમ કે કેટલાક દર્શનકાર કહે છે .
आणिमाद्यष्ट विद्यं प्राप्यैश्वर्यं कृतिनः सदा । मोन्ते निर्वृतात्मानस्तीर्णाः परम दुस्तरम् ॥
અર્થાત્ - આણિમા-મહિમા વગેરે આઠ પ્રકારના ઐશ્વર્યને પ્રાપ્ત કરીને મુક્તાત્મા પરમ દુષ્કર સંસારને તરીને કૃતકૃત્ય થઈને આનંદમાં લીન રહે છે.
ઉક્ત શ્લોકમાં મુક્તાત્માને આણિમાદિ ઋદ્ધિઓવાળા ઐશ્વર્યશાળી કહેવાય છે. જે આણિમાદિ લૌકિક ઐશ્વર્યવાળા છે, તે વળી મુક્ત કેવી રીતે થઈ શકે છે ? જે મુક્ત છે તે લૌકિક-સાંસારિક ઐશ્વર્યથી સંપન્ન કેવી રીતે થઈ શકે છે ? આ તો પરસ્પર વિરોધી વચન છે. તેથી મુક્ત અને અમુક્તના સ્વરૂપને યથાર્થ દૃષ્ટિથી સમજવાની આવશ્યકતા છે.
ક્યાંક-ક્યાંક ‘અમુત્તેસુ મુત્તમન્ના'નો અર્થ અરૂપીને રૂપી સમજવાનો પણ કર્યો છે. સિદ્ધ જીવ નિરંજન નિરાકાર (શરીરરહિત) તદપિ કેટલાક લોકો તેમને સશરીર માને છે. વાયુ રૂપી છે, તદપિ તૈયાયિકાદિ દર્શન તેને અરૂપી માને છે. આ રૂપીને અરૂપી માનવાના રૂપ મિથ્યાત્વ છે.
ઉક્ત રીતિથી દસ પ્રકારે મિથ્યાત્વોનું વર્ણન ‘ઠાણાંગ સૂત્ર’માં નિર્દિષ્ટ છે.
‘અનુયોગ દ્વાર સૂત્ર’માં ત્રણ પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે - (૧) લૌકિક મિથ્યાત્વ, (૨) લોકોત્તર મિથ્યાત્વ અને (૩) કુપ્રાવચનિક મિથ્યાત્વ.
(૧) લૌકિક મિથ્યાત્વ
વીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત અહિંસા પ્રધાન ધર્મના સિવાય અન્ય હિંસાદિ પ્રધાન ધર્મને માનવો લોક-રૂઢિઓમાં ધર્મ સમજવો લૌકિક મિથ્યાત્વ છે. આના ત્રણ ભેદ છે -૧. દેવગત લૌકિક મિથ્યાત્વ ૨. ગુરુગત લૌકિક મિથ્યાત્વ ૩. ધર્મગત લૌકિક મિથ્યાત્વ.
૧. દેવગત લૌકિક મિથ્યાત્વ : પરિપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ વીતરાગતા સાચા દેવના લક્ષણ છે. આ લક્ષણ જેનામાં ન હોય, એ દેવોને દેવ માનવા દેવગત લૌકિક મિથ્યાત્વ છે. અન્ય તીર્થિકો દ્વારા માનેલ દેવોમાં ન તો પૂર્ણ જ્ઞાન અને ન વીતરાગતા છે. કારણ અન્ય તીર્થિ એ દેવોના જે સ્વરૂપને બતાવે છે, તે અનુસાર કોઈ દેવની સાથે સ્ત્રી છે. જે એ બતાવે છે કે હમણાં આ દેવ કામ-વાસનાથી છૂટ્યા નથી. કેટલાક દેવોના હાથમાં
મિથ્યાત્વ
૫૧૧